મકરસંક્રાંતિ/ઉત્તરાયણ/પતંગોત્સવનો નિબંધ-AN ESSAY ABOUT KITE FESTIVAL/UTTARAYAN/MAKARSAKRANTI IN GUJRATI

મકરસંક્રાંતિ/ઉત્તરાયણ/પતંગોત્સવનો નિબંધ-AN ESSAY ABOUT KITE FESTIVAL/UTTARAYAN/MAKARSAKRANTI IN GUJRATI

મકરસંક્રાંતિ નિબંધ || મકરસંક્રાંતિ ગુજરાતી નિબંધ || મકરસંક્રાંતિ નો નિબંધ || મકરસંક્રાંતિ નો ગુજરાતી નિબંધ || મકરસંક્રાંતિ વિશે ગુજરાતી નિબંધ || મકરસંક્રાંતિ નો નિબંધ ગુજરાતી ભાષામાં || મકરસંક્રાંતિ નો ગુજરાતી નિબંધ||ઉતરાયણ નિબંધ || ઉતરાયણ વિશે નિબંધ || ઉતરાયણ વિશે ગુજરાતી નિબંધ || ઉતરાયણ વિશે ગુજરાતી ભાષામાં નિબંધ || ઉતરાયણ નો ગુજરાતી નિબંધ || પતંગોત્સવ || પતંગોત્સવ વિશે નિબંધ || પતંગોત્સવ નો નિબંધ || પતંગોત્સવ નો નિબંધ ગુજરાતી ભાષામાં ||પતંગોત્સવ નો ગુજરાતી નિબંધ|| મકરસંક્રાંતિ માં ધ્યાનમાં રાખવાની બાબતો || મકરસંક્રાંતિ ની પુર્વ તૈયારી || ઉતરાયણ ની પુર્વ તૈયારી || પતંગોત્સવ ની પુર્વ તૈયારી ||makarsakranti nibandh || makarsakranti nibandh gujrati || makarsakranti vishe nibandh || makarsakranti no nibandh || makarsakranti no nibandh gujrati bhashama || makarsakranti vishe nibandh gujrati bhashama || makarsakranti essay in gujarati language ||makarsakranti essay || makarsakranti essay gujarati language || uttarayan nibandh || uttarayan gujrati nibandh || uttarayan essay in gujarati language || uttarayan no nibandh || uttarayan no nibandh gujrati bhashama || uttarayan essay in gujarati language || patangotsav nibandh ||patangotsav gujrati nibandh ||patangotsav essay in gujarati language ||kite festival essay in gujarati language || kite festival essay || kite festival essay gujarati bhashama

આપણો ભારત દેશ તહેવારો અને ઉત્સવોનો દેશ છે. ભારતના લોકો ઉત્સવ પ્રિય લોકો છે. આપણા દેશમાં ઘણા તહેવારો અને ઉત્સવો ઉજવવામાં આવે છે. ભારત દેશ ધર્મ નિરપેક્ષ દેશ છે આથી દરેક ધર્મના લોકો પોતાના તહેવાર નિર્ભિક રીતે ઉજવી શકે છે તથા દરેક ધર્મના લોકો તેમાં સાથ આપે છે તથા સાથે મળીને ઉજવે છે. ભારતમાં મુખ્યત્વે ૨ (બે) પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે. જે નીચે પ્રમાણે છે. 


તહેવારના પ્રકાર:-

(૧) રાષ્ટ્રીય તહેવારો
(૨) ધાર્મિક તહેવારો

જે વિગતવાર નીચે પ્રમાણે સમજી શકાય. 

(૧) રાષ્ટ્રીય તહેવાર:

રાષ્ટ્રીય તહેવાર મુખ્યત્વે આખા દેશમાં પુરા માન-સન્માન અને દેશ ભક્તિની ભાવના સાથે ઉજવવામાં આવે છે. જેમા મુખ્યત્વે ૧૫ મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિવસ, આઝાદી દિવસ) અને ૨૬ મી જાન્યુઆરી (ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસ) છે. 

(૨) ધાર્મિક તહેવાર: 

ધાર્મિક તહેવાર છે તે જે તે ધર્મ સાથે જોડાયેલા છે.દા.ત., દિવાળી, નવરાત્રી, જન્માષ્ટમી, હોળી, ધૂળેટી, પતેતી, નાતાલ, બકરી ઈદ, અને મિલાદ,રક્ષાબંધન વગેરે. 


ઉપરના બે તહેવારોના પ્રકાર પૈકી દરેક ધર્મના લોકો હર્ષોલ્લાસથી અને આનંદથી સાથે મળીને જો કોઈ તહેવાર ઉજવાતો હોય તો તે છે મકરસંક્રાંતિ. મકરસંક્રાંતિને બીજા ઉતરાયણ અને પતંગોત્સવ જેવા નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેની તળપદી ભાષામાં "ખીહર" પણ કહે છે. મકરસંક્રાંતિને ૧૪ જાન્યુઆરીનાં રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે. 

મકરસંક્રાંતિની ઉજવણી પાછળ ધાર્મિક, ભૌગોલિક તથા વૈજ્ઞાનિક મહત્વ રહેલું છે.

મકરસંક્રાંતિની ઉજવણી- CELEBRATION OF KITE FESTIVAL/CELEBRATION OF MAKARSAKRANTI

મકરસંક્રાંતિની ઉજવણીને આપણે ૨ (બે) ભાગમાં વહેંચી શકીએ. જે નીચે પ્રમાણે છે. 

(૧)મકરસંક્રાંતિની પૂર્વ તૈયારીઓ
(૨) મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી

જેને આપણે વિસ્તારથી નીચે પ્રમાણે સમજીશું. 

(૧)મકરસંક્રાંતિની ઉજવણીની પૂર્વ તૈયારી- pre-preparation of makarsakranti, uttarayan, kite festival

મકરસંક્રાંતિ તહેવારની ઉજવણીની તૈયારી લગભગ ઘણાં દિવસો પહેલા જ થઈ જાય છે. મકરસંક્રાંતિના ઘણા દિવસો પહેલા જ પતંગ ઉડાડવા માટે થઈને દોરી માંજવામા આવે છે. દરેક લોકો પોતાની જરૂરિયાત અને શોખ પ્રમાણે દોરી મંજાવતા હોય છે. પતંગ ઉડાડતા સમયે તાપ કે તડકો ન લાગે તે માટે ટોપીની પસંદગી શોખ પ્રમાણે કરતાં હોય છે. સુર્ય પ્રકાશથી આંખોના રક્ષણ માટે ગોગલ્સ કે ચશ્માની પસંદગી કરતા હોય છે. પતંગ ચગાવવા ની સાથે સંગીતની મજા માણતા હોય છે આથી સંગીતના સાધનો હાથવગા કરવા તથા મનપસંદ ગીતોના સિલેક્શન લિસ્ટ તથા માઈક્રોફોનની વ્યવસ્થા પણ અગાઉથી જ કરી લેવામાં આવે છે. મકરસંક્રાંતિની દિવસે પતંગ ચગાવવાની સાથે નાસ્તો અથવા વાનગીઓ અનેરો આનંદ આપે છે આથી મકરસંક્રાંતિ પહેલા જ ઉત્તરાયણ માટે વાનગીઓ બનાવી લેવામાં આવે છે જેવી કે તલના લાડુ, મમરાના લાડુ, તલસાંકળી, શિંગપાક, ચેવડો, ચવાણું વગેરે. પરંતુ શેરડી ખાતા ખાતા પતંગ ચગાવવાની મજા જ કંઈક અલગ છે. મકરસંક્રાંતિની આગળના દિવસે જ ઘણા લોકો મકરસંક્રાંતિની દિવસે ક્યા કપડા પહેરશે તેની પસંદગી કરતાં હોય છે. મકરસંક્રાંતિની આગળના દિવસે જ મોટા ભાગના લોકો પતંગને "કન્ના બાંધવાનું" કામ કરતા હોય છે.

"શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,

ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,

રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,

કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ."

 મકરસંક્રાંતિની આગળના દિવસે જ હાથમાં દોરી વાગી ન જાય તથા વાગી પણ જાય તો તેની વ્યવસ્થા અગાઉથી જ કરેલી હોય છે.

(૨) મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી(celebration of uttarayan, celebration of kite festival, celebration of makarsakranti) 

પીંછા વિના મોર ના શોભે,

મોતી વિના હાર ના શોભે,

તલવાર વિના વીર ના શોભે,

માટે તો હું કહું છું કે…

દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે. 

મકરસંક્રાંતિના તહેવારની તૈયારીઓ મોડી રાત સુધી ચાલતી હોય છે. ત્યારબાદ તૈયારીઓ પૂર્ણ થયા બાદ બધા આરામ માટે જાય છે. બધા જ વહેલી સવારે જાગી, નિત્યક્રમ અને નિત્યકામ પૂર્ણ કરી બધા જ સવારનો નાસ્તો કરે છે. ત્યારબાદ મકરસંક્રાંતિની ઉજવણીનો ધમધમાટ શરૂ થાય છે. પોતાની મકરસંક્રાંતિની તમામ સામગ્રી લઈને પોતાના મકાનની અગાસીમાં જાય છે. અગાસી પરથી આકાશનો નજારો જ કંઈક અલગ હોય છે. આકાશમાં ચારેબાજુ પતંગો અને પતંગો જ નજર પડે છે. આખુ આકાશ રંગબેરંગી પતંગોથી સવાઈ જાય છે. મકાનની અગાસી ઉપર નાના બાળકોથી લઈને વૃધ્ધ લોકો પણ પતંગ ઉડાડવાનો આનંદ લે છે. જાણે વૃધ્ધ લોકોને પણ જુવાની આવી હોય તેવો નજારો ઉતરાયણનો હોય છે.

મકરસંક્રાંતિના દિવસે બધા જ લોકો પોતાની ફીરકી અને પતંગો લઈને અગાસી ઉપર ચડી જાય છે. આખું આકાશ પતંગોથી સવાઈ જાય છે. કાપ્યો છે.... કાપ્યો છે.... ના નાદથી આકાશ ગુંજી ઉઠે છે. બધાં જ પોતાની મસ્તીમાં પતંગો ચગાવતા જોવા મળે છે. કપાયેલા પતંગોને લુંટવાની હોડ લાગે છે. લૂંટો... લૂંટો... ના નાદ પણ સાંભળવા મળે છે. કપાયેલી પતંગો લુંટવાનો પણ અનેરો આનંદ થાય છે. આમ, આખો દિવસ પતંગો ઉડાડવામાં, કાપવામાં અને લૂંટવામાં પસાર થાય છે. હવે તો ઉતરાણના બીજે દિવસે " વાસી  ઉતરાયણ " પણ ઉજવવામાં આવે છે.

મકરસંક્રાંતિની ઉજવણીને દિવસે ધ્યાનમાં રાખવાની બાબતો(Things to keep in mind during the celebration of Makarsankranti):

મકરસંક્રાંતિ આમ તો હર્ષ-ઉલ્લાસનો તહેવાર છે, પરંતુ કેટલીક બાબતોનું ઉજવણી દરમિયાન ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ધ્યાન રાખવા જેવી બાબતો નીચે પ્રમાણે છે. 

(૧) પતંગ ચગાવવા માટે મોટાભાગે અગાસીનો ઉપયોગ થાય છે, આથી અગાસી પરથી નીચે ન પડી જવાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

(૨) ઉંચી પાળી બાંધેલ અગાસી પરથી જ સાવચેતી પૂર્વક પતંગ ચગાવવી જોઈએ. 

(૩) દોરી માંજેલી  હોય તો ખાસ કરીને હાથ અને આંગળીઓની રક્ષા માટે પૂરતું ધ્યાન રાખવું જોઈએ. 

(૪) વહેલી સવારે અને સાંજે આકાશમાં પક્ષીઓની અવર-જવર વધુ હોય છે, આથી પક્ષીઓની રક્ષા માટે આ સમય દરમિયાન પતંગ ન ચગાવવા જોઈએ. 

(૫) પતંગ પકડવા કે લુંટવા માટે રસ્તા પર ન જવુ જોઇએ. 

(૬) પતંગ ચગાવતી વખતે અગાસી પર રહેલા નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

(૭) મકરસંક્રાંતિના દિવસે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી દોરી આપણા ગળા કે શરીર પર ન આવે. 

(૮) શક્ય હોય ત્યાં સુધી સંગીતના સાધનોના અવાજ ધીમા રાખો, જેથી આજુબાજુમાં રહેલ બિમાર વ્યક્તિને તકલીફ ન પડે. 

(૯) પતંગ ચગાવતી વખતે વાણી-વિવેક પર ધ્યાન રાખવું, જેથી કરીને બિનજરૂરી ઝગડા નિવારી શકાય. ઉત્સાહના અતિરેકમાં અનિચ્છનીય કોઈ ઘટના ના બને તેનું ધ્યાન રાખો.

"મીઠા ગોળમાં મળી ગયા તલ,

ચગી પતંગ અને ખીલી ગયું દિલ,

જીંદગીમાં આવે ખુશીયોની બહાર

મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર"

Post a Comment

0 Comments