બેરોજગારી વિશે નિબંધ/berojgari essay in gujrati
બેરોજગારી વિશે નિબંધ || બેરોજગારી નો નિબંધ || બેરોજગારી નિબંધ ગુજરાતી || બેરોજગારી નિબંધ ગુજરાતી ભાષામાં || બેકારીનો નિબંધ || બેકારી વિશે નિબંધ || બેકારી વિશે ગુજરાતી ભાષામાં નિબંધ || બેકારી વિશે માહિતી || બેરોજગારી વિશે માહિતી || બેરોજગારી દુર કરવાના ઉપાયો || બેરોજગારીના કારણો || berojgari no nibandh || berojgari vishe nibandh || berojgari vishe gujarati nibandh || berojgari vishe gujarati bhasha ma nibandh || berojgari na karno || berojgari dur karvana upayo || berojgari essay in gujarati language
ભારત દેશમાં એક તરફ ઊંચો વસ્તીવૃદ્ધિનો દર અને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારીની બેરોજગારી ઘટાડવાના ઉપાયો, સમસ્યાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.ભારતની બેરોજગારી ચિંતાજનક છે. કારણ કે દેશનો વિકાસ ફરી શરૂ થઈ રહ્યો હોવા છતાં ભારતમાં તળિયાનો વર્ગ અન્ય દેશોની તુલનામાં વધુ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે.
“કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઇચ્છા હોવા છતાં કામ મળતું નથી.”
બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે અને સમાજમાં સ્વમાનપૂર્વક જીવન જીવી શકતી નથી.વિકાસશીલ દેશમાં માળખાગત ખામીને કારણે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થાય છે જેથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે.આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને અને આંતર માળખાકીય સુવિધાનો વિસ્તાર કરીને આ બેરોજગારી હલ કરી શકાય.સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિઓ કામ કરી શકે તેમ હોવા છતાં કામ મેળવી શકતા નથી પરંતુ આવી વ્યક્તિઓ વસ્તુનો વપરાશ અને ખર્ચ તો કરતા જ હોય છે.શ્રમિક દિવસના જેટલા કલાક અથવા વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોયતેના કરતા ઓછા કલાક કે દિવસનું કામ મળે તો તે અર્ધબેરોજગાર કહેવાય.ભારતની ખેતી મોટા ભાગે વરસાદ આધારિત છે અને સિંચાઈની સગવડ મર્યાદિત હોવાથી ખેતીક્ષેત્ર આવી મોસમી સ્વરૂપની બેરોજગારી વિશેષ જોવા મળે છે.ભારતમાં વસ્તી સતત વધતી ગઈ છે. તેથી રોજગારી માગનારાઓની સંખ્યા પણ ઊંચા દરે વધે છે.દેશમાં ખેતી સિવાયનાં અન્ય ક્ષેત્રોનો અપૂરતો વિકાસ થયો હોવાથી રોજગારી માંગનારી વધારાની વસ્તીનું ખેતીક્ષેત્રે ભારણ વધતું જાય છે.આ વધારાના શ્રમિકોને ખેતીક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તોપણ ખેતઉત્પાદનમાં ઘટાડો થશે નહિ.અસરકારક માંગના અભાવને કારણે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે છે અથવા બંધ કરવા પડે છે અને ઘણા બધા શ્રમિકોને કામ પરથી છૂટા કરવામાં આવે છે.મંદી બેરોજગારીનું કારણ બને છે.ભારતમાં વર્તમાન શૈક્ષણિક માળખું બેરોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે.
તાલીમબદ્ધ કર્મચારીબળનો અભાવ દેશની વિકાસગાથાને ગતિ આપવામાં અવરોધરૂપ બનતું એક પરિબળ છે.બેરોજગારીને કારણે ગરીબી ઉદ્ભવે છે. ગરીબ અને બેકાર બનેલાં કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય બને છે. તેમનું જીવનધોરણ ખૂબ નીચું જાય છે.
“ગરીબી હટાવો’ના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું.દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું.શ્રમપ્રધાન ઉત્પાદન-પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ.શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા તેમનામાં કૌશલ્યોનો વિકાસ કરવો જોઈએ.શ્રમિકોને જે-તે ક્ષેત્રનાં પ્રશિક્ષણ અને તાલીમ આપીને કાર્યક્ષમ બનાવવાથી તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે.શાળા-કૉલેજના અભ્યાસક્રમો સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણે રાખવા.ભારત સરકારે યુવા બેરોજગારોને માટે “મેક ઇન ઇન્ડિયા’ “સ્કિલ ઈન્ડિયા” અને “ડિજિટલ ઇન્ડિયા’ જેવી યોજનાઓ અમલમાં મૂકી છે.ઉદ્યોગસાહસિકોને નવા ધંધા-ઉદ્યોગો શરૂ કરવા માટે “સ્ટાર્ટ-અપ ઇન્ડિયા’ અન્વયે સસ્તી લોનની સહાય આપવામાં આવે છે.રોજગાર વિનિમય કેન્દ્રો રોજગાર’, “કારકિર્દી” જેવાં સામયિકો દ્વારા રોજગારીની માહિતી પૂરી પાડે છે.
FAQs:
(1) બેરોજગારી દુર કરવા સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ શરૂ કરી?
જવાબ: મેક ઇન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ, રોજગાર વિનિમય કેન્દ્ર વગેરે.
(2) બેરોજગાર કોને કહેવાય?
જવાબ: “કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઇચ્છા હોવા છતાં કામ મળતું નથી.”
0 Comments