ધોરણ ૧૦ પાસ અને ધોરણ ૧૨ પછી શું કરવું? | What to do after passing standard 10 and standard 12? In gujrati
હાલ જ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નું ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયુ છે.કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ ખુબ સફળતાપૂર્વક પરિક્ષા લેવામાં આવી અને ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓએ પરીક્ષા પણ આપી.આ કોરોના મહામારીમાં ક્યારેક શાળાઓ ખુલ્લી ક્યારેક બંધ થઈ તો ક્યારેક ઓનલાઇન શિક્ષણ તો ક્યારેક ઓફલાઇન શિક્ષણ મેળવી વિદ્યાર્થીઓ આ કપરી પરિસ્થિતિમાં પણ પરિક્ષામાં ખુબ સારો એવો દેખાવ કર્યો છે.
ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પાસ કર્યા પછી વાલી તથા વિદ્યાર્થીને હવે પછી શું કરવુ? શું ભણવું? ક્યો કોર્સ કરવો? ક્યો કોર્સ થઈ શકે? ધોરણ ૧૦ પછી તથા ધોરણ ૧૨ પછી ક્યા કોર્સ કરી શકાય છે? તેની થોડી માહિતી આપવાનો નાનો પ્રયાસ કર્યો છે. આશા રાખું કે આ માહિતી વિદ્યાર્થી તથા વાલીઓને ખુબ જ ઉપયોગી થશે.આ માહિતી તમને નિર્ણય લેવામાં ખુબ ઉપયોગી થશે.
ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી ખરેખર શું કરવું? તે પ્રશ્ન વાલીઓને ખુબ જ મુંજવતો પ્રશ્ન છે કારણકે ધોરણ ૧૦ અને ૧૨ પછી જ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી નો સમયગાળો શરૂ થતો હોય છે.હાલ તો ધોરણ ૧૦ માં પણ ગણિતના બે ભાગ પાડેલા છે.એક સ્ટાન્ડર્ડ ગણિત અને બીજું બેઝિક ગણિત. ધોરણ ૧૦ મા પણ તમારા માટે થોડા પસંદગીના વિષયો હોય છે જેમ કે કમ્પ્યુટર, કૃષિ જેવા વિષયો આપણે જાતે પસંદ કરી શકીએ છીએ, પરંતુ ધોરણ ૧૦ પછી વિદ્યાર્થીઓ એ શું કરવું તે તેની પસંદગી તથા રસ પર આધાર રાખે છે.
ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨ પછી શું કરવું તે મોટેભાગે વાલીઓ જ નક્કી કરતાં હોય છે, પરંતુ શું કરવું તે વિદ્યાર્થીના રસ પર આધારિત વિષય છે. જો વિદ્યાર્થીઓ પોતાના રસના ક્ષેત્રમાં તથા આવડતના ક્ષેત્રમાં જાય તો તે ખુબ આગળ વધી શકે છે. જો પોતાના રસના ક્ષેત્રમાં જશે તો તેને આપણે વારંવાર મહેનત કર કે વાંચવા બેસ એવું નહિ કહેવું પડે, તે પોતાની જાતે જ વાંચશે, જાણશે તથા મહેનત કરશે અને તેની મહેનત આખરે રંગ લાવશે.
કોઈપણ ક્ષેત્ર નાનું કે મોટું નથી. દરેક ક્ષેત્ર પોતાના આગવા મહત્વ સાથે અવ્વલ છે, માત્ર જરૂરિયાત છે પોતાના રસના ક્ષેત્રમાં જવાની. દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટેની પુરતી તકો પણ રહેલી છે. આવા સમયે વાલી તરીકે માત્ર આપણી ફરજ છે તેને પોતાના રસના ક્ષેત્રમાં આગળ વધવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું તથા પ્રોત્સાહન પૂરું પાડવી. જો બાળકોને પોતાના રસના ક્ષેત્રમાં આગળ વધવા દેવમાં આવે તો જેમ નદી આગળ વહી પોતનો માર્ગ બનાવે છે તે રીતે વિદ્યાર્થીઓ પણ પોતાનો માર્ગ બનાવી જ લે છે.
વાલી તરીકે આપણી એ પણ ફરજ છે કે બાળકે શું બનવું છે તે આપણે બાળક પર ઠોકી બેસાડીએ છીએ, કદાચ આપણે ઠોકી પણ બેસાડીએ તો તે બની પણ જશે, પરંતુ તે ક્ષેત્રમાં તે આગળ વધી શકશે નહિ અથવા તેમનામાં નિપૂણતા આવશે નહિ, જે સમય વ્યર્થ કરવા સમાન છે.બાળકને આજીવન અફસોસ રહેશે અથવા પોતાના કામથી તેને આત્મસંતોષ થશે નહી. આથી કોઈપણ કોર્સ કરો, પરંતુ બાળકનું રસનું ક્ષેત્ર અવશ્ય જાણો.
આજના સમયમાં ઘણા જ કોર્સ ઓનલાઇન તથા ઓફલાઇન ઉપલબ્ધ છે, તો બાળકોની રસરુસી પ્રમાંણે કોર્સ કરવો ખુબ હિતાવહ છે. અહીં મને મળેલી એક PDF અંહી, મુકી રહ્યો છું જે તમને થોડી મદદ કરશે, તથા અહીં મુકેલ PDF ને આખરી ન ગણતા, વાસ્તવિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરજો.
ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ પછી શું કરવું તેની PDF માટે અંહી ક્લિક કરો
આભાર. best of luck.
0 Comments