ધોરણ ૧૨ સાયન્સ રિઝલ્ટ-૨૦૨૩
ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ પોતાની પુરી ક્ષમતા સાથે કામ કરી રહ્યો છે. ગુજરાતના વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ ને લઈને ખુબ જ ઉત્સાહિત હોય છે, જેને પરિણામે આજે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ખુબ જ સુધર્યું છે. શિક્ષણના વિકાસ થકી જ ગુજરાત નો વિકાસ શક્ય છે. ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં વાર્ષિક પરીક્ષા ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નું પરિણામ વિદ્યાર્થીને આગળનું શિક્ષણ લેવાનો માર્ગ બતાવે છે. ગુજરાતમાં ધોરણ ૧૦ બાદ ધોરણ ૧૧ માં આર્ટસ, કોમર્સ અને સાઈન્સ વિકલ્પ હોય છે, આ ઉપરાંત ડીપ્લોમા જેવા અન્ય કોર્સ પણ હોય છે.
શિક્ષણ એ હરેક વ્યક્તિ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. શિક્ષણ એ જીવન ઘડતરનો આધાર છે. શિક્ષણ એ દરેક માનવીની જ્ઞાનની સીમાઓ વિસ્તૃત કરે છે. શિક્ષણ એ સફળ જીવનની ચાવી છે.
આજે બધાં જ વાલીઓ બાળકો પાસે ઉંચી ટકાવારી ની આશા રાખે તે વ્યાજબી નથી, પરંતુ દરેક બાળકને પોતાનો માર્ગ નક્કી કરવાની છૂટ આપવી જોઈએ, જરુંરી નથી કે દરેક ઉંચી ટકાવારી લાવનાર જ જીવનમાં સફળ થાય છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં નાપાસ કે ઓછી ટકાવારી લાવનારા પણ પોતાની અંદર રહેલી સુષુપ્તશક્તિની દિશામાં આગળ વધીને પોતાનું નામ રોશન કર્યું છે. માટે ક્યારેય બાળકને ટકાવારી ને આધારે મુલવવું જોઈએ નહી. બાળકને પોતાના રસનાં ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. ઉંચી ટકાવારી જ જીવનનો આધાર નથી.
વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ માં સાયન્સમાં જેને પરિક્ષા આપી છે, તેના માટે ૨,મે, ૨૦૨૩ ના રોજ પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. બધાં જ વિદ્યાર્થીઓ સારા માર્કસ સાથે ઉતીર્ણ થાય તેવી શુભેચ્છાઓ.....
નોંધ: અહિં વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની ભાવનાથી પોસ્ટ લખી છે. અંહી આપેલી માહિતી પર માત્ર આધાર ન રાખતા ઓફિસિયલ સાઈટ પર આધાર રાખવો. જો કોઈ ભુલ હોય તો કોમેન્ટ કરજો, જેથી ભૂલ સુધારી શકાય.
Official site: www.gseb.org
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીણામ પ્રેસ નોટ જોવા અહી ક્લિક કરો
Best of luck....
0 Comments