World food safety day essay in gujrati/વિશ્વ ખાધ્ય સુરક્ષા દિવસ નિબંધ
વિશ્વ ખાધ્ય સુરક્ષા દિવસ
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો ઈતિહાસ
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસને મનાવવાની જાહેરાત ડિસેમ્બર 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ખાદ્ય અને કૃષિ સંગઠનના સહયોગથી કરવામાં આવી હતી.વર્લ્ડ ફૂડ સેફટી ડેની ઉજવણી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અને ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) આ ક્ષેત્રને લગતી અન્ય સંસ્થાઓના સહયોગથી કરે છે.વિશ્વ સ્વાસ્થ્ય સભાએ વિશ્વમાં અયોગ્ય આહાર દ્વારા થતી બીમારીઓની સમસ્યાઓને ઓછી કરવા માટે ખાદ્ય સુરક્ષાની દિશામાં પ્રયત્નોને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે.દર વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે એક થીમ પસંદ કરવામાં આવે છે.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની થીમ: વર્ષ પ્રમાણે
2021ની થીમ:
'સ્વસ્થ કાલ માટે આજનું સુરક્ષિત ભોજન.' ('Safe food today for a healthy tomorrow').
2022 ની થીમ:
સલામત ખોરાક વધુ સારું આરોગ્ય
('Safer food, better health')
ભારતમા ખાદ્ય સુરક્ષા:
ભારતમાં ખાદ્ય સુરક્ષા બાબતમાં ગુણવત્તાયુક્ત તથા પોષણક્ષમ આહારની ઉપલબ્ધતા કરાવવા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSAI) ની સ્થાપના કરવામાં આવી છે.જે ખોરાકની ગુણવત્તા તથા તેની દેખરેખનું કામ કરે છે.આ ઉપરાંત રાજ્યોમાં ખોરાકની ગુણવત્તા તથા પોષણક્ષમ આહાર માટે રાજ્ય ખાદ્ય સુરક્ષા ઈન્ડેક્સ (SFSI- State food safety index)વિકસિત કરવામાં આવ્યો છે.
સ્વસ્થ ખોરાકનું મહત્વ:
આજે ખોરાક બાબતે જાગૃતિ આવતી જાય છે, પરંતુ હજુ પણ આ ક્ષેત્રમાં ઘણું કામ કરવાનું બાકી છે, કેમકે આજે દુષિત ખોરાકને કારણે લોકો ઘણા રોગોના ભોગ બને છે.આવા ખોરાક લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે.ઘણીવાર જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.
આજના આધુનિક યુગમાં જંકફૂડ, સ્ટ્રીટફુડ, પેકિંગ ફૂડ વગેરે ભરપૂર માત્રામાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે ત્યારે આ તમામ ફૂડની ગુણવત્તાની દેખરેખ ખુબ જરૂરી બની જાય છે.
આજના સમયમાં વધતી જતી વસ્તીનો ગુણવત્તાસભર તથા પોષણયુક્ત ખોરાક પુરો પાડવો પણ એક મોટી સમસ્યા છે.આવા સમયમાં લાલચુ લોકો ખોરાક ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર છેડા કરે છે.
બને ત્યાં સુધી ઘરે સારી રીતે બનાવેલા આહારને જ ખોરાકમાં પ્રાધાન્ય આપવું જોઈએ. આજે દિવસને દિવસે બહાર હોટલો તથા રસ્તા પર મળતા ખોરાક લેવાનો ટ્રેન્ડ વધતો જાય છે જેના પરિણામે આજે શરીરનું જરૂર કરતાં વધુ વજન અથવા તો જરૂર કરતાં ઓછા વજનવાળા લોકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે.
આહાર સંબંધિત કેટલીક ટેવો પણ સુધારવી જરૂરી છે જેમકે જમતા પહેલા હાથ ધોવા, તાજો ખોરાક જ લેવો, વાસી ખોરાક કે ફુગવાળો ખોરાક ન ખાવો જોઈએ.
નિયમિત પૌષ્ટિક આહાર લો, નિયમિત કસરત કરો, સ્વસ્થ રહો.
FAQs:
વિશ્વ ખાધ્ય સુરક્ષા દિવસ ક્યારેય ઉજવવામાં આવે છે?
દર વર્ષે ૭ જૂનના દિવસે
વિશ્વ ખાધ્ય સુરક્ષા દિવસ-2022 ની થીમ શું હતી?
'Safer food, better health'
0 Comments