મારી શાળા નિબંધ/my school essay in gujrati
શાળા શબ્દ આવતા જ આપણું બાળપણ યાદ આવી જાય છે. શાળા એ એક એવું સ્થળ છે, જ્યાં જિંદગીના દરેક પાઠ ભણાવવામાં આવે છે. આજે પણ હું જ્યારે મારી શાળાનું એ જૂનું મકાન જોવું, ત્યારે મને ફરીથી નાના બાળક થઈ જવાનું મન થાય છે.
“રસ્તામાં આવતી મારી સ્કૂલ મને પૂછે છે,
જિંદગીની પરીક્ષા બરાબર આપે છે ને ?
મેં કહ્યું, દફ્તર હવે ખભે નથી એટલું જ !
બાકી લોકો આજેય ભણાવી જાય છે…..”
મારી શાળા વિશે વાત કરવા બેસુ તો આખુ બાળપણ અને જુની યાદો માનસપટ પર આવી જાય છે અને એવું પણ થાય કે કદાચ એ દિવસો ફરીવાર પાસા આવી જાય તો તેની આગળ કુબેરનો ખજાનો પણ ઓછો પડી જાય.સવાર પડતા જ શાળાએ જવાનો જે આનંદ હતો એ આનંદ આજે લાખો ખર્ચ કરવામાં આવે તો પણ ના મળે.ખભા પર દફ્તર હોય અને શાળાએ સમયસર પહોચવાની ચિંતા છતા બિંદાસ્ત જીંદગી.શાળાએ પહોંચી, શાળા સફાઇ તથા પ્રાર્થના કાર્યક્રમ આજે પણ માનસપટ પર સવાઈ જાય છે.પ્રાર્થના શરૂ થતા મોટા અવાજ સાથે તથા થોડી આંખો ખુલ્લી રાખી આજુબાજુ જોવાની મજા કંઈક અલગ હતી, છતા આ બાળપણની પ્રાર્થના ભગવાન સ્વીકારી લેતા.પ્રાર્થનામા મોટા અવાજે બાળગીત, ધુન, ભજનની જે રમઝટ બોલતી તેની આગળ આજના મોટા ડાયરા પણ ટુંકા પડી જાય પરંતુ ક્યારેક જો સાહેબ ગુસ્સામાં હોય તો પ્રસાદ પણ અચુક મળતો પરંતુ આજે એ પ્રસાદ પણ મીઠો લાગે છે.
દરેકના જીવનમાં શાળાનું ખુબ જ મહત્વ છે જે આજીવન એક યાદ બની જાય છે.શાળા એ જીવન નો એક અભિન્ન હિસ્સો છે જેને જીવન થી ક્યારેય અલગ ન કરી શકાય.શાળા અને એ મોજીલા શિક્ષકો, એની ભણાવવાની છટા તથા કળા એ આજે પણ ભુલી ન શકાય.શાળા શિક્ષક સ્ટાફ સિવાય શાળાની દરેક વસ્તુ જેવી કે શાળાનું મકાન, શાળાના વૃક્ષો, શાળાનો બગીચો વગેરે આજે પણ ભુલી ન શકાય.મારી શાળામાં સ્વચ્છતા પર પણ ખૂબ ભાર મૂકવામાં આવતો હતો.
શાળામાં કરાવવામાં આવતી દરેક પ્રવૃત્તિ આજે પણ યાદ છે.શાળા એ આપણે જઈએ છીએ ત્યારે આપણે સાવ કોરી બુક જેવા હોઈએ છીએ પરંતુ શિક્ષકોની અથાગ મહેનત આપણને સભ્ય નાગરિક, સંસ્કારી માનવ બનાવે છે.શાળામાં જયારે આપણે ભણતા હોઈએ ત્યારે તો કદાચ બહુ ઓછી યાદ આવે પરંતુ જયારે શાળામાં અભ્યાસ પુર્ણ કર્યા બાદ મોટા થઈએ ત્યારે બહું જ યાદ આવે.સાથે સાથે બાળકોનો શારિરીક વિકાસ થાય તે માટે મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ શાળા તરફથી કરવામાં આવી હતી.મધ્યાહન ભોજનનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય કે સાંજે ઘરે જઈને પણ જમવાની જરૂર નહોતી પડતી.
શાળામાં આવતું મધ્યાહન ભોજન, રિસેસ ટાઈમ, શાળાનો પ્રવાસ,શાળામાં ઉજવાતા ઉત્સવો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાર્થનાસભા,શનિવાર ની બાલસભા વગેરે આજે પણ યાદ આવે છે.અમારી શાળામાં દર વર્ષે રમત ગમત ના પ્રોગ્રામ થતા. નિબંધ સ્પર્ધા, વાર્તા લેખન, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા જેવી અનેક સ્પર્ધાઓ દ્વારા બાળકોના જીવન ઘડતરની સાથે સાથે તેમનું વ્યક્તિત્વ ઘડતર પણ થાય તે જોવામાં આવતું હતું.
FAQs:
(1) શાળામાં બાલસભા ક્યા વારે હોય છે?
જવાબ: શનિવારે
(2) શાળામાં કઈ કઈ સ્પર્ધાઓ થાય છે?
જવાબ: નિબંધ સ્પર્ધા, વાર્તા લેખન, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા વગેરે.
0 Comments