મારુ પ્રિય પ્રાણી ગાય નિબંધ/ my favourite animal cow essay in gujrati
મારું પ્રિય પ્રાણી ગાય || મારું પ્રિય પ્રાણી ગાય નિબંધ || મારું પ્રિય પ્રાણી ગાય વિશે નિબંધ|| મારું પ્રિય પ્રાણી ગાય નો નિબંધ|| મારું પ્રિય પ્રાણી ગાય નિબંધ ગુજરાતી ભાષામાં||મારું પ્રિય પ્રાણી ગાય નો નિબંધ ગુજરાતી ભાષામાં|| ગાય નો નિબંધ|| ગાય વિશે નિબંધ|| ગાય વિશે ગુજરાતી નિબંધ|| ગાય નો ગુજરાતી નિબંધ|| ગાય વિશે ગુજરાતી ભાષામાં નિબંધ||ગાય નો ગુજરાતી ભાષામાં નિબંધ|| ગૌમાતા વિશે નિબંધ||ગૌમાતા નો નિબંધ||ગૌમાતા વિશે ગુજરાતી નિબંધ||ગૌમાતા નો ગુજરાતી નિબંધ||ગૌમાતા વિશે ગુજરાતી ભાષામાં નિબંધ||ગૌમાતા નો ગુજરાતી ભાષામાં નિબંધ|| gay vishe nibandh||gaay no nibandh|| gaay vishe nibandh||gaay vishe nibandh gujrati bhashama||gaay no nibandh gujrati bhashama|| maru priy prani gaay || maru priy prani gaay vishe nibandh|| maru priy prani gaay no nibandh ||maru priy prani gaay vishe gujarati nibandh|| maru priy prani gaay no gujarati nibandh||maru priy prani gaay vishe gujarati bhashama nibandh|| maru priy prani gaay no gujarati bhashama nibandh|| gaay essay in gujarati language|| my favorite animal cow||my favorite animal essay in gujarati language||my favorite animal cow essay in gujarati|| essay about cow in gujarati language||information about cow ||ગાય વિશે માહિતી || gaay vishe mahiti
આપણા દેશમાં ઘણા પ્રાણીઓ પાળવામાં આવે છે જેવા કે ગાય, ભેંસ, બળદ, બકરાં, ઘેટાં, ઊટ, ગધેડાં, ઘોડા, કુતરા વગેરે.કેટલાક પ્રાણીઓ ભારવહન માટે ઉપયોગી છે તો કેટલાક દુધ ઉત્પાદન માટે. ગાય એ દુધ ઉત્પાદન માટે ખુબ ઉપયોગી છે. ભારતમાં ગાયો ખુબ મોટા પ્રમાણમાં પાળવામાં આવે છે.
ગાયનું પ્રાચીન સમયથી આપણાં દેશમાં ખુબ જ મહત્વ છે. પ્રાચીન સમયમા ગાયને જ ધન ગણવામાં આવતું.જેને ગૌધન કહેવાતુ.જેની પાસે ગાયો વધુ તેને ધનવાન ગણવામાં આવતાં.આપણા હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે ઓળખવામાં આવે છે.ગાયની પુજા પણ કરવામાં આવે છે.ગાયની રક્ષા કરવામાં પોતાની પ્રાણની આહુતિ આપ્યાના કિસ્સા પણ આપણા ઈતિહાસમાં જોવા મળે છે.ભગવાન કૃષ્ણ એ પણ ગાયો ચારી ગોવાળ તરીકે ઓળખાયા હતા. હિન્દુ શાસ્ત્રો અનુસાર ગાયમા ૩૩ કરોડ દેવોનો વાસ હોય છે, આથી ગાય એ હિન્દુ ધર્મમાં પુજનીય છે.
ગાયની શારીરિક ઓળખમાં ગાયને ચાર પગ, એક પુંછડી, બે કાન, બે આંખો, બે શિંગડા, ચાર આંચળ હોય છે. ગાય કાળી, ધોળી, રાતા વગેરે રંગમાં જોવા મળે છે.ગાય પર રંગ અનુસાર મુલાયમ રુંવાટીવાળી ચામડી હોય છે.ગાયોમા પણ ઘણી ઔલાદ જોવા મળે છે, જેમકે ગીર ગાય,દેશી ગાય, ઝરશી ગાય વગેરે.જેમાં ગીર ગાય વિશેષ મહત્વ ધરાવે છે.ગાય શિંગડાનો ઉપયોગ પોતાના રક્ષણ માટે કરે છે તથા પુંછડી નો ઉપયોગ પોતાના શરીર પરથી માંખી તથા જીવડાં ઉડાડવા માટે કરે છે. ગાયના ચારેય પગમાં મજબૂત ખરી હોય છે. ગાયના બચ્ચાં નો વાછરડું કહેવાય છે.
ગાય દુધાળ પ્રાણી છે. ગાયનું દુધ પચવામાં ખુબ જ ઉત્તમ છે. ગાયનું દુધ થોડા પીળાશ પડતાં રંગનું હોય છે.ગાયનું દુધ નાના બાળકો માટે ખુબ જ ફાયદાકારક છે.ગાયનુ દુધ પવિત્ર પણ માનવામાં આવે છે, જેથી ગાયના દૂધ તથા ગૌમુત્ર નો ઉપયોગ પંચામૃત તરીકે થાય છે. ગાયનું દૂધ તથા ગૌમુત્ર ઘણાં રોગોનાં ઈલાજ માટે વપરાય છે. આજે ગૌમુત્રમાંથી અર્ક બનાવી બજારમાં વેચવામાં પણ આવે છે.ગાયનું છાણ પણ ખુબ જ ઉપયોગી છે.જેનો ઉપયોગ જમીનને ફળદ્રુપ બનાવવા માટે કુદરતી છાણીયું ખાતર તરીકે થાય છે.ગાયનું છાણ પણ ખુબ જ પવિત્ર છે તેથી ઘર વપરાશમા ઈંધણ ઉપરાંત યજ્ઞમા પણ થાય છે.ગાયના દહીં, દુધ, ઘી, છાસનું પણ આગવું મહત્વ છે. ગાયના દૂધમાંથી બનતી છાસ ખુબ જ મીઠી અને સ્વાદિષ્ટ હોય છે.
ગાય પ્રેમાળ પ્રાણી છે. લોકો ગાયનો ઉછેર આસ્થા સાથે કરે છે. ગાયનું વાછરડું જો નરજાતિનું હોય તો ખેતીકામમાં બળદ તરીકે થાય છે.આમ, આટલા બધા ગાયના ફાયદા તથા ઉપયોગી હોવાથી ઘણા લોકો ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે દરજ્જો આપવાની પણ માંગ કરે છે.ગાયના રક્ષણ, પાલન તથા ઉછેર માંટે સરકારે ઘણી યોજનાઓ પણ બનાવી છે. ગાયોનાં સંવર્ધન માટે સરકારે ઘણા કાયદાઓ પણ બનાવ્યા છે.
આમ, ગાયને એક ઉ૫યોગી તથા પવિત્ર પ્રાણી માનવામાં આવે છે.
FAQs:
(1) ગાયના બચ્ચાંને શું કહે છે?
જવાબ: વાછરડું
(2) ગુજરાતની કઈ ગાય ખુબ પ્રખ્યાત છે?
જવાબ: ગીર ગાય
0 Comments