જળ પ્રદુષણ નિબંધ | પાણીનું પ્રદુષણ | water polution essay in gujrati

જળ પ્રદુષણ નિબંધ | પાણીનું પ્રદુષણ | water polution essay in gujrati

જ્યારથી માનવે કુદરતનો વિવેકપૂર્ણ ઉપયોગ બંધ કર્યો ત્યારથી માનવજાત સામે અનેક સમસ્યાઓ આવી છે.જેમાં મુખ્ય સમસ્યાઓ પ્રદૂષણની છે.જેમાં જળ પ્રદુષણની સમસ્યા પણ મહત્વની છે.પાણી એ માનવની પાયાની જરૂરિયાત છે. પાણી એ માનવજીવનનો આધાર છે તે ઉપરાંત વનસ્પતિ સૃષ્ટિ તથા જળ સૃષ્ટિનો પણ આધાર છે. પાણી વગર જીવન શક્ય જ નથી. પાણી એ કુદરતની અમુલ્ય ભેટ છે. પરંતુ પાણીનો માનવીએ બગાડ કરી જળ તથા જળ સ્રોતોને પારવાર નુકસાન પહોચાડ્યું છે, પરિણામે આજે ઘણી ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી છે. 


પ્રદુષણના પ્રકારો:

પ્રદુષણના મુખ્ય ચાર પ્રકારે છે. જે નીચે પ્રમાણે છે. 

(૧) જળ પ્રદુષણ

(૨) ભૂમિ પ્રદુષણ

(૩) વાયુ પ્રદુષણ

(૪) ધ્વનિ પ્રદૂષણ

આ બધા જ પ્રદુષણ એ માનવની બેદરકારી છે. આ બેદરકારી જ આજે તેની સામે સમસ્યા બનીને ઉભી છે, માટે જ કુદરતી સંપતિનો વિવેકપૂર્વક ઉપયોગ જ તેને હલ અને નિરાકરણ છે. 

જળ પ્રદુષણ:

માનવી દ્વારા પાણીનો બગાડ કરી, પાણીના ગુણધર્મ તથા પાણીની પ્રાપ્યતાને મોટું નુકશાન કર્યુ છે.પાણી આજે પીવાલાયક પણ રહ્યુ નથી. પૃથ્વી સપાટી પર મોટોભાગ પાણી દ્વારા રોકાયેલો છે, પરંતુ આ બધું જ પાણી પીવાલાયક નથી, જેમાંથી મોટાભાગનું પાણી દરિયામાં છે, જે ખારું હોવાથી પીવાલાયક નથી. થોડું પાણી પીવાલાયક છે તેમાંથી ઘણું પાણી ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ માં બરફ સ્વરૂપે છે તથા ઘણું પાણી ભુગર્ભમાં ભૂગર્ભજળ સ્વરૂપે છે.આ પીવાલાયક પાણી પણ માનવ દ્વારા દુષિત કરી પોતાના પગ પર કુહાડી મારી છે. આજે જળ પ્રદુષણથી વાકેફ તમામ લોકો છે, પરંતુ તેને જાળવવું કોઈને ગમતું નથી. 

જળ પ્રદુષણ થવાનાં કારણો:

જળ પ્રદુષણ થવાનાં કારણો ઘણા છે, પરંતુ તેમાંથી મુખ્ય કારણો નીચે પ્રમાણે છે. 

(૧) કારખાનાઓ તથા ફ્ક્ટરીઓના દુષિત પાણી દરિયા, નદી કે તળાવમાંઠાલવવાથી જળ પ્રદુષણ થાય છે. 

(૨) નદીમાં કપડાં ધોવા, કચરો નાંખવાથી તળાવના પાણીનું પ્રદુષણ થાય છે. 

(૩) કેમિકલયુક્ત પાણી દરિયા, નદી કે તળાવમાં નાંખવાથી

(૪) માનવ દ્વારા પાણીનો બગાડ. 

જળ પ્રદુષણ અટકાવવાના ઉપાયો:

જળ પ્રદુષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે. 

(૧) કારખાનાના કે ફ્ક્ટરીઓના દુષિત પાણી નદી, તળાવ કે દરિયામાં નાંખવા ના જોઈએ. 

(૨) કેમિકલ્સયુક્ત પાણીને શુદ્ધ કરી, ફરી ઉપયોગમાં લેવું જોઈએ. 

(૩) પાણીને બગાડ અટકાવવો જોઈએ. 

(૪) પાણીનું પ્રદુષણ ન થાય તે માટે કડક કાયદાઓ બનાવવા જોઈએ તથા કડકાઈથી અમલીકરણ કરાવવું જોઈએ. 

જળ પ્રદુષણની માનવજીવન પર અસરો:

જળ પ્રદુષણની માનવજીવન પર ઘણી અસરો થઈ છે, જે નીચે પ્રમાણે છે. 

(૧) જળ પ્રદુષણથી પીવાલાયક પાણી દુષિત થયું છે. 

(૨) જળ પ્રદુષણથી વિવિધ પ્રકારના રોગો જેવા કે કોલેરા, ઝાડા, ઉલટી, ટાઈફોઈડ જેવા રોગો થાય છે. 

(૩) જળ પ્રદુષણથી માનવના સ્વાસ્થ્ય પર ઘણી ગંભીર અસરો થઈ છે. 

આમ, જળ એ જ જીવન છે, તેને બચાવી તેનું જતન કરીએ. 

FAQs:

જળ પ્રદુષણથી ક્યા ક્યા રોગો થાય છે?

જળ પ્રદુષણથી કોલેરા, ઝાડા, ઉલટી, ટાઈફોઈડ જેવા રોગો થાય છે.

Post a Comment

0 Comments