બાળમજૂરી એક કલંક/bal majburi ek kalank essay in gujrati

બાળમજૂરી એક કલંક/bal majburi ek kalank essay in gujrati

બાળમજૂરી વિશે નિબંધ || બાળમજૂરી નો નિબંધ || બાળમજૂરી વિશે ગુજરાતીમાં નિબંધ || બાળમજૂરીનો ગુજરાતીમાં નિબંધ || બાળમજૂરીનો ગુજરાતી ભાષામાં નિબંધ || બાળમજૂરી વિશે માહિતી || બાળમજૂરીના કારણો || બાળમજૂરી દુર કરવાના ઉપાયો || બાળમજૂરી એક કલંક નિબંધ || બાળમજૂરી એક કલંક ગુજરાતી નિબંધ || બાળમજૂરી એક કલંક ગુજરાતી ભાષામાં નિબંધ || balmajuri ek kalank nibandh || balmajuri ek kalank essay in gujarati language || balmajuri ek kalank gujarati bhashama nibandh || balmajuri no nibandh || balmajuri vishe gujarati nibandh || balmajuri vishe gujarati bhashama nibandh || balmajuri dur karvana upay || balmajuri na karno || balmajuri ek samshya gujrati nibandh || child labour essay in gujarati language

બાળમજૂરી

બાળમજુરીએ વર્તમાન સમાજનું કલંક છે.બાળ મજૂર એ શબ્દ સાંભળતા જ આઘાતની લાગણી અનુભવાય છે.કેટલાય ભણવાની ઉંમરના બાળકો ઘરકામ, ચાની કીટલી, ખેતીકામ, ગૃહઉદ્યોગ, ઢોર ચરાવવા જેવા કામો પણ અનેક બાળકોએ કુમળી વયમાં કરવા પડે છે.જેથી આવા પરિવારનું નાનું બાળક બચપણના મુક્ત ગગનમાં વિહરવાના બદલે જવાબદારી નિભાવવા મજૂરીની ગર્તામાં ધકેલાઇ જાય છે.જે બાળકના શિક્ષણ, આરોગ્ય, પોષણ અને વિકાસ પર ગંભીર અસરો ઉભી થાય છે.બાળમજૂરી એ એક ગંભીર ગુનો છે, જેમાં બાળકને કામે રાખનાર માલિક ગુનેગાર ગણાય છે. ગરીબીરેખાથી નીચે જીવતા ઘણા પરીવારોના બાળકો પ્રાથમિક શાળામાંથી જ પોતાનો અભ્યાસ છોડી ચાની રેકડી પર, રેસ્ટોરન્ટમાં, કારખાનામાં મજૂરી કરે છે.બાળકોને બાળપણ દરમિયાન રમવા માટેની મોકળાશ અને ભણવા માટેની પૂરતી તક આપવાની જવાબદારી સરકારની તથા સમાજની પણ છે.ગરીબી, બિમારી, અજ્ઞાનતા, મજબૂરી, નિરક્ષરતા વગેરે અનેક પરીબળો બાળમજૂરી માટે જવાબદાર છે.જેને નાબૂદ કરવા કાયદા ઉપરાંત સમાજના સહકાર તથા લોકજાગૃતિની તાતી જરૂર છે.



ભારતમાં બાળ મજૂર વ્યાપક સ્તર પર છે. અહીં બાળ મજૂરી માટે બાળજોની તસ્કરી પણ કરવામાં આવે છે.ગરીબ બાળકો શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરવાની ઉંમરમાં મજૂરી કરી રહ્યા છે.

બાળમજૂર પ્રતિબંધ અને નિયમન ધારા ૧૯૮૬ હેઠળ જેમણે ૧૪ વર્ષની ઉંમર પૂરી કરી ન હોય અને કામમાં રોકાયેલા હોય તેવા બધા જ બાળકો બાળ મજૂર કહેવાય.સુપ્રિમ કોર્ટે બાળમજૂરી કરાવનાર માલિકોને કડક સજા અને દંડ કરવાનો આદેશ આપ્યો છે.ભારતીય બંધારણના અનુચ્છેદ 23 બાળકોને જોખમી ઉદ્યોગ અને કારખાનામાં કામ કરવાની પરવાનગી આપતો નથી..

બાળમજૂરી માટેના કારણો:

(૧) ગરીબી: 

ગરીબીને કારણે પોતાનાં પરિવારનું ભરણપોષણ કરવા માટે માતાપિતા ની સાથે સાથે બાળકો પણ બાળમજૂરી કરતાં જોવા મળે છે.બાળમજૂરી નું મુખ્ય કારણ ગરીબી જ છે. 

(૨) નિરક્ષરતા:

નિરક્ષરતાના કારણે બાળકોના માતાપિતા બાળકોને ભણાવવાના બદલે બાળમજૂરી કરવા મોકલી આપે છે. 

(૩) વધુ સંતાન:

ઘણીવાર વધુ સંતાનોને કારણે બાળકોને શાળાએ મોકલવાને બદલે ઘરનું ભરણપોષણ કરવા માટે બાળમજૂરી કરવા મોકલે છે. 

(૪) કાયદાની અમલવારીમાં ઢીલાશ:

બાળમજૂરીના કાયદા તો ઘણા છે પણ તેની કડક અમલવારી માટે દુર્લક્ષ સેવાય છે, માટે બાળમજૂરી વધે છે. 

(૫) ઓછું મહેનતાણું અને વધુ કામ:

બાળકો પાસેથી ઓછું મહેનતાણું આપી વધુ કામ કરાવવાની લાલચુ વૃત્તિ ધરાવતા લોકો બાળમજૂરીને પ્રોત્સાહન આપે છે. 

(૬) લાલચુ માલિકો:

વયસ્ક લોકોને મહેનતાણું વધુ આપવું પડે છે જયારે બાળકોને ઓછું મહેનતાણું આપી વધુ કામ કરાવવાની લાલચુ વૃત્તિ ધરાવતા માલિકો બાળમજૂરીને પોષે છે. 

(૭) કુટુંબ ભરણપોષણની જવાબદારી:

જયારે માતાપિતા બન્ને કામ કરતા હોવા છતા ઘરનું ભરણપોષણ ન થતું હોય ત્યારે માતાપિતા મજબુરી વશ બાળકો પાસે કામ કરાવતા હોય છે. 

(૮) માતા-પિતા વ્યસની:

માતાપિતા વ્યસની હોય ત્યારે આવકનો મોટો હિસ્સો વ્યસન પાછળ ખર્ચાઇ જાય છે આથી બાળકોને પણ કામ કરવાની ફરજ પડે છે.

(૯) માતાપિતા વગરના બાળકો:

જયારે બાળકના માતાપિતા હયાત હોતાં નથી ત્યારે ઘરની સઘળી જવાબદારી બાળકો પર આવી પડે છે ત્યારે આવી પરિસ્થિતિમાં બાળકો બાળમજૂરી તરફ વળે છે. 

(૧૦)માતાપિતાનું  કર્જ:

જ્યારે માતાપિતા પર કર્જ વધી જાય છે ત્યારે કર્જમાથી મુક્તિ માટે અનિચ્છા એ માતાપિતા બાળકો પાસેથી કામ લેતા હોય છે. 

(૧૧) મોંઘવારી:

આજે મોંઘવારી ખુબ જ વધી ગઈ છે ત્યારે ઘરની જરૂરિયાત પૂરી કરવા માટે બાળકો ને પણ કામ કરાવવાની ફરજ પડે છે. 

(૧૨) મોંઘુ શિક્ષણ: 

આજે દિનપ્રતિદિન શિક્ષણ પણ મોંઘુ થઈ રહ્યું છે ત્યારે માતાપિતા બાળકો ને શિક્ષણ અપાવાને બદલે કામ પર લગાડી દે છે. 

બાળળમજૂરી દુર કરવાના ઉપાયો:

(૧) કાયદાનું કડક અમલીકરણ:

બાળમજૂરી અંગેના કાયદાઓ તો ઘણા છે પરંતુ કાયદાનું અમલીકરણ કડકાઈથી કરવામાં આવે તો મહદઅંશે બાળમજૂરી પર નિયંત્રણ લાવી શકાય. 

(૨) શિક્ષણ પર ભાર:

શિક્ષણ પર ભાર આપવાથી બાળમજૂરી ઘટશે અને શિક્ષણ નું પ્રમાણ વધશે. 

(૩) ગરીબી દૂર કરવી:

બાળમજૂરી નું મુખ્ય કારણ ગરીબી જ છે.આથી ગરીબી ને લગતી યોજના ઓ અમલમાં મૂકવામાં આવે તો બાળમજૂરી ઘટશે. 

(૪) લોક જાગૃતિ:

બાળમજૂરી અંગે લોકજાગૃતિ લાવવામાં આવે તો પણ બાળમજૂરી પર લગામ લગાવી શકાય. 

(૫) માતાપિતાને રોજગારી:

માતાપિતાને જો રોજગારી પુરતી મળી રહેશે તો પોતાના બાળકોને મજૂરએ નહિ પરંતુ શાળાએ મોકલશે આથી બાળમજૂરી અટકશે. 

FAQs:

(1) બાળમજૂર કોને કહેવાય?

જવાબ: બાળમજૂર પ્રતિબંધ અને નિયમન ધારા ૧૯૮૬ હેઠળ જેમણે ૧૪ વર્ષની ઉંમર પૂરી કરી ન હોય અને કામમાં રોકાયેલા હોય તેવા બધા જ બાળકો બાળ મજૂર કહેવાય.

(2) બંધારણનાં ક્યા અનુચ્છેદ અંતર્ગત બાળકોને જોખમી ઉદ્યોગ અને કારખાનામાં કામ કરવાની પરવાનગી આપતો નથી?

જવાબ: અનુચ્છેદ 23 અંતર્ગત

Post a Comment

0 Comments