હોળી વિશે નિબંધ/મારો પ્રિય તહેવાર હોળી(an essay about holi festival in gujrati/my favorite festival holi)

હોળી વિશે નિબંધ/મારો પ્રિય તહેવાર હોળી(an essay about holi festival in gujrati/my favorite festival holi):

મારો પ્રિય તહેવાર હોળી || મારો પ્રિય તહેવાર હોળી નિબંધ || મારો પ્રિય તહેવાર હોળી નો નિબંધ ||મારો પ્રિય તહેવાર હોળી વિશે નિબંધ ||મારો પ્રિય તહેવાર હોળી ગુજરાતી નિબંધ || મારો પ્રિય તહેવાર હોળી નિબંધ ગુજરાતી ભાષામાં|| મારો પ્રિય તહેવાર હોળી નો નિબંધ ગુજરાતી ભાષામાં || હોળી નિબંધ || હોળી વિશે નિબંધ || હોળી નો નિબંધ || હોળી વિશે નિબંધ ગુજરાતી || હોળી વિશે ગુજરાતી નિબંધ ||હોળી વિશે ગુજરાતી ભાષામાં નિબંધ || હોળી નો ગુજરાતી ભાષામાં નિબંધ || હોળી તહેવાર વિશે નિબંધ ||હોળીના તહેવાર નો નિબંધ || હોળીના તહેવાર વિશે ગુજરાતી ભાષામાં નિબંધ ||હોળી ના તહેવાર વિશે ગુજરાતી નિબંધ|| હોલીકા દહન || holi vishe nibandh|| holi no nibandh||holi tahevar nibandh ||holi na tahevar no nibandh|| maro priya tahevar holi ||maro priy tahevar holi nibandh ||maro priy tahevar holi nibandh gujrati bhashama || holi vishe nibandh gujrati bhashama|| holi no nibandh gujrati bhashama||holi festival essay ||holi festival essay in gujarati language|| holi festival essay

ભારત એ તહેવારોની ભૂમિ છે. ભારત બધાં જ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે.ભારતમાં ઘણા જ તહેવારો ઉજવવામાં આવે છે જેવા કે હોળી, ધૂળેટી, ગુરુ પુનમ, બકરી ઈદ, ઈદે મિલાદ, રક્ષાબંધન, જન્માષ્ટમી, રામ નવમી, નાતાલ, મકરસંક્રાંતિ, ૨૬ મી જાન્યુઆરી, ૧૫ મી ઓગષ્ટ વગેરે. જેમા હોળીનો તહેવાર ખુબ આનંદ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.


હોળીનો તહેવાર ગુજરાતમાં ફાગણ મહિનાની પુનમને દિવસે ઉજવવામાં આવે છે. હોળીના તહેવારને "રંગોત્સવ" તરીકે પણ ઓળખવામાં આવે છે.આમ, તો હોળી એ રંગોનો તહેવાર છે. હોળીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં "હુતાસણી" તરીકે પણ ઓળખવામાં આવે છે.

હોળીના તહેવારની ઉજવણી(celebration of holi festival):

હોળીનો તહેવાર આમ તો રંગોનો તહેવાર છે.ખુશીથી બધા લોકો એકબીજા પર રંગો ઉડાડે છે.હોળીના દિવસે લાકડા, છાણા વગેરે ભેગા કરીને ગામના મુખ્ય ચોરો અથવા મુખ્ય જગ્યાએ ખડકવામા આવે છે. આવા છાણા અને લાકડા ભેગા કરતા લોકોને "ઘેરૈયા" તરીકે ઓળખાય છે. આ લોકો બધીજ વસ્તુઓ ભેગી કરીને સંધ્યા સમયે આ હોળીને પ્રગટાવવામાં આવે છે.હોળી પ્રગટાવ્યા બાદ પરણિત નવયુગલો તથા લોકો હોળીની પ્રદક્ષિણા કરી સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરે છે.બધાં જ લોકો પુરી શ્રધ્ધા સાથે હોળી ઉત્સવની ઉજવણી કરે છે.

હાલના સમયમાં હોળી તહેવારની ઉજવણીમા ઘણું જ પરિવર્તન આવ્યું છે. જુના સમયમાં હોળીના દિવસે "ફાગ" ગાવામાં આવતા. ફાગ એટલે ફાગણ મહિનામાં ગાવામાં આવતા અમુક ચોક્કસ રાગના ગીતો. પરંતુ હાલના સમયમાં આ ફાગનું સ્થાન હિન્દી ફિલ્મ ગીતોએ લઈ લીધું હોય એવું લાગે છે. આજે મોટા મોટા સાઉન્ડ સિસ્ટમ કે ડીજે પર હિન્દી ફિલ્મના ગીતો વગાડી,પાણીના ફુવારા ગોઠવીને તેની નીચે ડાન્સ અને મસ્તિ સાથે ઉજવવાનો નવો ટ્રેન્ડ જોવા મળે છે.

હોળીના તહેવારનું ધાર્મિક મહત્વ(Religious significance of Holi festival):

આપણા મોટા ભાગના તહેવાર ધાર્મિક પ્રસંગો સાથે જોડાયેલા છે. આજ રીતે હોળીનો તહેવાર પણ ધાર્મિક પ્રસંગ સાથે જોડાયેલ છે. હોળીનો તહેવાર હિરણ્યકશિપુ અને પ્રહલાદના પ્રસંગ સાથે જોડાયેલા છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશિપુ એક રાક્ષસ હતો. તેને પોતાના રાજ્યમાં ભગવાનની પૂજા, ભક્તિ, યજ્ઞ વગેરે પર પ્રતિબંધ મૂક્યો હતો. જે પોતાના રાજ્યમાં ભગવાનનું નામ સ્મરણ કરે તો તેના પર ત્રાસ ગુજારવામાં આવતો, આથી રાજ્યની પ્રજા અને ભક્ત જનો ખુબ જ પરેશાન હતા. હિરણ્યકશિપુને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, અસ્ત્ર કે શસ્ત્ર, મનુષ્ય કે પ્રાણી તેને મારી શકશે નહી, આથી હિરણ્યકશિપુ પોતાને અમર માનતો હતો. ત્યારબાદ તે પોતાને જ ભગવાન ગણાવી, પોતાની જ પુજા કરાવતો હતો. 

હિરણ્યકશિપુના પુત્રનું નામ પ્રહલાદ હતું. પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. તે રોજ ઈશ્વરનું સ્મરણ કરતો હતો. આ વાત તેના પિતા હિરણ્યકશિપુને મંજુર હતી નહિ. આથી પ્રહલાદને સજા આપવા માટે અનેક પ્રયત્ન કરે છે જેવા કે પર્વત પરથી ફેંકવો, ફાસી પર ચડાવવો,નદીમાં ફેંકવો વગેરે. પરંતુ દરેક વખતે તેમને ભગવાન બચાવે છે. આમ, દુ:ખ આપવા છતાં પ્રહલાદ પોતાની ભક્તિ ચાલુ રાખે છે. તેને દંડ દેવા માટે હિરણ્યકશિપુ પોતાની બહેન હોલિકાની મદદ લે છે. હોલિકા પાસે એવું વરદાન હોય છે કે જ્યાં સુધી પોતાના માથા પર ચુંદડી હોય છે ત્યાં સુધી તેને આગ પણ બાળી ન શકે.આથી હિરણ્યકશિપુએ પોતાની બહેનનો સહારો લીધો. પ્રહલાદને સળગાવવા માટે લાકડાનાં ઢગલા પર હોલિકા ચુંદડી ઓઢીને, પ્રહલાદને ખોળામાં બેસાડીને લાકડાનો ઢગલો સળગાવવામાં આવે છે જેથી પ્રહલાદ સળગી જાય અને હોલિકા બચી જાય.પરંતુ જેવી લાકડાના ઢગલા ને આગ લગાવવામાં આવે છે કે તરત જ એક મોટો પવનનો ફટકો આવે છે અને હોલિકા પર રહેલી ચુંદડી ઉડી જાય છે તથા તે ચુંદડી ઉડીને પ્રહલાદ પર પડે છે. આથી હોલિકા સળગી જાય છે અને પ્રહલાદ ફરીવાર બચી જાય છે. આથી અસત્ય પર સત્યનો વિજય થાય છે, તેની ખુશીમાં આજે પણ હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે અને હોળીનો તહેવાર ઊજવવામાં આવે છે.

હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી.

હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઊજવવામાં આવે છે.પ્રહલાદ બચી જાય છે અને હોલિકા સળગી જાય છે તેની ખુશીમાં બીજા દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ નાંખી ધૂળેટીની ઉજવણી કરે છે.ધૂળેટીનો તહેવાર ક્રિષ્ના ભગવાન સાથે પણ જોડાયેલો છે. ક્રિષ્ના ભગવાને પણ ગોકુલવાસીઓ સાથે તથા ગોપીઓ સાથે ધૂળેટી રમ્યા હતા.ધૂળેટીના દિવસે લોકો એકબીજા પર ખુશીથી રંગ ગુલાલ નાંખી ઉજવણી કરે છે. રંગ એકબીજા પર ફેંકવા માટે પીચકારીનો ઉપયોગ થાય છે. હાલના સમયમાં પીચકારીની સાથે રંગ ભરેલાં ફુગ્ગાનો પણ ઉપયોગ થાય છે. નાના મોટા સહુ એકબીજા પર રંગ ઉડાડીને આનંદથી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

હોળીના તહેવારની ઉજવણીમાં ધ્યાનમાં રાખવાની બાબતો(Things to keep in mind when celebrating Holi):

હોળીનો તહેવાર ઉજવતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 

(૧) હોળીના તહેવારમા બને ત્યાં સુધી કેસુડાના ફુલના રંગનો ઉપયોગ કરવો જોઈએ, જેથી શરીર તથા ચામડીને નુકશાન ન થાય. 

(૨) કોઈને પસંદ ન આવતું હોય તો તેના પર રંગ જબરદસ્તીથી ના નાંખવો જોઈએ, જેથી હોળી ઝગડાનું કારણ ન બને. 

(૩) હોળીના તહેવારમા ઉપયોગમાં લેવાતુ પાણી સ્વચ્છ હોવું જોઈએ. ગંદા પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. 

(૪) ચામડીને નુકશાન કરે તેવા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. 

(૫) શક્ય હોય ત્યાં સુધી અબીલ, ગુલાલ કે કેસુડા જેવા રંગોનો જ ઉપયોગ કરો. 

(૬) રંગ એકબીજાની આંખોમાં ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

FAQs:

(1) હોળીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે? 

જવાબ: ફાગણ મહિનાની પુનમને દિવસે ઉજવવામાં આવે છે.

(2) હોળીના તહેવાર બીજા ક્યા નામે ઓળખાય છે? 

જવાબ: રંગોત્સવ, હુતાસણી

(3) હિરણ્યકશિપુના પુત્રનું નામ શું હતું? 

જવાબ: પ્રહલાદ

(4) હિરણ્યકશિપુની બહેનનું નામ શું હતું? 

જવાબ: હોલિકા

(5) હોલિકાને ક્યુ વરદાન હતું? 

જવાબ: હોલિકા પાસે એવું વરદાન હોય છે કે જ્યાં સુધી પોતાના માથા પર ચુંદડી હોય છે ત્યાં સુધી તેને આગ પણ બાળી ન શકે.

(6) હોળીના બીજા દિવસે ક્યો તહેવાર ઉજવાય છે? 

જવાબ: ધુળેટી

(7) ઘેરૈયા કોને કહે છે? 

જવાબ: હોળીકા દહન માટે છાણાં અને લાકડાં ભેગાં કરતાં લોકોને ઘેરૈયા કહે છે. 

(8) પીચકારીનો ઉપયોગ ક્યા તહેવારમાં થાય છે? 

જવાબ: ધુળેટીમાં

Post a Comment

0 Comments