આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા નિબંધ/atankvad ek vaishvik samasya essay in gujrati

આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા નિબંધ/atankvad ek vaishvik samasya essay in gujrati

આતંકવાદ વિશે નિબંધ || આતંકવાદ વિશે ગુજરાતી નિબંધ || આતંકવાદ વિશે માહિતી || આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા ગુજરાતી નિબંધ || આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા નિબંધ || ટેરરિઝમ વિશે નિબંધ || આતંકવાદી વિશે નિબંધ || atankvaad vishe nibandh || atankvaad no nibandh || atankvaad no nibandh in gujarati language || atankvaad vishe mahiti

”ઉઠો જાગો અને આતંકવાદને ભગાવો.”

પ્રજામાં ભય,ડર ઉત્પન્ન કરવાની વિચારધારાતેને આતંકવાદ કહે છે. આતંકવાદીઓ પોતાના અંગત સંગઠન દ્વારા પોતાનાઅંગત હેતુઓની પરિપૂર્તિ કરવા માટે હિસાનું આયોજન પૂર્વકનાકાવતરાનો ઉપયોગ કરે છે.તેમાં તેઓ ઓર્ગેનાઈઝડ ક્રાઈમનો પણ સમાવેશ કરે છે.આતંકવાદ, સૌ પ્રથમ, એક દેશ માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વના સમુદાય માટે સમસ્યા છે. આતંકવાદી હુમલાઓ આખી દુનિયામાં ચકચાર મચી ગયો છે. પરિણામે, ઘણા લોકો મરે છે, ઘણા પરિવારો પીડાય છે, તેમજ શહેરોના માળખાકીય સુવિધાઓ. પરંતુ આતંકવાદનું નાબૂદ કરવું એક ખૂબ જ મુશ્કેલ કાર્ય છે.



આતંકવાદના પ્રસાર અને તેના બળમાં જે તે દેશની બહારથી મળતી મદદ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. આ મદદ મહદ્અંશે શસ્ત્રો અને નાણાંના સ્વરૂપમાં મળતી હોય છે. ક્યારેક કોઈએક દેશમાં રાજકીય અસ્થિરતા સર્જાય તે માટે પણ અન્ય દેશોની સરકારો એ દેશનાં આતંકવાદી સંગઠનોને સહાય કરતી હોય છે અને નૈતિક ટેકો પણ પૂરો પાડતી હોય છે.

વર્તમાન સમયમાં આતંકવાદ માનવતાનો સૌથી મોટો દુશ્મન છે જે માત્ર નિર્દોષ લોકોને જ નથી મારતો પરંતુ તે આર્થિક વિકાસ અને સામાજીક સ્થિરતાને પણ પ્રભાવિત કરે છે.આતંકવાદ માનવતા અને વિશ્વ શાંતી માટે ગંભીર ખતરો છે.વિશ્વના શક્તિશાળી દેશો પણ તેનાથી હેરાન-પરેશાન છે.વિશ્વનો દરેક દેશ આતંકવાદનો ભોગ બન્યો છે.૨૦૦૧માં  ભારતદેશની સંસદભવન પરનો હુમલો,મુંબઈની તાજ હોટલ પરનો હુમલો, ગાંધીનગરમાં આવેલ  અક્ષરધામ પરનો હુમલો,૨૦૧૯ની  ૧૪ ફેબ્રુઆરીએ  પુલવામાપરનો આતંક હુમલો,નાગાલેન્ડમાં ઉગ્રવાદીઓએ  કરેલ હુમલો કેમ કરી ભૂલી શક્ય. ૯/૧૧ અમેરિકાનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગન પર હુમલો થયો. 

ભારતમાં દર વર્ષે 21 મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. તે રાષ્ટ્રીય સદ્ધાભાવને પ્રોત્સાહન આપવા, આતંકવાદને ઘટાડવા અને તમામ જાતિઓ, સંપ્રદાયો વગેરેના લોકોમાં એકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.આતંકવાદની સમસ્યાનું મૂળભૂત કારણ કયાંકને ક્યાંક સામાજિક કે આર્થિક હોય છે.એટલે સરકારે આગળ વધીને તેની સંબંધિત સમસ્યાઓને નિવારવી જોઈએ.આવાં વિસ્તારોમાં રોજગારીના મજબૂત કાર્યક્રમોને ભાર આપી ચલાવવા જોઈએ.

FAQs:

(1) ક્યા દિવસને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

જવાબ: 21 મી મે

(2) ભારતમાં સંસદ ઉપર હુમલો કઈ સાલમાં થયો હતો?

જવાબ: ઈ.સ. 2001 માં

(3) પુલવામા પર ક્યારે આતંકવાદી હુમલો થયો હતો?

જવાબ: ૨૦૧૯ની ૧૪ ફેબ્રુઆરીએ

(4) ભારતમાં ક્યા ક્યા આતંકવાદી હુમલા થયા?

જવાબ: સંસદ ભવન પરનો હુમલો, તાજ હોટલ પરનો હુમલો, ગાંધીનગર અક્ષરધામ પરનો હુમલો, પુલવામા પરનો આતંકવાદી હુમલો

Post a Comment

0 Comments