અતિવૃષ્ટિ નો નિબંધ/ લીલો દુષ્કાળ નો નિબંધ/Essay on Extreme Rain / Essay on Green Drought in gujrati language

 

અતિવૃષ્ટિ નો નિબંધ/ લીલો દુષ્કાળ નો નિબંધ(Essay on Extreme Rain / Essay on Green Drought in gujrati language) 

અતિવૃષ્ટિ નિબંધ || અતિવૃષ્ટિ નો નિબંધ || અતિવૃષ્ટિ વિશે નિબંધ || અતિવૃષ્ટિ વિશે ગુજરાતી નિબંધ || અતિવૃષ્ટિ નો ગુજરાતી નિબંધ || અતિવૃષ્ટિ વિશે નિબંધ ગુજરાતી ભાષામાં || અતિવૃષ્ટિ નો નિબંધ ગુજરાતી ભાષામાં || અતિવૃષ્ટિ ગુજરાતી નિબંધ || દુષ્કાળ નો નિબંધ || લીલો દુષ્કાળ વિશે નિબંધ || લીલો દુષ્કાળ વિશે નિબંધ ગુજરાતી || લીલો દુષ્કાળ નો ગુજરાતી નિબંધ ||લીલો દુષ્કાળ વિશે નિબંધ ગુજરાતી ભાષામાં ||લીલો દુષ્કાળ નો નિબંધ ગુજરાતી ભાષામાં || લીલો દુષ્કાળ વિશે માહિતી || અતિવૃષ્ટિ વિશે માહિતી || Ativrushti no nibandh || ativrushti vishe nibandh || ativrushti vishe mahiti || ativrushti vishe nibandh gujrati || ativrushti gujarati nibandh || ativrushti gujarati essay || ativrushti essay in gujarati language || ativrushti vishe nibandh gujrati language ||  lila dushkal no nibandh || lila dushkal vishe nibandh || lila dushkal no essay ||lila dushkal no nibandh gujrati bhashama || lila dushkal essay in gujarati language ||lila dushkal vishe nibandh gujrati bhashama 

ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતી માટે વરસાદ એ ખૂબ જ મહત્વનું પરિબળ છે.જો વરસાદ ચોમાસામાં સારો પડે તો ખેતી સારી થાય છે અને ઉપજ પણ સારી મળે છે.જરૂરિયાત કરતા ઓછો વરસાદ પડે તો પણ ખેતી પર માઠી અસર પડે છે. જરૂરિયાત કરતાં ઓછો વરસાદ પડે અથવા વરસાદ નહિવત્ પડે અથવા વરસાદ ના પડે તો તેને અનાવૃષ્ટિ કહેવાય છે.વરસાદ જરૂરિયાત કરતાં વધુ વરસે અને વરસાદ વરસવાથી ફાયદા કરતા નુકસાન વધુ થાય તો તેને અતિવૃષ્ટિ  અથવા લીલો દુષ્કાળ અથવા ભીનો દુષ્કાળ કહે છે.


"અતિની કોઈ ગતિ નહિ."

ચોમાસામાં સારો વરસાદ થાય તે ખુબ જ આવશ્યક છે પરંતુ જો જરુંર કરતાં વધારે વરસાદ થાય તો નુકસાન જ નુકસાન થાય છે. ઘણી વખત વધુ પડતો વરસાદ પણ આપત્તિ સર્જે છે. વધુ પડતા વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જાય છે.લોકોની ઘરવખરી ડુબી જાય છે.કાચા અથવા નબળા મકાન વધારે વરસાદથી પડી જાય છે, આથી ઘણી વખત જીવ ગુમાવવાનો વારો આવે છે.વધુ પડતા વરસાદથી વિજ પુરવઠો ખોરવાઈ જાય છે, જેથી અંધારપટ સવાઈ જાય છે.રોડ-રસ્તાઓ ધોવાઈ જાય છે, જેથી વાહનવ્યવહાર ખોરવાઈ છે. ક્યારેક ક્યારેક તો નાળાં અને પુલ પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે.

વધુ પડતા વરસાદથી ખેતરમાં રહેલા પાક પણ ધોવાઈ જાય છે, જેથી ખેડુતોને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જમીનનું ખુબ જ ધોવાણ થાય છે, જેથી જમીનનું ઉપરનું પડ ધોવાઈ જાય છે. જેથી જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે.
અતિવૃષ્ટિને કારણે પશુ પક્ષીઓને પણ ખૂબ જ મુશ્કેલીઓ પડે છે.પ્રાણીઓને ઘાસચારાની તથા પક્ષીઓને ચણની  તકલીફ પડે છે તથા પક્ષીઓના રહેઠાણને પણ નુકસાન થાય છે.

અતિવૃષ્ટિને કારણે ચારેબાજુ પાણી જ પાણી નજરે પડે છે. જાણે કુદરત મનુષ્ય પર કોપાયમાન થયો હોવાનો ભાસ થાય છે.નદીઆોમા આવેલા ઘોડાપુર ઉસળી ઉસળી ને મનુષ્યને તથા માનવજાતને થપાટો મારતા હોવાનો અહેસાસ થાય છે.શહેરોમાં રસ્તાઓ પર નદીઓ વહેવા લાગે છે. મકાનોના માળ પણ પાણીમાં ડૂબી જાય છે. અનાજ અને શુદ્ધ પીવાલાયક પાણીની પણ તકલીફ પડે છે.

આમ, અતિવૃષ્ટિ એ મનુષ્યએ કુદરતને પહોચાડેલ નુકસાનનો ચણચણતો મનુષ્યના ગાલ પર તમાસો છે.

FAQs:


(1) અતિવૃષ્ટિ કે લીલો દુષ્કાળ કોને કહે છે? 

જવાબ:વરસાદ જરૂરિયાત કરતાં વધુ વરસે અને વરસાદ વરસવાથી ફાયદા કરતા નુકસાન વધુ થાય તો તેને અતિવૃષ્ટિ  અથવા લીલો દુષ્કાળ અથવા ભીનો દુષ્કાળ કહે છે.

(2) ઘોડાપુર કોને કહે છે? 
જવાબ: વધુ વરસાદને કારણે આવતા ઘસમસતા પુરને ઘોડાપુર કહે છે. 

Post a Comment

0 Comments