ડૉ બાબાસાહેબ આંબેડકર નિબંધ/Dr.babasaheb ambedkar essay in gujrati

ડૉ બાબાસાહેબ આંબેડકર નિબંધ/Dr.babasaheb ambedkar essay in gujrati

 ડૉ. આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મહુમા થયો હતો. તેમનું બાળપણનું નામ ભીમ સકપાલ હતું. તેમના પિતા રામજી મૌલાજી સૈનિક શાળાના મુખ્ય શિક્ષક હતા. તેમને મરાઠી, ગણિત અને અંગ્રેજીનું સારું જ્ઞાન હતું. ભીમને પણ તેના પિતા પાસેથી આ જ ગુણો વારસામાં મળ્યા હતા. તેમની માતાનું નામ ભીમાબાઈ હતું.ભીમરાવ આંબેડકર એ રામજી સકપાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતાં.ભીમરાવ ૬ વર્ષની ઉંમરના થયા, ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.ભીમરાવના પિતાની અટક સકપાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રનાં રત્નાગીરી જિલ્લાનાં અંબાવાડે ગામના વતની હતા તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી.ડો. ભીમરાવ આંબેડકરને આદર અને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે 14 એપ્રિલે આંબેડકર જયંતિ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.

ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી. મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન ‘રામી’ નામની બાળા સાથે થયાં. જેનું નામ ભીમરાવે પાછળથી રમાબાઈ રાખ્યું.ભીમરાવે ઈ.સ.૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પાસ કરી.મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાંક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતાં. ભીમરાવની એ માટે પસંદગી થઈ.૧૯૧૫માં કોલંબિયા યુનિવર્સિટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી.૧૯૧૬માં એમણે પીએચ.ડી. માટે, ‘બ્રિટિશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ’ વિષય ઉપરનો મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કરી દીધો અને સર્વોચ્ય એવી પીએચ.ડી.ની ડિગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યાં. આમ આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયા.૧૯૧૬માં તેઓ અમેરિકાથી ઈંગ્લેન્ડ ગયા અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો.૧૯૧૮માં મુંબઈની સિડનહામ કૉલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. ઈ.સ.૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા.જૂન ૧૯૨૮માં ડૉ. આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લૉ કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા. ‘સા વિદ્યા યા વિમુક્તે’ જેનું ગુજરાતી ‘જે મુક્તિ અપાવે તે વિદ્યા’ થાય છે. ખરેખર આ સૂત્ર જેને ચરિત્રાર્થ કરી બતાવ્યું છે તે મારે મતે ડૉ. બાબા આંબેડકર છે.

ડૉ. બાબા સાહેબનું યોગદાન ભારતના ઇતિહાસમાં અનેક રીતે છે. પરંતુ સૌથી મહત્વનું ‘બંધારણના ઘડવૈયા’ તરીકેનું છે. ભારતની વચગાળાની સરકારના તે પ્રથમ ‘કાયદા પ્રધાન’ બને છે. ભારતની બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે તેમની પસંદગી થાય છે.ઈ.સ.૧૯૪૮ના રોજ ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરીને પ્રમુખ-ડૉ. રાજેન્દ્ર પ્રસાદને આપે છે.ઇ.સ.૧૯૪૮- ૪, નવેમ્બરના રોજ બંધારણને બહાલી માટે રજૂ કરાય છે.૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો.આમ ડૉ. બાબા સાહેબ એ ભારતના બંધારણના ઘડવૈયા બન્યા.

ઇ.સ.૧૯૫૨માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ડૉ. આંબેડકર મુંબઈની બેઠક પરથી ચૂંટણી લડ્યા અને હાર્યા.ઇ.સ.૧૯૫૨માં તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈને સભ્ય બન્યા.

ખરાબ તબિયતને કારણે તે લાંબુ જીવી શક્યા નહીં. ૬-ડિસે. ઇ.સ. ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્હી ખાતે અવસાન થયું.દલિત સમુદાયને આગળ વધારવા માટે તેમણે જે પ્રયત્નો અને શક્તિ લગાવી હતી તે તેમને બાકીના નેતાઓથી અલગ બનાવે છે.

ડૉ. આંબેડકર ભારતના ઈતિહાસના મહાન નેતાઓમાંના એક હતા. તેમણે ભારતીય કાયદા અને બંધારણમાં જે યોગદાન આપ્યું છે તેના પર આપણે તેમને આદર અને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ.

FAQs:

(1) કોને બંધારણના ઘડવૈયા કહે છે? 

જવાબ: ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર

(2) ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં અને ક્યારે થયો? 

જવાબ: ડૉ. આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મહુમા થયો હતો.

(3) ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની અટક કઈ હતી? 

જવાબ: સકપાલ

(4) ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની માતાનું નામ શું હતું? 

જવાબ: ભીમાબાઈ

(5) ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને અભ્યાસ માટે ક્યા રાજવીએ મદદ કરી હતી? 

જવાબ: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

(6) ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અવસાન ક્યારે અને ક્યા થયું? 

જવાબ: ૬-ડિસે. ઇ.સ. ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્હી ખાતે અવસાન થયું.

Post a Comment

0 Comments