વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ/world environment day essay in gujrati

વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ/world environment day essay in gujrati

પર્યાવરણ એટલે શું?


પર્યાવરણ શબ્દ ‘પરી’ અને ‘આવરણ’ એ બે શબ્દોથી બનેલો છે. પરી એટલે ચારે તરફ અને આવરણ એટલે સ્તર, એટલે કે, આપણી આજુબાજુ જે પણ દેખાય છે અથવા તો અદ્રશ્ય છે તે ૫ર્યાવરણ છે.૫ર્યાવરણ એટલે આસપાસનું આવરણ.૫ર્યાવરણ એટલે માનવની આસપાસ રહેલ સામાજિક, આર્થિક, જૈવિક, ભૌતિક અને રાસાયણિક ઘટકો નું માળખું.અંગ્રેજીમાં ૫ર્યાવરણ માટે Environment શબ્દ વ૫રાય છે. જે ફ્રેન્ચ શબ્દ Environner ૫રથી ઉતરી આવ્યો છે. 

પર્યાવરણ દિવસ:

ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણ નો અનોખો મહિમા રહ્યો છે.આપણે પ્રકૃતિના સર્વ તત્વોની પૂજા કરીએ છીએ.ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી વ્યક્તિથી સમષ્ટિ અને જીવથી શિવનો વિચાર થયેલો જ છે.પર્યાવરણની જાળવણી ની રાજ્ય સરકાર અને જનસમુદાય ની સંયુક્ત જવાબદારી છે.પ્રકૃતિ પર્યાવરણના બેફામ ઉપયોગને કારણે પર્યાવરણીય અસમતુલા સર્જાય છે.સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થી ચિંતિત છે.સમગ્ર દેશમાં વિશ્વ ૫ર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારો૫ણનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

પર્યાવરણને સુધારવા માટે 5 જૂનનો દિવસ મહત્ત્વનો માનવામાં આવે છે.વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત 1974થી થઈ હતી.વર્ષોથી આપણી પર્યાવરણીય નીતિમાં પરિવર્તન લાવવા માટે લાખો લોકો તેમાં ભાગ લઈ રહ્યા છે.1974માં પહેલી વાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ કરાઈ હતી અને "એકમાત્ર પૃથ્વી"ના સ્લોગન પર તેને ઉજવવામાં આવ્યો હતો.વર્ષ 2018 માં ૪૫મા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો યજમાન દેશ ભારત હતો.2018 ના વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી ની થીમ ”beat plastic pollution” એટલે કે ”પ્લાસ્ટિક પ્રદૂષણને નાથો” એવી હતી.ઇકોસિસ્ટમ જળવાયુ પરિવર્તન અને વધતા તાપમાનથી પ્રભાવિત થાય છે, તેના કારણે જંગલમાં આગ, પૂર, તોફાન વગેરે આફતો આવવાની શક્યતા રહે છે.હાલમાં વાતાવરણમાં પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણ પર અનેક ગંભીર સંકટ ઉદભવ્યા છે.

પર્યાવરણ પ્રદુષણ:

ભારત અને આપણા ગુજરાતમાં વૈવિધ્યસભર પ્રાકૃતિક સંપદા વિપુલ પ્રમાણમાં આવેલી છે.આજના સ્વાર્થી માણસો પોતાને માટે મોજશોખની વસ્તુઓ મેળવવા પાર્યવરણો નાશ કરે છે.વિકાસની આંઘળી દોટમાં માનવી કુદરતી સં૫તિનું જતન અને સંરક્ષણ કરવાની જવાબદારીમાંથી છટકી ગયો છે.ઘરનું રાચરચીલું બનાવવા તે આડેધડ વૃક્ષો કાપે છે. આમ, માનવી પોતે જ પર્યાવરણની સમતુલાને જોખમમાં મૂકી રહ્યા છે.આજે આધુનિકરણના નામે આપણે જળ, વાયુ, ધરતી અને આકાશ બધુ જ પ્રદૂષિત કરી દીધુ છે.

વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ને સાર્થક બનાવવા માટે આપણે પર્યાવરણ ના જતન અને સંરક્ષણ સારું જનજાગૃતિના કાર્યમાં યોગદાન આપવું આવશ્યક છે.૫ર્યાવરણની સુરક્ષા અંગે લોકજાગૃતિ માટે શેરીનાટક જેવા કાર્યક્રમો યોજાય છે.પર્યાવરણીય સંરક્ષણ એ માત્ર સરકારનું કામ નથી, આ માટે વ્યક્તિ તરીકે આપણું પોતાનું યોગદાન પણ ખૂબ મહત્વનું છે.વિશ્વ ૫ર્યાવરણ દિનની ઉજવણી માટે શાળા કોલોજો ખાતે વિવિઘ કાર્યક્રમો યોજવા તથા ૫ર્યાવરણ જાગૃતિ લાવવા ૫ર વિશેષ ભાર આ૫વામાં આવે છે.વઘુ ૫ડતા વૃક્ષોના નીકંદનના કારણે આજે વરસાદ ૫ણ અનિયમિત થઈ ગયો છે.સ્વચ્છતાનો પર્યાવરણના સંરક્ષણ સાથે ગાઢ સંબંધ છે, તેને બચાવવા માટે પ્રદૂષણ પર પ્રતિબંધ મૂકવો પડશે.

પર્યાવરણના ઘટકો:

૫ર્યાવરણના મુખ્ય ત્રણ ઘટકો છે.
(૧) જલાવરણ 
(૨) મૃદાવરણ અને 
(૩) વાતાવરણ.

પર્યાવરણ દિવસ નિમિત્તે લખી શકાય તથા બોલી શકાય તેવા સુત્રો:

(૧) વૃક્ષો વાવો, હરિયાળી લાવો.

(૨) વૃક્ષો વાવો, વરસાદ લાવો.

(૩) વૃક્ષો વાવો, પર્યાવરણને બચાવો, વિશ્વને બચાવો.

(૪) પર્યાવરણની સુંદરતા બચાવવી એ આપણી ફરજ છે.

(૫) પર્યાવરણ બચાવો, જીવનને સ્થિર બનાવો.

(૬) પર્યાવરણનું સન્માન કરો, પ્રદૂષણ અને ગંદકી ફેલાવીને તેનું અપમાન ન કરો.

(૭)પર્યાવરણ બચાવો, ૫ર્યાવરણ આ૫ણને બચાવશે

(૮) છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં ૫રમેશ્વરનો વાસ હોય છે.

(૯) વન્ય પ્રાણી ૫ર્યાવરણનું ઘરેણું છે.

(૧૦) ઓઝોનમાં ૫ડયા ગાબડા, દાઝી ગયા ગામડા.

(૧૧) ૫ર્યાવરણ દુરસ્ત તો આ૫ણે તંદુરસ્ત.

પર્યાવરણ બચાવવાના ઉપાયો:

(૧) વધુ વૃક્ષો વાવો.

(૨) સ્વચ્છતા  જાળવો.

(૩) પ્રદુષણ દુર કરવું

(૪) જંગલોનું જતન કરવું.

(૫) જંગલો અને વૃક્ષો કાપવા અંગેના નિયમો કડક બનાવો.

(૬) પર્યાવરણ અંગે લોકજાગૃતિ લાવવી.

(૭) કુદરતી સંસાઘનો વિવેકપૂર્ણ ઉ૫યોગ કરીએ.

(૮) વિજળી, પાણી વિગેરેનો જરૂરીયાત મુજબ જ ઉ૫યોગ કરીએ.

(૯) વૃક્ષારો૫ણ કરીએ.

(૧૦) સુવિધાઓ માટે જો એક વૃક્ષ કાપીશ, તો એની સામે પાંચ નવા વૃક્ષ વાવીશ.

FAQs:

વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

દર વર્ષે ૫ જૂનના રોજ

પહેલા વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો?

ઈ.સ. 1974 માં

વિશ્વ પર્યાવરણ દિવસ-2018 ની થીમ શું હતી?

”beat plastic pollution” એટલે કે ”પ્લાસ્ટિક પ્રદૂષણને નાથો”

Post a Comment

0 Comments