વિશ્વ યોગ દિવસ | world yoga day

વિશ્વ યોગ દિવસ | world yoga day

યોગ મનને સ્થિર રાખવા માટેનું ઉત્તમ સાધન છે.વાસ્તવમાં યોગ એ મનોવિજ્ઞાન છે.સમસ્ત વિશ્વમાં લાખો લોકોને યોગાભ્યાસ દ્વારા લાભ થયો છે.પ્રાચીન સમયથી આજ સુધી વિખ્યાત યોગ ગુરુઓના ઉપદેશો દ્વારા યોગનો તમામ વિશ્વમાં ફેલાવો થયો છે.યોગ એક પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમુલ્ય ભેટ છે.હતો.યોગ શબ્દ સંસ્કૃત ભાષાના ”યુઝ” ઘાતુ ૫રથી બનેલો છે.જેનો શાબ્દિક અર્થ  જોડવુ,મિલન કરવુ કે મેળા૫ કરવો એવો થાય છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર 21 જૂને ઉજવવામાં આવે છે. તે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો.

યોગ એટલે શું?

યોગ કર્મશુ કૌશલમ અર્થાત કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવી એનું નામ યોગ- શ્રી કૃષ્ણ ભગવાન

યોગચિતવૃત્તિનિરોઘ અર્થાત યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોઘ.- યોગસૂત્રના રચનાકાર મહર્ષિ ૫તંજલી

સંયોગો યોગ ઇત્યુકતો જીવાત્મા-૫રમાતમ્યો અર્થાત જીવાત્મા અને ૫રમાત્માનો સંયોગ એટલે યોગ - મહર્ષિ યાજ્ઞવલ્ક્ય

દિવ્યતાને પ્રગટ કરે તે યોગ.- સ્વામી વિવેકાનંદે

વિશ્વ યોગ દિવસનો ઈતિહાસ:

૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના દિવસે સંયુક્ત રાષ્ટ્રની ૬૯મી સામાન્ય સભાને સંબોધન કરતા સમયેએ ભારતના માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિનંતી કરી હતી.૧૧ ડિસેમ્બર ૨૦૧૪ ના રોજ ૧૯૩ સદસ્યો વાળી સંયુક્ત રાષ્ટ્રીય સંઘ સામાન્ય સભાએ આ દરખાસ્તને સર્વ સંમતિ દ્વારા ૧૭૭ અપૂર્વ સહપ્રયોજક દેશો સાથે મંજૂર કરી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો.નરેન્દ્ર મોદીની દરખાસ્તને , 90 દિવસની અંદર સંપૂર્ણ બહુમતિ દ્વારા પસાર કરવામાં આવ્યું  જે યુનાઇટેડ નેશન્સમાં કોઈ દિવસ પ્રસ્તાવ માટે સૌથી ઓછું સમય છે.

પ્રથમ વિશ્વ યોગ દિવસની ઉજવણી:

21 જૂન, 2015 ના રોજ નવી દિલ્હીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ માટે 35 મિનિટ 21 યોગ મુદ્રાઓ માં 36,000 લોકો, નરેન્દ્ર મોદી અને મહાનુભાવોની સહિત ભારતના વડાપ્રધાન યોગાસનનો પ્રદર્શન કર્યું હતું.

યોગનાં અંગો:

મહર્ષિ પતંજલિ એ યોગનાં આઠ અંગોનું વર્ણન યોગસૂત્રમા કર્યું છે.જે આંઠ અંગો નીચે પ્રમાણે છે.

(૧) યમ:

(૧)અહિંસા (૨)સત્ય (૩)અસ્તેય (૪)બ્રહમચર્ય (૫) અ૫રિગ્રહ આ પાંચને ‘યમ’ કહે છે.

(૨) નિયમ:

(૧)શોચ (૨) સંતોષ (૩)ત૫ (૪)સ્વાઘ્યાય (૫) ઇશ્વરપ્રણિધાન આ પાંચને ‘નિયમ’ કહે છે.

(૩) આસન:

સ્થિરસુખમાસનમ અર્થાત શરીરને સ્થિર અને સુખપૂર્વક રાખવાની સ્થિતિ એટલે આસન.

(૪) પ્રાણાયામ:

तस्मिन् सतिश्वासप्रश्वासयोर्गत विच्छेदः प्राणायामः - મહર્ષિ પતંજલિ
(તેમાં (આસનમાં) સ્થિર થઈને શ્વાસ-પ્રશ્વાસ ની ગતિ માં વિચ્છેદ એટલે પ્રાણાયામ.)

(૫) પ્રત્યાહાર:

બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાંથી પાછી હટી ને ચિત્ત સ્વરૂપ આકાર ધારણ કરે અથવા અંતર્મુખ થાય તે પ્રત્યાહાર.- મહર્ષિ પતંજલિ

(૬) ધ્યાન:

तत्र प्रत्येकतानता घ्यानम् || - મહર્ષિ પતંજલિ
(ધારણા ના વિષયમાં ચિત્ત વૃત્તિઓ એકાગ્રતા એટલે ધ્યાન.)

(૭) ધારણા:

देशबन्धश्चितस्य घारणा ।। - મહર્ષિ પતંજલિ
(ધારણા એટલે ચિત્તનું કોઈ એક નિશ્ચિત વિષય પર એકાગ્રતા)

(૮) સમાધિ:

तदुवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ।।મહર્ષિ પતંજલિ

ધ્યાતા, ધ્યાન અને ધ્યેય જ્યારે એક થઈ જાય ત્યારે એકતાની એ અવસ્થાને સમાધિ કહેવાય છે.

આ આંઠ અંગોને પણ બે વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે. જે નીચે પ્રમાણે છે.

યોગના આંઠ અંગોનું વિભાજન:

(૧) બહિરંગ:

યમ, નિયમ, આસાન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. આ પાંચ અંગોને બહિરંગ કહે છે.

(૨) અંતરંગ:

ધ્યાન, ધારણા અને સમાધિ. આ ત્રણ અંગોને અંતરંગ કહે છે.

વિશ્વ યોગ દિવસની થીમ: (વર્ષ પ્રમાણે)

(૧) 2021 વિશ્વ યોગ દિવસની થીમ:

        યોગા ફોર વેલ-બિઇંગ એટલે કે કુશળતા માટે યોગ.

(૨) 2022 વિશ્વ યોગ દિવસની થીમ:

        માનવતા માટે યોગ

FAQs:

યોગ નો અર્થ શું થાય છે?

જવાબ: યોગ શબ્દ સંસ્કૃત ભાષાના ”યુઝ” ઘાતુ ૫રથી બનેલો છે.જેનો શાબ્દિક અર્થ જોડવુ,મિલન કરવુ કે મેળા૫ કરવો એવો થાય છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય છે?

દર વર્ષે ૨૧ જૂન ના દિવસે

વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે?

દર વર્ષે ૨૧ જૂન ના દિવસે

ભારતમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી ક્યારે અને ક્યાં થઈ હતી?

21 જૂન, 2015 ના રોજ નવી દિલ્હીમાં

યોગના અંગો કેટલા છે?

યોગના આંઠ અંગો છે.

યોગના અંગો ક્યા ક્યા છે?

યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ.

યોગના આંઠ અંગોનું કેટલા અને ક્યા વિભાગમાં વિભાજન કર્યુ છે?

યોગના આંઠ અંગોનું બે વિભાગમાં વિભાજન કર્યું છે. એક અંતરંગ યોગ અને બીજો બહિરંગ યોગ.

યોગના ક્યા અંગોને બહિરંગ કહે છે?

યમ, નિયમ, આસાન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. આ પાંચ અંગોને બહિરંગ કહે છે.

યોગના ક્યા અંગોને અંતરંગ કહે છે?

ધ્યાન, ધારણા અને સમાધિ. આ ત્રણ અંગોને અંતરંગ કહે છે.

યોગમાં યમ માં કોનો સમાવેશ થાય છે?

(૧)અહિંસા (૨)સત્ય (૩)અસ્તેય (૪)બ્રહમચર્ય (૫) અ૫રિગ્રહ આ પાંચને ‘યમ’ કહે છે.

યોગમાં નિયમ માં કોનો સમાવેશ થાય છે?

(૧)શોચ (૨) સંતોષ (૩)ત૫ (૪)સ્વાઘ્યાય (૫) ઇશ્વરપ્રણિધાન આ પાંચને ‘નિયમ’ કહે છે.

ધ્યાન કોને કહેવાય છે?

ધારણા ના વિષયમાં ચિત્ત વૃત્તિઓ એકાગ્રતા એટલે ધ્યાન.

પ્રત્યાહાર કોને કહે છે?

બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાંથી પાછી હટી ને ચિત્ત સ્વરૂપ આકાર ધારણ કરે અથવા અંતર્મુખ થાય તે પ્રત્યાહાર.

સમાધિ કોને કહે છે?

ધ્યાતા, ધ્યાન અને ધ્યેય જ્યારે એક થઈ જાય ત્યારે એકતાની એ અવસ્થાને સમાધિ કહેવાય છે.

પ્રાણાયામ કોને કહે છે?

આસનમાં સ્થિર થઈને શ્વાસ-પ્રશ્વાસની ગતિ માં વિચ્છેદ એટલે પ્રાણાયામ.

2021 ના વિશ્વ યોગની થીમ શું હતી?

યોગા ફોર વેલ-બિઇંગ એટલે કે કુશળતા માટે યોગ.

2022 ના વિશ્વ યોગ દિવસની થીમ શું હતી?

માનવતા માટે યોગ

Post a Comment

0 Comments