world oceans day essay in gujrati/વિશ્વ મહાસાગર દિવસ નિબંધ
વિશ્વ મહાસાગર દિવસ:
વિશ્વ મહાસાગર દિવસ(world oceans day)નો ઈતિહાસ:
વર્ષ ઈ.સ.૧૯૯૨ માં કેનેડાની સરકારે પૃથ્વી સંમેલન દરમિયાન રીયો ડી જાનેરોમાં વિશ્વ મહાસાગર દિવસ ઉજવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈ.સ.૨૦૦૮ માં ૮ જૂનનો દિવસ વિશ્વ મહાસાગર દિવસ(world oceans day) તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મંજૂર થયો.ત્યારથી ૮ જૂનના રોજ દર વર્ષે વિશ્વ મહાસાગર દિવસ(world oceans day) ઉજવવામાં આવે છે.
વિશ્વ મહાસાગર દિવસ(world oceans day)ઉજવવાનો હેતુ:
આજે માનવીએ વિકાસની આંધળી દોટમાં પર્યાવરણ તેમજ કુદરતી સંપત્તિને મોટું નુકશાન પહોંચાડ્યું છે.માનવે સમુદ્રમાં મીઠું પાણી તથા પીવાલાયક પાણી ન હોવા છતાં સમુદ્રને દુષિત કરવામાં કંઈ બાકી રાખ્યું નથી.સમુદ્રનો માનવજીવન પર ખુબ મોટો પ્રભાવ છે. સમુદ્રમાં પ્રદુષણને લીધે દરિયાઈ સૃષ્ટિ પર મોટો પ્રભાવ પડયો છે, જેને લીધે દરિયાઈ જૈવવિવિધતા પર મોટી અસર પડી છે, જેનાથી માનવજીવન ખુબ પ્રભાવિત થયું છે.
સમુદ્ર પ્રત્યે જાગૃતતા ફેલાય, સમુદ્રનાં પ્રદુષણમાં ઘટાડો થાય, સમુદ્રની ઉપયોગીતા સમજે જેવા ઘણા ઉદેશ્યો પાર પાડવા માટે વિશ્વ મહાસાગર દિવસ (world oceans day) ઉજવવામાં આવે છે.
વિશ્વ મહાસાગર દિવસ(world oceans day) ની થીમ-વર્ષ પ્રમાણે:
2020 ના વર્ષની થીમ:
"ઇનોવેશન ફોર સસ્ટેનેબલ ઓસન" (Innovation for a Sustainable Ocean)
2021 ના વર્ષની થીમ:
મહાસાગર: જીવન અને આજીવિકા ("The Ocean: Life and Livelihoods")
2022 ના વર્ષની થીમ:
પુનરુત્થાન: મહાસાગર માટે સામૂહિક પગલું("revitalization:collective action for the ocean")
મહાસાગરના ફાયદા:
મહાસાગર આપણાં માટે ખૂબ જ ઉપયોગી છે, જેના ફાયદા નીચે પ્રમાણે છે.
(૧) મહાસાગરો દરિયાઈ માર્ગે પરિવહન તથા માલસામાન માટે જળમાર્ગ પુરો પાડે છે.જે અન્ય માર્ગ કરતા સસ્તો છે.મોટાભાગના માલસામાનની હેરફેર દરિયાઈ માર્ગે થાય છે.
(૨) મહાસાગર ખનીજના ભંડાર છે, જેમાંથી પેટ્રોલ, ડિઝલ, ગેસ વગેરે મોટી માત્રામાં મળી આવે છે.
(૩) મીઠું એ આપણી દરરોજની જીવન જરૂરિયાતની વસ્તુ છે, જે દરિયાના ખારા પાણીમાંથી બનાવવામાં આવે છે.
(૪) દુનિયાના પ૦% માણસોને માછલી તથા અન્ય દરિયાઈ જીવોથી ખોરાક પુરો પાડે છે. માછલી ઉપરાંત દરિયાઈ સેવાળ તથા દરિયાઈ વનસ્પતિનો પણ ખોરાક તરીકે ઉપયોગ શરૂ કર્યો છે.
(૫) મહાસાગરો વરસાદ લાવવા માટે ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. મહાસાગર પરથી આવતા ભેજવાળા પવનો વરસાદ લાવે છે. આ ઉપરાંત દરિયાનાં પાણીનું બાષ્પીભવન થતા વરસાદમાં મહત્વનો ભાગ ભજવે છે.
(૬) મહાસાગર ગરમીથી રાહત આપે છે.મહાસાગર પરથી આવતા પવનો ભેજવાળા તથા ઠંડા હોવાથી દરિયા કિનારે ગરમી લાગતી નથી.
(૭) દરિયા કિનારાના બિચ પર્યટન સ્થળો તરીકે વિકાસ પામ્યા છે, જેથી ટુરીઝમ વિભાગને મોટા લાભ થયો તથા દરિયા કિનારે રોજગારીની નવી તકો ઉભી થઈ, ઉપરાંત હોટલ જેવા વ્યવસાયનો વિકાસ થયો.
(૮) મહાસાગરો વાયુચક્રમાં પણ મહત્વનો ભાગ ભજવે છે, તે હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી પ્રદુષણ ઘટાડે છે.
(૯) મહાસાગરને કારણે બંદર ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે તેથી દરિયા કિનારે બંદરોનો વિકાસ થયો છે. બંદરોના વિકાસના કારણે નવી રોજગારી ની તકોનું સર્જન થયું છે. દરિયા કિનારે વહાણ, સ્ટીમરો બાંધવાના તથા જહાજ ભાંગવાના ઉદ્યોગનો વિકાસ થયો છે.ભાવનગર નજીક આવેલું અલંગ જે જહાજ ભાંગવા માટે પુરા વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે.
મહાસાગરમાં પ્રદુષણ થવાના કારણો:
મહાસાગરમાં પ્રદુષણ અટકાવવું માનવજાત તથા સજીવસૃષ્ટિ માટે ખુબ જ જરૂરી છે. મહાસાગરમાં પ્રદુષણ થવાના કારણો નીચે પ્રમાણે છે.
(૧) દરિયા કિનારે જે ઉદ્યોગો વિકસ્યા છે, જે દુષિત પાણી દરિયામાં ઠાલવે છે, જેથી દરિયાનું પાણી દુષિત થાય છે.
(૨) દરિયાઈ માર્ગે જળ પરિવહન થાય છે, ત્યારે જહાજોના ઓઈલ દરિયામાં ભળે છે, જેથી મહાસાગરમાં પ્રદુષણ ફેલાય છે.
(૩) સમુદ્ર ખનિજ નો ભંડાર છે, તેથી દરિયામાંથી ખનીજ મેળવવા માટે ક્ષારકામ કરવામાં આવે છે, જેનાથી મહાસાગરના પાણી દુષિત થાય છે.
(૪) દરિયા કિનારે પર્યટન સ્થળો આવેલા છે, જેથી માનવ દ્વારા દરિયા કિનારે ગંદકી કરવામાં આવે છે, જેથી દરિયા કિનારા દુષિત થયાં છે.
(૫) દરિયા કિનારે પ્લાસ્ટિક કચરો નાખવાથી દરિયા કિનારા પ્રદુષિત થયા છે.
(૬) દરિયામાં અણુ તથા પરમાણુ તથા મિસાઈલના પરિક્ષણ પણ કરવામાં આવે છે, જે દરિયાનાં પાણીને દુષિત કરે છે.
દરિયાઈ પ્રદુષણની ખરાબ અસરો:
દરિયામાં પ્રદુષણ ફેલાવાથી તેની ઘણી ખરાબ અસરો જોવા મળે છે, જે નીચે પ્રમાણે છે.
(૧) દરિયામાં ઓઈલ ઢોળાવાથી દરિયાઈ જીવસૃષ્ટિ જોખમમાં મુકાઈ છે.
(૨) દરિયામાં ઓઈલ ઢોળાવાથી તેનુ સમુદ્ર સપાટી પર સ્તર જામી જાય છે, જેથી સમુદ્રીજીવોને પુરતો પ્રકાશ તથા ઓક્સિજન મળતો નથી. આથી દરિયાઈ જીવો પોતાના જીવ ગુમાવે છે.
(૩) દરિયામાં પ્રદુષણને કારણે ઘણા સમુદ્રી જીવો લુપ્ત થયા તો ઘણા લુપ્ત થવાને આરે છે.
દરિયાઈ પ્રદુષણ અટકાવવાના ઉપાય:
(૧) ઉદ્યોગો દરિયા કિનારાથી દુર સ્થાપવા
(૨) ઉદ્યોગોનુ દુષિત પાણી દરિયામાં ના ઠાલવવુ
(૩) દરિયાઈ જીવોનું રક્ષણ કરવું
(૪) દરિયા કિનારે સ્વચ્છતા જાળવવી
(૫) દરિયા કિનારે પ્લાસ્ટિક કચરો ન નાખવો.
(૬) દરિયામા પ્રદુષણ ના ફેલાય તે માટે કડક કાયદાઓ બનાવી કડકાઈથી અમલવારી કરાવવી.
(૭) લુપ્ત તથા લુપ્ત થવાને આરે આવેલા સમુદ્રી જીવોનું સંરક્ષણ તથા સંવર્ધન કરવું. આવા દરિયાઈ જીવોના શિકાર પર પ્રતિબંધ મૂકી કડક હાથે કાયદાની અમલવારી કરાવવી.
(૮) દરિયામાં ઓઈલ ના ઢોળાઈ તેની તકેદારી રાખવી.
આમ, મહાસાગરો મહાન દિલ રાખી આપણાં પર મોટો ઉપકાર કર્યો છે જે ક્યારેય ભુલવો ના જોઈએ.
FAQs:
વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
૮ જૂનના દિવસે
વિશ્વ મહાસાગર દિવસ-2022 ની થીમ શું હતી?
"revitalization:collective action for the ocean"
0 Comments