સ્વાતંત્ર્ય દિન નિબંધ/ ૧૫ મી ઓગષ્ટ/ 15 august essay in gujrati

સ્વાતંત્ર્ય દિન નિબંધ/ ૧૫ મી ઓગષ્ટ/  15 august essay in gujrati

  ૧૫ મી ઓગસ્ટ ગુજરાતી નિબંધ || સ્વાતંત્ર્ય દિન || સ્વાતંત્ર્ય દિવસ || આઝાદી દિવસ || સ્વાતંત્ર્ય દિવસ નિબંધ ગુજરાતી || આઝાદી વિશે નિબંધ || સ્વાતંત્ર્ય દિનનો નિબંધ || ૧૫ મી ઓગસ્ટ વિશે માહિતી || સ્વાતંત્ર્ય દિવસ વિશે માહિતી || આઝાદી દિવસ વિશે માહિતી || 15 mi august no nibandh || swatantrata diwas no nibandh || 15 mi august nibandh in gujarati || swatantrata diwas nibandh in gujarati language || 15 mi august nu mahtva || swatantrata diwas nu mahtva || dwaj vandan || desh bhakti || loktantr || salami || dhwaj vandan karykram


ના જીવો ધર્મના નામ પર

ના મરો ધર્મના નામ પર

માણસાઈ જ ધર્મ છે દેશનો

બસ જીવો દેશના નામ



15 ઓગસ્ટ 1947 એ સમગ્ર ભારત માટે ખૂબ જ ભાગ્યશાળી અને ખુશી નો દિવસ હતો. આ દિવસે અંગ્રેજો થી લગભગ 200 વર્ષ ગુલામી કર્યા પછી આપણા દેશ ભારત ને આઝાદી મળી. ભારતને આઝાદી મળે તે માટે ઘણા મહાન સ્વતંત્ર સેનાનીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સ્વતંત્રતા સેનાનીઓના સતત મુશ્કિલ સંઘર્ષ બાદ ભારત અંગ્રેજ શાસનમાંથી મુક્ત થયું. ત્યારથી આજ સુધી, 15 ઓગસ્ટ ને સમગ્ર ભારત માં સ્વતંત્રતા દિવસ તરીકે માનવામાં આવે છે.

ફાંસી ચઢ ગયે ઓર સીને પર ગોલી ખાઈ, હમ ઉન શહીદો કો પ્રણામ કરતે હૈ,

જો મિટ ગયે દેશ ૫ર , હમ ઉનકો સલામ કરતે હૈ

15 ઓગસ્ટ, 1947 ના રોજ જવાહરલાલ નહેરુ આઝાદીની મળ્યા પછી ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા, જેમણે દિલ્હીના લાલ કિલ્લા પર ભારતીય ધ્વજ ફરકાવીને પછી બધા ભારતીયોને સંબોધન કર્યું હતું. અન્ય આવનારા વડાપ્રધાનોએ પણ આ પ્રથા આગળ વધારી હતી.

દિલ હમારે એક હૈ, એક હી હૈ હમારી જાન

હિન્દુસ્તાન હમારા હૈ, હમ હૈ ઉસ કી શાન

જાન લુટા દેગે વતન પે, હો જાયેંગે કુરબાન

ઈસલીયે હમ કહેતે હૈ, મેરા ભારત મહાન

ભારત નિરંતર પ્રગતિના પથ પર વિકસિત થતુ જઈ રહ્યુ છે. આઝાદ ભારતે પોતાની એક લાંબી યાત્રા પૂરી કરી લીધી છે. હવે તેની યોજનાઓનો ઉકેલ શરૂ થઈ ગયો છે.   પોતાની સફળતાઓને આપણે મોટાભાગે ઓછી જ આંકીએ છીએ. ગર્વની અનુભૂતિમાં એ તાકત છે જે દેશના લોકોમાં આશાઓની કિરણનો નવો સંચાર કરીને તેમને સામાન્યથી અસામાન્ય ઉંચાઈઓ સુધી પહોંચાડીએ દે છે. 

કુછ નશા તિરંગે કી આન કા હૈ

કુછ નશા માતૃભૂમિ કી માન કા હૈ

હમ લહરાએંગે હર જગહ ઇસ તિરંગે કો

એસા નશા હી કુછ હિન્દુસ્તાન કી શાન કા હૈ

આ દિવસે, તમામ સરકારી કચેરીઓમાં ત્રિરંગો લહેરાવવામાં આવે છે અને રાષ્ટ્રગીત “જન-ગણ-મન” ગાવામાં આવે છે. શાળા, કોલેજોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે અને મીઠાઇનું વિતરણ કરી ખુશી મનાવવા માં આવે છે. મંગલ પાંડે, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, રાણી લક્ષ્મીબાઈ, મહાત્મા ગાંધી, અશફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુ વગેરે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન ને પણ યાદ કરવામાં આવે છે.

હૈ સલામી ઇસ તિરંગે કો, જિસસે તેરી સાન હૈ

સર હંમેશા ઉંચા રખના ઇસકા, જબ તક દિલ મેં જાન હૈ

ભારત એક વિશાળ દેશ છે. તેમા અનેક ધર્માનુયાયી વિવિધ જાતિયો વિવિધ ભાષા બોલનારા લોકો રહે છે. વેશભૂષા ખાન-પાન બોલચાલની દ્રષ્ટિએ વિવિધતા લક્ષિત થાય છે. પણ આ અનેકતાની પાછળ એકતાની ભાવના ચોક્કસ રહેલી છે.

लड़े वो वीर जवानों की तरह

 ठंडा खून भी फौलाद हुआ ।

मरते  मरते भी कई मार गिराए 

तभी तो देश आजाद हुआ ।

સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર ભારત દેશમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે સરકારી કાર્યાલયોમાં જાહેર રજા રાખવામાં આવે છે . સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ તેમજ શાળાઓ અને કોલેજોમાં સ્વતંત્રતા દિવસની  ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દેશભક્તિના ગીતો અને દેશભક્તિના નારાઓથી આખો દેશ ગુંજી ઊઠે છે. સમગ્ર દેશ રોશનીથી જળહળી ઊઠે છે. ટીવી અને રેડિયો પર આખો દિવસ દેશભક્તિના કાર્યક્રમો પ્રકાશિત કરવામાં આવે છે. દેશની આઝાદી માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. 

“રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,

કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;

ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.”

15 મી ઑગસ્ટના દિવસે સવારે દિલ્લીના લાલ કિલ્લા પર આપણા વડા પ્રધાન ધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધન કરે છે. પછી આપણા દેશની સેનાની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. ટી.વી. પરથી આ કાર્યક્રમોનું | સીધું પ્રસારણ થાય છે. આ દિવસે રેડિયો અને ટી.વી. પર દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવે છે. ટી.વી. પર દેશપ્રેમને લગતી ફિલ્મ પણ દર્શાવવામાં આવે છે. આપણે આઝાદ થયા છીએ પણ હજુ પૂરેપૂરા આબાદ થયા નથી. 15 મી ઑગસ્ટના દિવસે આપણે શહીદોને યાદ કરીએ. આપણે આપણા દેશની મહામૂલી આઝાદીનું રક્ષણ કરવાની અને દેશને આબાદ કરવાની પ્રતિજ્ઞા લઈએ.

वतन वालो वतन ना बेच देना

 ये धरती ये चमन ना बेच देना ।

 शहीदों ने जान दी है वतन के वास्ते 

शहीदों के कफन ना बेच देना ।

દરેક શાળા અને કોલેજોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વહેલી સવારે ઢોલ નગારા સાથે પ્રભતાફેરી કાઢવામા આવે છે. પ્રભાતફેરીમાં દેશભક્તિના નારા અને દેશભક્તિ ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠે છે. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. ધ્વજવંદન વિધિ બાદ વિવિધ નાટકો , નૃત્યો અને  સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને દેશભક્તિનો સંદેશ દેશના દરેક નાગરિક સુધી પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. 

ઈ.સ.1757 થી અંગ્રેજોએ ભારત દેશના શાસનમાં પગપેસારો કર્યો હતો . ત્યારથી લઈને 1947 સુધી લગભગ 200 વર્ષ સુધી ભારત દેશ અંગ્રેજ શાસનનો ગુલામ રહ્યો. 200 વર્ષમાં બ્રિટિશરોએ ભારતની અબજો રૂપિયાની સંપતિ લૂંટી લીધી હતી. તેઓ દેશના લોકોના ભોગે સામ્રાજ્યનો વિસ્તાર કરી રહ્યા હતા.  વળી સૈન્ય , ઉદ્યોગ , ધંધા દરેક ક્ષેત્રમાં ઉચ્ચ પદો પર બ્રિટિશરોને જ રાખવામાં આવતા હતા. ભારતીય કર્મચારીઓને બઢતી અને વેતનમાં પણ અન્યાય કરવામાં આવતો હતો. આ અન્યાયના લીધે ભારતની પ્રજામાં બ્રિટિશરો વિરૂદ્ધ લડત ચલાવવાની ફરજ પડી. 1857માં લશ્કરમાં  આ લડત ઉગ્ર બની.

🇮🇳જય હિંદ||જય ભારત🇮🇳

FAQs:

(1) ભારત દેશ આઝાદ ક્યારે થયો? 

જવાબ: 15 ઑગસ્ટ 1947 ના રોજ

(2) ભારતનું રાષ્ટ્રગીત ક્યુ છે? 

જવાબ: જન ગણ મન..... 

(3) ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતું? 

જવાબ: જવાહરલાલ નહેરુ

Post a Comment

0 Comments