પ્રાણાયામ કરતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? | What are the things to keep in mind while doing pranayama?

પ્રાણાયામ કરતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? | What are the things to keep in mind while doing pranayama?

પ્રાણાયામ એ શ્વાસોચ્છવાસ સબંધિત યોગનું એક મહત્વનું અંગ છે.પ્રાણાયામના ઘણા પ્રકાર છે.જેવા કે ભ્રષ્તિકા પ્રાણાયામ, કપાલભાતિ પ્રાણાયામ, અનુલોમ-વિલોમ પ્રાણાયામ વગેરે. આ બધા જ પ્રાણાયામના પોતાના અલગ અલગ ફાયદા છે. પ્રાણાયામના મુખ્ય ત્રણ ભાગ છે, જે નીચે પ્રમાણે છે.

પ્રાણાયામના ભાગ:

(૧) રેચક
(૨) પૂરક
(૩) કુંભક

પ્રાણાયામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:

પ્રાણાયામના ફાયદા તો છે જ, પરંતુ પ્રાણાયામ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જે નીચે પ્રમાણે છે.

(૧) પ્રાણાયામ ખુલ્લી અને ચોખ્ખી જગ્યામાં કરવા જોઈએ.

(૨) પ્રાણાયામ ભુખ્યા પેટે એટલે કે જમ્યા પહેલાં જ કરવા જોઈએ.

(૩) ખાલી પેટ પર પ્રાણાયામકરો.તમે પાણી પી શકો છો,પરંતુ તમે પાણી પીધાના 15 મિનિટ પછી જ પ્રાણાયામ કરી શકો છો.

(૪) પ્રાણાયામ સવારમાં જ કરવા જોઈએ, જેથી વધુ ફાયદા મળી શકે.

(૫) પ્રાણાયામ શાંત જગ્યાએ કરવા જોઈએ.

(૬) પ્રાણાયામ પદ્માસન કે સુખાસનમા બેસીને જ કરવા જોઈએ.

(૭) જો પ્રાણાયામનુ પુરતું જ્ઞાન ન હોય તો કોઈ પ્રાણાયામના જાણકાર કે વિશેષજ્ઞની હાજરીમાં કે તેની સલાહ પ્રમાણે કરવા જોઈએ.

(૮) જો કોઈ બિમારી હોય તો ડોક્ટરની સલાહ બાદ જ પ્રાણાયામ કરવા જોઈએ.

(૯) કોઈ પણ રોગ અને સગર્ભા સ્ત્રીઓએ પ્રાણાયામ ન કરવા જોઈએ અથવા ડોક્ટરની સલાહ મુજબ હળવા પ્રાણાયામ કરવા જોઈએ.

(૧૦) જો કોઈ શ્વાસ સબંધિત બિમારી હોય તો કાળજીપૂર્વક કે ડોક્ટરની સલાહ પ્રમાણે પ્રાણાયામ કરવા જોઈએ.

(૧૧) પ્રાણાયામ કરનાર નો આહાર શુદ્ધ અને સાત્ત્વિક હોવા જોઈએ.

(૧૨) શ્વાસની સમસ્યા દરમિયાન ક્યારેય પ્રાણાયામ ન કરવા જોઈએ.

(૧૩) અનુલોમ-વિલોમ પ્રાણાયામ સવારે અથવા તો સુર્યાસ્ત સમયે કરવા જોઈએ. બપોરના સમયે બિલકુલ ન કરવા જોઈએ.

(૧૪) તમે કોઈ ગંભીર રોગથી પીડિત છો,તો પ્રાણાયામ કરતા પેહલા ડોક્ટરની સલાહ જરૂરથી લો.

(૧૫) શારીરિક રીતે નબળા લોકોએ પ્રાણાયામ દરમિયાન ખૂબ શ્વાસ અને શ્વાસ બહાર કાઢવો જોઈએ નહીં.

FAQs:

(૧) શું પ્રેગનેન્ટ મહિલા યોગ કરી શકે?

જવાબ:ડોક્ટરની સલાહ મુજબ હળવા પ્રાણાયામ કરવા જોઈએ.

(૨) પ્રાણાયામ ક્યા આસનમાં કરવા જોઈએ?

જવાબ:પ્રાણાયામ પદ્માસન કે સુખાસનમા બેસીને જ કરવા જોઈએ.

(૩) અનુલોમ-વિલોમ પ્રાણાયામ ક્યારે કરવા જોઈએ?

જવાબ:અનુલોમ-વિલોમ પ્રાણાયામ સવારે અથવા તો સુર્યાસ્ત સમયે કરવા જોઈએ. બપોરના સમયે બિલકુલ ન કરવા જોઈએ.

(૪) પ્રાણાયામ કેવી જગ્યાએ કરવા જોઈએ?

જવાબ: પ્રાણાયામ શાંત જગ્યાએ કરવા જોઈએ.પ્રાણાયામ ખુલ્લી અને ચોખ્ખી જગ્યામાં કરવા જોઈએ.

(૫) ક્યારે પ્રાણાયામ કરવા જોઈએ નહીં?

જવાબ: બિમારી દરમિયાન, શ્વાસની તકલીફ દરમિયાન, પ્રાણાયામનુ પુરતું જ્ઞાન ન હોય ત્યારે પ્રાણાયામ કરવા જોઈએ નહીં.

(૬) પ્રાણાયામ માટે ક્યો સમય ઉત્તમ ગણાય?

જવાબ: સવારનો

(૭) પ્રાણાયામ દરમિયાન પાણી પી શકાય?

જવાબ:ખાલી પેટ પર પ્રાણાયામ કરો.તમે પાણી પી શકો છો,પરંતુ તમે પાણી પીધાના 15 મિનિટ પછી જ પ્રાણાયામ કરી શકો છો.

Post a Comment

0 Comments