મોબાઈલ ના લાભાલાભ નિબંધ/mobile na labhalabh essay in gujrati
વિદ્યાર્થીઓ મોબાઇલ ફોનની મદદથી પોતાને સુધારી શકે છે, અથવા તે જ મોબાઇલ ફોનથી તેમનું જીવન બગાડી શકે છે.વર્તમાન વિશ્વમાં, મોબાઈલ ફોન ખરેખર દરેકના જીવન માટે જરૂરી છે. પરંતુ, આનો અર્થ એ નથી કે તમે મોબાઇલ ફોન વિના જીવન જીવી શકતા નથી.મોબાઈલથી વાતચીત સિવાયના ઘણા ઉપયોગી કામો કરી શકાય છે પણ આપણે સાચી સમજણના અભાવે બિનઉપયોગી કામ વધારે કરી રહ્યા છીએ.આજે મોબાઇલ માત્ર કોલ કરવા કે પ્રાપ્ત કરવા પુરતો જ સીમીત નથી રહયો ૫રંતુ સામાન્ય માણસથી માંડી બિજનેસમેન માટેનું એક અગત્યનું સાધન બની ગયો છે.
મોબાઇલ ફોનના લાભ:
(૧) આપણે દુનિયા ના કોઈપણ ખૂણેથી ગમે તેનો સંપર્ક કરી શકીએ છીએ
(૨) મોબાઈલમાં વાત કરવી સસ્તી થઇ ગઈ છે.
(૩) આજે મોબાઇલ ફોન નાના મોટા ઘણા કામો ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ કરી કમ્પ્યુટર ની ગરજ સારે છે.
(૪) કોઈપણ કટોકટી માટે મોબાઈલ ફોન એ એક શ્રેષ્ઠ સોલ્યુશન છે.
(૫) જરૂર પડે ત્યારે કોઈની સાથે સંપર્ક કરવો સરળ છે.
(૬) સમગ્ર પુસ્તકાલય મોબાઇલ ફોન તરીકે વિદ્યાર્થીના ખિસ્સામાં છે.
(૭) તમારા સ્માર્ટફોનના માધ્યમથી તમે ગૂગલ, યુટ્યુબ અને વિકિપીડિયા ખોલી શકો છો.
(૮) જો કોઈ અકસ્માત થાય, તો લોકો ઘાયલોને બચાવવા માટે તરત જ એમ્બ્યુલન્સને મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરી શકે છે.
(૯) મોબાઈલ ફોન દ્વારા વિકાસશીલ દેશો અને વિકસિત દેશો વચ્ચે વાતચીત ખૂબ જ સરળ બની ગઈ છે.
(૧૦) ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે મોબાઇલ ફોન હાથવગું સાધન છે.
(૧૧) ઓનલાઇન ખરીદી માટે.
(૧૨) ટીકીટ બુકિંગ-કેન્સલ કરવા માટે.
(૧૩) ઓનલાઇન બેન્કિંગ સેવાઓ માટે જેવી કે બેલેન્સ ચેક, ઓનલાઇન મની ટ્રાન્સફર, મીની સ્ટેટમેન્ટ, ઓનલાઇન વિમા પોલીસી વગેરે
(૧૪) ગુગલ મેપનો ઉપયોગ કરી અજાણ્યા સ્થળ પર પણ સરળતાથી જઈ શકીએ છીએ.
(૧૫) ઓફિસ તથા કંપનીના કામ ઘરે બેઠા જ મોબાઇલ ફોન ની મદદથી કરી શકીએ છીએ.
(૧૬) મિત્રો સાથે જોડાવા તેમજ તેમના વ્યવસાયનું સંચાલન કરવા માટે તેમના મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે.
મોબાઇલ ફોનના ગેરફાયદા:
(૧) વધુ પડતો ઉપયોગ સમય બરબાદ કરે છે.
(૨) વધુ પડતો ઉપયોગ આંખોને નુકસાન કરે છે.
(૩) મોબાઇલ ફોનના ટાવરની પક્ષીઓ પર ખુબ જ ખરાબ અસર થઈ છે.
(૪) મોબાઇલ ફોનના અયોગ્ય ઉપયોગથી ઘણી માનસિક બિમારીઓ ઉદ્ભવી છે.
(૫) મોબાઇલ ફોન એક સ્ટેટસના રૂપે જોવામાં આવે છે આથી મોંઘા મોબાઇલ ફોન ખિસ્સા માટે ભારરૂપ બની ગયાં છે.
(૬) આજે મોબાઇલ ફોન પર એક ક્લિક પર ઘણી માહિતી મળે છે જેથી ઘણીવાર તેનો અયોગ્ય ઉપયોગ બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ શકે છે.
(૭) આજે મોબાઇલ ફોનના ઉપયોગને કારણે ઓનલાઇન ફ્રોડના કિસ્સા વધી ગયા છે.
(૮) મોબાઇલ ફોનના કારણે પરિવાર અને મિત્રો સાથે વિતાવતો સમય ઓછો થયો છે.
(૯) પર્યાવરણને પણ ગંભીર નુકશાન પહોચી રહ્યું છે જે લીમડાની મીઠી ડાળની છાંયડી આપણને મળતી તેની જગ્યાએ આપણને હવે મોબાઈલનાં તરંગો મળે છે.
(૧૦) ચાલુ વાહને મોબાઈલ કે કાનમાં હેન્ડ્સ ફ્રી લગાડી વાતો કરવાથી કે મ્યુઝીક સાંભળવાથી અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે.
0 Comments