મારુ પ્રિય પ્રાણી હાથી નિબંધ/my favourite animal elephant essay in gujrati 2023 | હાથી વિશે નિબંધ | essay about elephant 2023 | હાથી વિશે ૧૦ વાક્યો | હાથી વિશે ૫ વાક્યો | હાથી વિશે જાણવા જેવું.
હાથી વિશે નિબંધ 2023/2024:
હાથીની જાતો:
એશિયન હાથી અને આફ્રિકન હાથીનો તફાવત:
HTML Table Generator
એશિયન હાથી
આફ્રિકન હાથી
1.એશિયન હાથી કદમાં થોડા નાના હોય છે.
1.આફ્રિકન હાથી કદમાં મોટાં હોય છે
2.એશિયન હાથી સ્વભાવે શાંત હોય છે.
2.આફ્રિકન હાથી સ્વભાવે ગુસ્સાવાળા હોય છે.
3.એશિયન હાથી પાળી શકાય છે.
3.આફ્રિકન હાથી પાળી શકાતા નથી.
4.એશિયન નર હાથીના દાંત મોટા તથા માદા હાથીના દાંત નાના હોય છે.
4.આફ્રિકન નર હાથી તથા માદા હાથી બન્નેના દાંત મોટા હોય છે.
5.એશિયન હાથીના માથા પર ઉપસેલો ભાગ હોય છે.
5.આફ્રિકન હાથીના માથા પર ઉપસેલો ભાગ હોતો નથી.
6.એશિયન હાથીના કાન આફ્રિકન હાથી કરતાં નાના હોય છે.
6.આફ્રિકન હાથીના કાન એશિયન હાથીનાં કાન કરતાં મોટા હોય છે.
હાથી દાંત:
"જીવતો હાથી લાખનો અને મર્યા પછી સવા લાખનો "
આ પંક્તિ હાથી દાંત માટે જ છે. હાથીના દાંત ખુબ જ કિંમતી હોય છે. હાથી મર્યા પછી જે તેના દાંત હોય છે, તેની કિંમત ખુબ ઉંચી આવે છે, આથી હાથી મર્યા પછી સવા લાખનો એમ કહેવાય છે.
હાથી દાંતને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. આથી હાથી દાંતમાંથી બંગડી તથા આભુષણો બનાવીને પહેરે છે.હાથી દાંત પરથી હાથીની ઉમરનો ખ્યાલ આવે છે. હાથી દાંત આજીવન વૃધ્ધિ પામે છે, તેથી હાથીનાં દાંતની લંબાઈ પરથી હાથીની ઉમરનો ખ્યાલ આવે છે. જો દાંત નાના હોય તો તે હાથીની ઉમર ઓછી હોય છે. જો હાથીનાં દાંતની લંબાઈ વધુ હોય તો તે હાથીની ઉમર વધુ હોય છે. હાથીનાં દાંત પર નક્શીકામ કરી શકાય છે, તેથી હાથીદાંત પર નક્શીકામ કરી વિવિધ વસ્તુઓ તથા આભુષણો બનાવવામાં આવે છે.
હાથીનો ઉપયોગ:
હાથીના ઘણા ઉપયોગ છે, જેમાંથી મુખ્ય ઉપયોગ નીચે પ્રમાણે છે.
(૧) હાથી ખુબ જ શક્તિશાળી પ્રાણી છે, તેથી હાથીનો ઉપયોગ ભારવહન માટે થાય છે.
(૨) જંગલમાંથી વજનદાર લાકડાં જંગલની બહાર કાઢવા માટે પણ હાથીનો ઉપયોગ થાય છે.
(૩) હાથીનાં દાંતને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે, જેથી હાથીદાંત માંથી બંગડીઓ તથા આભુષણો બનાવીને સ્ત્રીઓ પહેરે છે.
(૪) ભારતીય મંદિરોમાં હાથીની આકૃતિ તથા મૂર્તિઓ જોવા મળે છે. આ મુર્તિ સામાન્ય રીતે દરવાજા પર કે મંદિરની કોતરણી પર જોવા મળે છે.
(૫) લોકોને મનોરંજન પૂરું પાડવા માટે હાથીનો સરકસમાં પણ ઉપયોગ થાય છે. આ હાથીને તાલીમ આપી સર્કસ માટે તૈયાર કરવામાં આવે છે.
(૬) રથયાત્રા તથા શોભાયાત્રામાં હાથીનો ઉપયોગ થાય છે.
(૭) હાથીનો ઉપયોગ સવારી કરવા માટે પણ થાય છે.
હાથીની સંખ્યા ઘટવાનાં કારણો:
હાથીની સંખ્યા ઘટવાનાં ઘણા કારણો છે, જેમાંથી મુખ્ય કારણો નીચે પ્રમાણે છે.
(૧) હાથી કદમાં ખુબ જ મોટું પ્રાણી છે, તેથી તેને એક દિવસમાં ૧૫૦ કિલોગ્રામથી વધુ ખોરાકની જરૂર પડે છે. આ ખોરાક ના મળતા હાથીની સંખ્યા ઘટી રહી છે.
(૨) આજે જંગલ કપાઈ રહ્યા છે, જેથી હાથીને ખોરાકની તંગી સર્જાઈ છે. આ કારણે હાથીની સંખ્યા ઘટી રહી છે.
(૩) હાથીના દાંત ખુબ જ કિંમતી હોય છે, જેથી આ દાંત મેળવવા માટે હાથીનો શિકાર કરવામાં આવે છે, જેથી હાથીની સંખ્યા ઘટી રહી છે.
હાથી કદાવર અને ભારે પ્રાણી છેે.હાથી થાંભલા જેવા ચાર ૫ગ હોય છે.તેના ૫ગનો નીચે હિસ્સો ગાદી વાળો હોય છે. જેથી તે વઘુ સમય સુઘી ૫ગ ઉ૫ર ઉભો રહી શકે છે.હાથી ઘેરા રાખોડી રંગનો હોય છે.હાથી સૂંઢ નો ઉ૫યોગ પાણી પીવા તથા ખોરાક લેવા માટે કરે છે.હાથી કદાવર, ભારે અને સ્તનધારી પ્રાણી છે.હાથી શાકાહારી પ્રાણી છે. તે ઘાસ અને પાંદડા ખાય છે.હાથીના દાંત ખુબ જ કિંમતી હોય છે તેનો ઉ૫યોગ બંગડીઓ તથા રમકડાં બનાવવા માટે થાય છે.હાથીને પાછળ એક ટૂંકી પૂંછડી હોય છે.જે લાંબા વાળ થી ઢંકાયેલી હોય છે.હાથીને બે ચમકીલી આંખો તથા બે મોટા સુ૫ડા જેવા કાન હોય છે.હાથીની સૂંઢમાં હાડકાં હોતા નથી પરંતુ દોઢ લાખ જેટલા સ્નાયુઓ હોય છે. તેની ચામડી એક ઇંચ જાડી હોય છે.હાથી કદાવર, ભારે અને સ્તનધારી પ્રાણી છે.હાથીની ચામડી ખૂબ જ ઝાડી ૫ણ અત્યંત સંવેદનશીલ હોય છે.હાથી શાંત પ્રાણી ગણાય છે. ૫રંતુ જો તેને છંછેડવામાં આવે અને ગુસ્સે થાય તો કાબુ કરવો ખુબ જ મુશ્કેલ બની જાય છે.હાથી બહુ ઉંઘ લેતા નથી. રાત્રે ઊભા ઊભા જ ઉંઘ ખેંચી લે છે.હાથીની ઉંચાઇ લગભગ ૧૦ ફુટ જેટલી હોય છે.હાથી એક દિવસમાં ૩૦ થી ૫૦ લીટર પાણી પીએ છે.હાથીના બચ્ચાને મદનીયુ કહેવાય છે.ભારતમાં હાથી આસામ અને સિલોનના જંગલોમાં જોવા મળે છે.
હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર, સૌથી પહેલા “એરાવત” નામના હાથીનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે.એરાવત હાથીનો ઉદ્ભવ સમુદ્ર મંથન સમયે થયો હતો અને ઇન્દ્રએ એરાવત હાથીને તેની પાસે રાખ્યો હતો.ધર્મોમાં હાથીને એક પવિત્ર પ્રાણી તરીકે માનવામાં આવે છે.આ પ્રાણીનો સબંધ વિઘ્નહર્તા ગણપતિજી સાથે છે.
રાજા રજવાડાના સમયમાં રાજાઓ હાથી ૫ર અંબાડી મુકી સવારી કરતા હતા.હાથીને પુરાતન કાળથી જ પાલતુ પ્રાણી તરીકે પાળવામાં આવે છે.યુઘ્ઘમાં તથા ભારી ભરખમ સમાન ઉચકવા માટે હાથીનો ઉ૫યોગ થતો હતો.ભારતમાં, પ્રાચીન કાળથી જ રાજા તેમની સેનામાં હાથીનો સમાવેશ કરે છે. પ્રાચીન સમયમાં, રાજાઓ પાસે પણ હાથીઓનું મોટુ સૈન્ય હતું જે દુશ્મનનો સામે લડતા હતા.વિદેશી ૫ર્યટકો હાથીની સવારી કરવાનું ખુબ જ ૫સંદ કરે છે.હાથીનો ૫ર્યટન સ્થળોએ ઉ૫યોગ થાય છે.હાથીનું સરેરાશ આયુષ્ય ૧૦૦ વર્ષ જેટલુ હોય છે.
હાથીની મુખ્ય બે જાત એશિયન અને આફ્રિકન છે. આફ્રિકન હાથીના કાન એશિયન કરતાં ત્રણ ગણા મોટા હોય છે.હાથી ૫ૃથ્વી ૫રનું સૌથી મોટુ જાનવર છે.હાથી ઘાસ, પાંદડા, ફળ, શાકભાજી વગેરે ખાય છે.તે પોતાનો મહત્તમ સમય ખોરાક લેવામાં વ્યતીત કરે છે.હાથી સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં રહેવાનું ૫સંદ કરે છે. તે હંમેશા ઝુંડ રહે છે.હાથીની યાદશક્તિ ખૂબ તેજ હોય છે. તે કોઈ ૫ણ મનુષ્ય કે પ્રાણીને વર્ષો સુઘી યાદ રાખી ઓળખી શકે છે.હાથીના રખેવાળને મહાવત કહેવાય છે.
હાથી ખુબ જ બુદ્ધિશાળી પ્રાણી છે, જેથી ગણપતિનું મસ્તક જ્યારે કપાઈ જાય છે ત્યારે તેને હાથીનુ મસ્તક લગાવવામાં આવે છે. હાથી બુદ્ધિશાળી પ્રાણી હોવાથી ગણપતિને હાથીનુ મસ્તક લગાવવામાં આવે છે. આથી જ ગણપતિજીને બુદ્ધિશાળી માનવામાં આવે છે, તથા બધાં જ દેવોમાં ગણપતિની પુજા પ્રથમ કરવામાં આવે છે.
દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. આ સમુદ્ર મંથનમાંથી સાત સુંઢ તથા ચાર દાંતવાળો એક હાથી પણ મળી આવ્યો હતો, જેનું નામ ઐરાવત હતું. આ હાથી દેવ ઈન્દ્ર પોતાની પાસે રાખે છે. આમ દેવ ઈન્દ્રનું વાહન પણ હાથી છે.
સિકંદરે જ્યારે ભારત પર ચડાઈ કરી ત્યારે પ્રથમ વખત સિકંદરે સૈન્યમાં હાથીને જોયા હતા. આ સૈન્યોના હાથી જોઈને સિકંદર પણ ડરી ગયો હતો.
હાથી વિશે જાણવા જેવું:
👉 સામાન્ય રીતે હાથી ૪૦ વર્ષ જીવે છે, પરંતુ કેટલાક હાથીનુ આયુષ્ય ૭૦ વર્ષ જેટલું પણ હોય છે.
👉 હાથીની દાંતની લંબાઈ પરથી હાથીની ઉમરનો ખ્યાલ આવે છે કારણ કે હાથીના દાંત આજીવન વધે છે.
👉 હાથીણીનો ગર્ભકાળ ૨૦ મહિના જેટલો હોય છે.
👉 હાથીણી ૧૧ વર્ષ બાદ ગર્ભધારણ કરવા સક્ષમ બને છે.
👉 ભારતીય હાથીનું વજન ૩૦૦૦ કિલોગ્રામ થી ૩૬૦૦ કિલોગ્રામ સુધીનું હોય છે.
👉 હાથીને દરરોજ ૧૫૦ કિલોગ્રામ ખોરાકની જરૂર પડે છે.
હાથી વિશે ૧૦ વાક્યો:
(૧) હાથી રાખોડી રંગનું કદાવર પ્રાણી છે.
(૨) હાથીના નાકનું સુંઢમા રુપાંતર થયેલું હોય છે.
(૩) હાથીની યાદશક્તિ ખુબ જ હોય છે.
(૪) હાથીને પાણીમાં ન્હાવું ખુબ જ ગમે છે.
(૫) હાથીની સુંઢમા હાડકા હોતા નથી.
(૬)હાથીને થાંભલા જેવા ચાર પગ હોય છે.
(૭) હાથીને એક નાની ટુંકી પુંછડી હોય છે.
(૮) હાથીનું વજન ૩૦૦૦ કિલોગ્રામ થી ૩૬૦૦ કિલોગ્રામ જેટલું હોય છે.
(૯) હાથીનાં દાંતની ખુબ જ કિંમત હોય છે.
(૧૦) હાથીને ઈન્દ્રનું વાહન માનવામાં આવે છે.
હાથી વિશે ૫ વાક્યો:
(૧) હાથીને કેળા બહુ ભાવે છે.
(૨) હાથી રાખોડી રંગનું વિશાળકાય પ્રાણી છે.
(૩) હાથીને પાણીમા રમવું ખુબ ગમે છે.
(૪) હાથીને ચાર જાડા થાંભલા જેવા પગ હોય છે.
(૫) હાથીની યાદશક્તિ ખુબ તેજ હોય છે.
FAQs:
(1) સમુદ્ર મંથનમાંથી મળેલા હાથીનું નામ શું હતું?
જવાબ: ઐરાવત
(2) હાથીના બચ્ચાને શું કહે છે?
જવાબ: મદનિયું
(3) હાથીના રખેવાળને શું કહે છે?
જવાબ: મહાવત
(4) હાથીની મુખ્ય કેટલી જાતી છે? કઈ કઈ?
જવાબ: હાથીની મુખ્ય બે જાત એશિયન અને આફ્રિકન છે.
0 Comments