વર્ષાઋતુનો નિબંધ/ચોમાસાનો નિબંધ- an essay about monsoon season in gujrati language

વર્ષાઋતુનો નિબંધ/ચોમાસાનો નિબંધ- an essay about monsoon season in gujrati language

વર્ષાઋતુ નો નિબંધ || વર્ષાઋતુ નો ગુજરાતી નિબંધ || વર્ષાઋતુ નો ગુજરાતી ભાષામાં નિબંધ || વર્ષાઋતુ વિશે નિબંધ ||વર્ષાઋતુ વિશે ગુજરાતી ભાષામાં નિબંધ || ચોમાસા વિશે નિબંધ || ચોમાસા વિશે માહિતી || ચોમાસા વિશે ગુજરાતી ભાષામાં નિબંધ || ચોમાસા વિશે ગુજરાતી ભાષામાં નિબંધ || chomasa vishe nibandh || chomasa no nibandh || chomasa no nibandh gujrati bhashama || chomasa vishe nibandh gujrati bhashama || varsharutu vishe nibandh || varsharutu nibandh || varsharutu no nibandh || varsharutu vishe nibandh gujrati bhashama || varsharutu no nibandh gujrati bhashama || varsharutu gujrati nibandh || varsharutu essay || varsharutu essay in gujarati language || mansoon essay in gujarati language || mansoon essay

આપણા દેશ ભારતમાં ત્રણ ઋતુઓ અનુભવાય છે. જે ત્રણ ઋતુ નીચે પ્રમાણે છે. 

(૧) શિયાળો

(૨) ઉનાળો

(૩) વર્ષાઋતુ(ચોમાસું) 



આ ત્રણ ઋતુઓ પૈકી વર્ષાઋતુ ખુબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણો દેશ ભારત ખેતીપ્રધાન દેશ છે. ભારતના મોટા ભાગના લોકો ખેતી પર આધાર રાખે છે. આપણા દેશની આવકમાં પણ મહત્વનો ભાગ ખેતીનો છે. આ ખેતીનો સૌથી મોટો આધાર જો કોઈ હોય તો તે છે વરસાદ. આ કારણથી જ વર્ષાઋતુનું ભારતમાં ખુબ જ મહત્વ છે. વર્ષાઋતુ જ દેશનો આવકનો મોટો ભાગ પુરો પાડે છે. માટે જ ઘણા કવિઓએ વર્ષાઋતુ વિષે ખુબ જ લખ્યું અને વર્ણન કર્યું છે. 

આવ રે વરસાદ, 

ઢેબરીયો વરસાદ, 

ઉની ઉની રોટલી ને કારેલાનું શાક

ઉપરનુ જોડકણું પણ વર્ષાઋતુનું મહત્વ દર્શાવે છે. 

વર્ષાઋતુના આગમનની સૌ રાહ જોતા હોય છે. જ્યારે આકાશમાં કાળા કાળા વાદળ દેખાય એટલે ખેડુતોના ઘરમાં આનંદની લહેરખી આવી જાય છે. ખેડુતોના ઘરમાં ખુશીનું મોજું આવી જાય છે.મેઘરાજાની સવારી કાળા કાળા વાદળો, મોરના ટહુકાર સાથે આવતી હોય ત્યારે આજુબાજુનું વાતાવરણ આહલાદક બની જાય છે.

વર્ષાઋતુના આગમાનની સાથે જ ગરમી વિદાય લે છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે.ઉનાળાની ગરમી અને તડકામાં સુકી થઈ ગઈ ગયેલી ધરતીમાં નવા પ્રાણ ફુંકાય છે.વર્ષાઋતુના કારણે ધરતીમાતાએ જાણે લીલી સાદર ઓઢી હોય તેવો અહેસાસ થાય છે. ચારેબાજુ હરિયાળી સવાઈ જાય છે. વરસાદથી પ્રાણીઓમાં અને પક્ષીઓમાં એક નવી તાજગી આવી જાય છે. ઉનાળામાં પર્ણ વગરના સુકા થઈ ગયેલા વૃક્ષો વરસાદની સાથે જ લીલા થઈને અદબભેર ઉભા થયા હોવાનો અહેસાસ થાય છે.


વર્ષાઋતુની સાથે જ વાતાવરણમાં એક નવી તાજગી આવી જાય છે.વર્ષાઋતુના પહેલા વરસાદથી ભીની થયેલી માટીની સુગંધ જ મનને મોજથી ભરી દે છે.વર્ષાઋતુમાં ઠેરઠેર નાની વનસ્પતિ અને ઘાસ ઉગી નીકળે છે. આ ઘાસ પર તથા વનસ્પતિ પર ઉડતા પતંગિયા જાણે વર્ષાઋતુની ઉજવણી કરતાં હોય તેવું લાગે છે.

વર્ષાઋતુના આગમનની સાથે જ દેડકાંઓના ડ્રાઉ... ડ્રાઉ... સાથે વાતાવરણ ગુંજી ઉઠે છે. મોરના ટહુકાર સાંભળવા મળે છે તથા આનંદથી કળા કરીને થનગનાટ કરતાં મોર જોવા મળે છે. વરસાદથી નદીનાળા સલકાઈ જાય છે.સારા વરસાદથી ઉજડ થયેલી સીમમાં નવો જીવ આવે છે. સારા વરસાદથી ખેતરમાં પાક સારો થવાથી ખેડુતના ચહેરા પર એક ખુશીનો અહેસાસ જોવા મળે છે.

વર્ષાઋતુના આગમનની સાથે જ બજારમાં છત્રીઓનુ અને રેઈનકોટનુ આગમન થઈ જાય છે.વરસાદથી બચવા માટે લોકો છત્રી તથા રેઈનકોટનો સહારો લે છે.વર્ષાઋતુમા ઘણા તહેવારો પણ આવે છે જેવા કે જન્માષ્ટમી, રક્ષાબંધન, શીતળા સાતમ વગેરે.

આમ, ટુંકમાં વર્ષાઋતુ એટલે વરસાદની સાથે આનંદની અને હર્ષોલ્લાસની ઋતુ.

FAQs:

(1) રેઈનકોટ અને છત્રીની જરૂર કઈ ઋતુમાં પડે છે? 

જવાબ: ચોમાસામાં


Post a Comment

0 Comments