અનાવૃષ્ટિ/દુષ્કાળનો નિબંધ/Essay on Drought in gujrati language

 અનાવૃષ્ટિ/દુષ્કાળનો નિબંધ(Essay on Drought in gujrati language) 


અનાવૃષ્ટિ નિબંધ || અનાવૃષ્ટિ નો નિબંધ || અનાવૃષ્ટિ વિશે નિબંધ || અનાવૃષ્ટિ નિબંધ ગુજરાતી || અનાવૃષ્ટિ ગુજરાતી નિબંધ || અનાવૃષ્ટિ વિશે ગુજરાતી નિબંધ || અનાવૃષ્ટિ નો ગુજરાતી નિબંધ || અનાવૃષ્ટિ વિશે નિબંધ ગુજરાતી ભાષામાં || અનાવૃષ્ટિ નો ગુજરાતી ભાષામાં નિબંધ || અનાવૃષ્ટિ વિશે માહિતી || દુષ્કાળ નો નિબંધ || દુષ્કાળ વિશે નિબંધ || દુષ્કાળ નો નિબંધ || દુષ્કાળ ગુજરાતી નિબંધ || દુષ્કાળ વિશે ગુજરાતી નિબંધ || દુષ્કાળ નો ગુજરાતી નિબંધ || દુષ્કાળ વિશે નિબંધ ગુજરાતી ભાષામાં|| દુષ્કાળ વિશે માહિતી || anavrushti nibandh || anavrushti vishe nibandh || anavrushti no nibandh || anavrushti vishe nibandh gujrati bhashama || anavrushti no nibandh gujrati bhashama|| anavrushti essay || anavrushti essay in gujarati language || dushkal nibandh || dushkal vishe nibandh || dushkal no nibandh || dushkal no nibandh gujrati bhashama || dushkal vishe nibandh gujrati bhashama || dushkal essay in gujarati language

ભારત ખેતી પ્રધાન દેશ છે.ભારતમાં ખેતીનો મુખ્ય આધાર વરસાદ પર રહેલો છે.જો વરસાદ સમયસર અને જરૂરિયાત મુજબ ના વરસે તો ખેતી સારી થતી નથી અને પાણીની તંગી સર્જાઈ છે.આમ, જરૂરિયાત કરતાં ઓછો અથવા નહિવત્ વરસાદ અથવા વરસાદ જ ના વરસે તેને દુષ્કાળ કે અનાવૃષ્ટિ કહે છે.



અનાવૃષ્ટિ શબ્દ સાંભળતા જ ખેડુતનો દયામણો ચહેરો નજર આવે છે. અનાવૃષ્ટિ એ કુદરતી આપત્તિ છે પરંતુ આ આપત્તિ માટે માનવ જાતિ જ જવાબદાર છે.મનુષ્યએ એટલુ પ્રદુષણ કર્યું છે કે કુદરતના ઋતુચક્ર પર તેની વિપરીત અસર થઈ છે, જેને કારણે ક્યારેય પુષ્કળ વરસાદ તો ક્યારેક વરસાદ જ નથી પડતો.

અનાવૃષ્ટિને કારણે પાક સારો થતો નથી જેથી અન્નની તંગી સર્જાઈ છે.અન્નની તંગીને કારણે કાળાબજારી વધે છે. અનાવૃષ્ટિ ને કારણે ભૂખમરો વધે છે.નાના બાળકો કુપોષણનો શિકાર બને છે.અનાવૃષ્ટિના કારણે દેશના અર્થતંત્ર પર ખરાબ અસર પડે છે.અન્નની તંગીનો સામનો કરવો પડે છે.

અનાવૃષ્ટિના કારણે પીવાનું પાણી તથા ખેતી માટે પાણી પુરતુ મળતું નથી.વરસાદ વગર તમામ જળાશયો સુકાઇ જાય છે.જમીન સુકી ભઠ્ઠ થઈ જાય છે. જમીનમાં પાણી વગર તિરાડો પડી જાય છે.વાતાવરણમા ગરમીનું પ્રમાણ વધી જાય છે.ચારેબાજુ ગરમ પવન અને લુ જ વાય છે, જે દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ પેદા કરે છે.વૃક્ષ ના પાંદડા સુકાઇ જાય છે.જનીનની હરીયાળી દુર દુર સુધી નજર આવતી નથી.

અનાવૃષ્ટિની સૌથી વધુ ખરાબ અસર પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ પર થાય છે. પ્રાણીઓ માટે જરૂરી ઘાસચારોની તંગી તથા જરુરી પાણી ની તંગી સર્જાય છે.જેથી પશુપાલન તથા પશુપાલન સાથે જોડાયેલા લોકો પર ખરાબ અસર પડે છે.પાણી વગર પ્રાણીઓ મરવા લાગે છે.પાણી વગર જંગલ પર અસર થાય છે.જંગલો સુકાઇ જાય છે, જેથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે.માનવ જાત તથા પ્રાણીઓ માટે વૃક્ષોનો છાંયડો દુર્લભ થઇ જાય છે.

અનાવૃષ્ટિથી બચવાના ઉપાયોઉપાયો(Drought prevention measures):

(૧) અનાવૃષ્ટિથી બચવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ, જેથી ઋતુચક્ર પર તેની વિપરીત અસર પડે નહિ. 

(૨) વાતાવરણમાં પ્રદુષણ ના ફેલાય તેના પર ધ્યાન આપવું જોઈએ. 

(૩) પાણીનો વિવેકપૂર્વક તથા કરકસરપુર્વક ઉપયોગ કરવો જોઈએ. 

(૪) ભૂગર્ભજળમાં વધારો કરવા માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. 

(૫) ચોમાસામાં વરસાદી પાણી દરિયામાં વહી ના જાય તે માટે ચેકડેમ કે તળાવ બાંધી વરસાદી પાણી રોકવું જોઈએ, જેથી ભૂગર્ભજળમાં વધારો કરવો જોઈએ. જેથી અનાવૃષ્ટિની અસર નિવારી શકાય. 

(૬) અનાવૃષ્ટિ સમયે કાળાબજારી વધી જાય છે. તેથી કાળાબજારી પર લગામ રાખવી જોઈએ.

(૭) અનાવૃષ્ટિ સમયે સંગ્રહખોરી પર લગામ લગાવવી જોઈએ, જેથી દરેક વસ્તુ બધાને સરળતાથી મળી શકે.

FAQs:

(1) દુષ્કાળ કે અનાવૃષ્ટિ કોને કહે છે? 

જવાબ: જરૂરિયાત કરતાં ઓછો અથવા નહિવત્ વરસાદ અથવા વરસાદ જ ના વરસે તેને દુષ્કાળ કે અનાવૃષ્ટિ કહે છે.

(2) અનાવૃષ્ટિ એ કેવી આપત્તિ છે? 

જવાબ: કુદરતી આપત્તિ


Post a Comment

0 Comments