મારો પ્રિય તહેવાર દિવાળી નો નિબંધ/my favorite festival Diwali essay in gujrati language
આપણા દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે. તહેવારો જ ખરા અર્થમાં આપણા દેશની સંસ્કૃતિની ઓળખ છે.
ભારતમાં ઘણા જ તહેવારો ઉજવવામાં આવે છે જેમાં ઘણા પ્રાદેશિક તહેવાર છે, જે અમુક પ્રદેશ કે વિસ્તાર પુરતા સિમિત છે, પરંતુ અમુક તહેવાર પુરા ભારતમાં આનંદ સાથે ઉજવવામાં આવે છે. ભારતમાં હોળી, ધૂળેટી, રક્ષાબંધન, જન્માષ્ટમી, નાતાલ, બકરી ઈદ, દિવાળી, નુતન વર્ષ, ભાઈ બીજ, કેવડા ત્રીજ, શિવરાત્રિ, નવરાત્રી જેવા અનેક તહેવાર ઉજવવામાં આવે છે, આથી જ ભારતીય લોકોને ઉત્સવ પ્રિય પ્રજા કહેવામાં આવે છે. તહેવારો એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.
દિવાળીનો તહેવાર આમ તો ભારતનો મુખ્ય તહેવાર ગણી શકાય કેમકે આખા ભારતમાં આ દિવાળીનો તહેવાર પુરા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે.દિવાળીનો તહેવાર આમ તો વર્ષના અંતિમ દિવસે એટલે કે આસો માસની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવાર પર આપણા ગુજરાતમાં બાળકોને શાળામાં પણ વેકેશન હોય છે, આથી આ તહેવાર વધુ આનંદદાયક બની જાય છે.
દિવાળી તહેવાર ઉજવવાનું ધાર્મિક મહત્વ:-(Religious significance of celebrating Diwali)
દિવાળીનો તહેવાર આસો માસના અંતિમ દિવસે એટલે કે આસો માસની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી તહેવારની ઉજવણી સાથે ભગવાન શ્રી રામ ભગવાનની કથા સંકળાયેલી છે. દિવાળીનો તહેવાર શ્રી રામ ભગવાન પોતાના ૧૪ વર્ષનો વનવાસ પૂર્ણ કરી તથા રાવણ નામનાં રાક્ષસનો વધ કરી પોતાના રાજ્ય અયોધ્યા પરત ફર્યા હતાં, આથી અયોધ્યાવાસીઓએ રાજા રામના આગમન સમયે દિપક પ્રગટાવી સ્વાગત કર્યુ હતું. રાજા રામના અયોધ્યામાં આગમનની ખુશીમાં દિવાળીનો તહેવાર ઊજવવામાં આવે છે. આમ દિવાળીનો તહેવાર એ અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે.
દિવાળી તહેવારની ઉજવણી:(Diwali celebrations):
દિવાળી તહેવારની ઉજવણીની તૈયારીઓ ઘણા દિવસો પહેલા જ થઈ જાય છે. દિવાળી તહેવારે ઘણા દિવસોની વાર હોય છે ત્યારે ઘરની સફાઈ કરવામાં આવે છે. દિવાળી પહેલા ઘરમાં સાફ-સફાઈને સાથે સજાવવામાં પણ આવે છે. દિવાળી પહેલા જ બધા પોતાના નવા કપડાની ખરીદી કરે છે તેમજ નવી નવી મિઠાઈ પણ બનાવવામાં આવે છે. દિવાળી પર બધા જ ફટાકડાની ખરીદી કરે છે.દિવાળીના તહેવારના દિવસે લોકો સવારે વહેલા ઊઠીને શુભેચ્છાઓ પાઠવે છે તથા મંદિરે દેવ દર્શન કરવા માટે જાય છે. દિવાળીને દિવસે બધા જ નવા કપડાં પહેરે છે. દિવાળીના દિવસે સાંજે લોકો દિપક પ્રગટાવી અંધકાર પર પ્રકાશના વિજયનો અહેસાસ કરાવે છે. દિવાળીની સાંજે બધાં જ ફટાકડા ફોડીને દિવાળી તહેવારની ઉજવણી કરે છે.
દિવાળી પર ફોડવામાં આવતા ફટાકડા એ બાળકો માટે એક અલગ જ અહેસાસ કરાવે છે. ફટાકડામાં ખાસ તો દાડમ, ફુલઝર, રોકેટ, ગુબ્બારા, ભોય ચકડી, ચાંદલીયા, ભીત બોંબ વગેરેનો સમાવેશ થાય છે.
દિવાળીનો બીજો દિવસ એટલે નવુ વર્ષ, નુતન વર્ષ. દિવાળીના બીજા દિવસે લોકો વહેલા ઊઠીને એકબીજા મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. આમ, તો દિવાળીનો તહેવાર એટલે બાળકો માટે હર્ષોલ્લાસનો તહેવાર.
દિવાળીના તહેવારની ઉજવણીમાં ધ્યાનમા રાખવાની બાબતો(Things to keep in mind while celebrating Diwali):
દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
(૧) દિવાળીના દિવસે ફટાકડા ફોડવામાં આવતા હોય છે, આથી આગ લાગવાના બનાવ બનતા હોય છે. આથી આવી કોઈ ઘટના ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ.
(૨) દિવાળીના દિવસે નાના બાળકો ફટાકડા ફોડતા હોય છે. આથી નાના બાળકો દાજી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
(૩) દિવાળીના દિવસે રોકેટ ચડાવતી વખતે કોઈના મકાન કે મિલકતને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
(૪) દિવાળીના દિવસે ફટાકડા હાથમાં રાખીને ન ફોડવા જોઈએ.
(૫) દિવાળીના દિવસે કોઇ જગ્યાએ આગ લાગે તો તરત જ ફાયર વિભાગને જાણ કરવી જોઈએ.
(૬) શક્ય હોય ત્યાં સુધી ખુલ્લી જગ્યામાં જ ફટાકડા ફોડવા જોઈએ. ભીડભાડ વાળી કે ગીચ જગ્યામાં ફટાકડા ન ફોડવા જોઈએ.
(૭) આજુબાજુમાં કોઈ બિમાર વ્યક્તિ અથવા હોસ્પિટલ હોય તો મોટા અવાજ કરતા અથવા દર્દીઓને તકલીફ પડે તેવા ફટાકડા ના ફોડી માનવતા દાખવવી જોઈએ.
"દિપ જલાવો, પ્રીત જગાવો.
અંતરનો અંધકાર ફગાવી."
FAQs:
0 Comments