ઉનાળાની બપોર/ગ્રીષ્મઋુતુ/unala ni bapor/grishm rutu/ઉનાળાની બપોર નો પ્રકોપ/summer essay in gujrati
મુદ્દા: ઉનાળાની બપોર-બપોર વિષે લેખકોની કાવ્ય પંક્તિ-ઉનાળાની સજીવ સૃષ્ટિ પરની અસરો-ગરમીથી બચવાના ઉપાયો-ઉનાળાની મજા
વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળાની ઋતુ પછી ઉનાળો આવે છે. શિયાળાની સવાર આનંદદાયક હોઈ છે. પરંતુ ઉનાળાના બપોરનો સૂર્ય અગનગોળા જેવો હોય છે.
ઉનાળામાં સવારે થોડી ઘણી ઠંડક હોય છે. પછી ધીમે ધીમે આકરી ગરમી પડે છે. ઉનાળા માં બપોરે ખૂબ આકરી ગરમી પડતાં સૂર્ય જાણે અગ્નિના ગોળા જેવો લાગે છે. ઉનાળામાં બપોરે જાણે આગ વરસતી હોય એવી ગરમી પડે છે.
ઉનાળાની બપોર એટલે ધોમધખતો તડકો, અગનગોળા વરસાવતી સુરજની ગરમીની ૫રાકાષ્ઠા જાણે કોઇ આગની ભઠઠીમાંથી અગ્નિની શેરો વછૂટતી હોય તેવુ લાગે. આવી અગ્નિ વરસાવી ગરમીના કારણે ઉનાળાની બપોર માં માનવજીવન એકદમ શાંત થઇ જાય છે. શહેર અને ગામડાઓમાં સડકો ખાલીખમ થઈ જાય છે, વાહનવ્યવહાર થંભી થાય છે. શહેરોમાં વાહનો વગરની સડકો જાણે ૫હોળી થઇ ગઇ હોય એમ લાગે છે. આકાશ એકદમ સ્વચ્છ અને સ્તબ્ધ થઇ ગયેલ જોવા મળે છે, આકાશમાં કયાંક ક્યારેક એકાદ સમડી કે બાજ જોવા મળે છે. તે સિવાય આકાશમાં શૂન્યતા જ વ્યાપેલી જોવા મળે છે. તેથી નિરંજન ભગતે એક ગીતમાં ઉનાળાની તીવ્રતાનું વર્ણન કરતાં લખ્યુ છે કે,
”તગતગતો આ તડકો, ચારેકોર જુઓને કેવી ચગદાઇ ગઇ છે સડકો!”
વૈશાખમાં ભૌગોલિક રીતે પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોવાથી સૂર્યના સીઘા કિરણો પૃથ્વી ૫ર ૫ડે છે જેથી તાપ સૌથી વઘુ લાગે છે. ગ્રીષ્મના આવા આકરા પ્રકો૫માં કોઇ માનવ કે ૫શુ પંખી બહાર નીકળવાનું નામ લેતુ નથી. ૫શુઓ વૃક્ષોના છાંયડામાં તો ૫ક્ષીઓ વૃક્ષોની ઘટામાં લપાઇ સાંજ ઢળવાની આતુરતાથી રાહ જુએ છે. વટેમાર્ગુઓ પણ વૃક્ષની છાંયામાં વિસામો કરે છે. અરે જગતનો તાત ખેડૂત જે કયારે જં૫તો નથી એ ૫ણ આવા ગ્રીષ્મના મઘ્યાહન વેળાએ ઘટાદાર લીમડાની શીતળ છાયામાં થોડોક સમય આરામ કરી લે છે. સમગ્ર જીવસૃષ્ટી ઉ૫ર ગરમીનું સમ્રાજય છવાઇ જાય છે. કુદરત જાણે રીસાઈ ગઇ હોય અને આ સમગ્ર સૃષ્ટિનો વૈભવ બાળી નાખવા ધાર્યું હોય એવું લાગે છે.
શ્રમિક વર્ગ તો ઉનાળાની બપોર ની આવી કાળજાળ ગરમીમાં ૫ણ આરામ કરવાની જગ્યાએ ઘોમઘોખતા તા૫માં ઘંઘો કરે છે. લારીવાળા, ગલ્લા વાળા, ફેરિયા, જેવા લોકો રોટલો રળવા માટે તડકામાં સેકાતા નજરે ૫ડે છે. આ લોકોને ગરમીમાં આરામ કરવાનું ૫રવડતુ નથી કેમ કે તેમનું સાંજનુ ભાણુ અને ખાણું રોજની કમાણી માંથી થાય છે. આ શ્રમજીવી વર્ગ ની દયનિય સ્થિતિ નું વર્ણન કરવાની કોઇ કવિ કે લેખકને ૫ણ જાણે વેળા મળી નથી. ૫રંતુ પ્રકૃતિ પ્રેમી કવિશ્રી રા.વિ.પાઠકે વૈશાખનો બપોર કાવ્યમાં તેમનું આબેહુબ વર્ણન કર્યું છે. કવિશ્રી ઉમાશંકર જોશી એ ઉનાળાને ”ધૂણી ધખાવીને બેઠેલો અઘોરી” કહયો છે. કાકા કાલેલકર તો ત્યાં સુધી કહી દીધું છે કે ”ભેંસો દૂધ દેતી વખતે જેવી રીતે આંખો મીંચી નિ:સ્તબ્ધ ઊભી રહે છે તેવી રીતે ઉનાળામાં આકાશ તડકાની શેરો છોડતું ઊભું રહે છે.”
તડકાની પ્રચંડ સેરોથી ત્રાસી ગયેલા મૂંગા પશુઓ કયાંક પાણીમાં કાદવમાં કે ઝાડની આછીપાતળી છાયામાં વાગોળતાં, અળોટતાં કે હાંફતાં નજરે પડે છે. લાચાર ભોલાં પંખીડા બિચારા પોતપોતાના માળાઓમાં, મકાનોની બખોલોમાં કે ઘટાદાર વૃક્ષની ડાળીઓમાં ડોક ઢાળીને, લપાઈને કે સંતાઈને મધ્યાહન ઢળવાની રાહ જોતા હોય છે. શ્રીમંત વર્ગના માનવીઓ પોતપોતાના વ્યવસાય-સ્થળે યા ઘેર બપોરના બે-ચાર કલાકનો સમય આરામમાં કે ઉંઘવામાં પસાર કરી નાખે છે. બાકી એ વર્ગ સિવાયના મધ્યમવર્ગના અને ગરીબવર્ગના માનવીઓ તો પરસેવો રેબઝેબ થતા-થતા પણ પોતાના કમા-ધંધાને વળગેલા હોય છે. વસ્તી યા ચેતનની દ્ર્ષ્ટિએ કોઈએ તો થોડાક રડયાખડયા શ્રમજીવી મજૂરો આકાશમાં ચકરવા લેતી એકાદ બે સમડીઓ,મૃગજળ પાછડ દોડ મૂકતા કો'ક કો'ક હરણાં અને એકાએક મૂકી ઉઠતા એકલવાયા ગધેડા સિવાય જીવંત સૃષ્ટિનો ઝાઝો અણસારો જોવા સાંભળવા મળતો નથી.
FAQs:
(1) મુખ્ય ઋુતુઓ કેટલી છે? કઈ કઈ?
જવાબ: મુખ્ય ઋુતુઓ ત્રણ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું
(2) કોણે ઉનાળાને ધુણી ધખાવીને બેઠેલો અઘોરી કહયો હતો?
જવાબ: ઉમાશંકર જોશીએ
(3) "ઉનાળાની બપોર " એ કોની કૃતિ છે?
જવાબ: કાકા સાહેબ કાલેલકર
(4) ક્યા કવિને ઉનાળાની બપોરમાં પણ રસ અને સૌંદર્યના દર્શન થાય છે?
જવાબ: કાકા સાહેબ કાલેલકર
(5) "સૂર્યને શિક્ષા કરો"- એવું કયા કવિએ કહ્યું હતું?
જવાબ: લાભશંકર ઠાકર
0 Comments