ચંદ્રશેખર આઝાદ વિશે નિબંધ/an essay about Chandra shekhar azad in gujrati language

ચંદ્રશેખર આઝાદ વિશે નિબંધ/an essay about Chandra shekhar azad in gujrati language

ચંદ્ર શેખર આઝાદ એક ભારતીય સ્વતંત્રતા સેનાની છે જેમને ભારતીય સ્વતંત્રતા ચળવળના હીરો માનવામાં આવે છે. તેમને “આધુનિક ભારતના સૌથી લોકપ્રિય ક્રાંતિકારી હીરો” ગણવામાં આવે છે.

” સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હૈ,

દેખના હૈ જોર કીતના બાજુ એ કાતિલ મે હૈ.”

મધ્યભારતના અલિરાજપુર રિયાસતના ભાવરા નામના નાનકડા ગામમાં ઇ. સ. ૧૯૦૫ માં ચંદ્રશેખરનો જન્મ થયો હતો. ચંદ્રશેખરનાં માતાપિતા , વતન , બાળપણ અને અભ્યાસ એવાં જ રોમાંચકારી અને પ્રેરણાદાયી હતાં. તેના પિતાનું નામ સીતારામ તિવારી અને માતાનું નામ જગરાનીદેવી હતું. પિતા સિતારામ જમીનદારના બગીચામાં કામ કરતા હતા.તેમનું પ્રથમ શિક્ષણ સ્થાનિક હિન્દુ શાળામાં થયું હતું, જ્યાં તેમણે પ્રાચીન સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો અને બાળકોને કેવી રીતે વાંચવું અને લખવું તે શીખવ્યું હતું.

ઈ. સ. ૧૯૨૧ માં ગાંધીજીએ ઉપાડેલી અસહકારની રાષ્ટ્રવ્યાપી હિલચાલમાં કાશી નગરીએ તે દિવસે ત્યાગ અને બલિદાનનો કળશ ચડાવ્યો.સોળ વર્ષનો સુકુમાર ચંદ્રશેખર તેમાં વીરતાપૂર્વક કૂદી પડ્યો. અને ” આઝાદ ” તરીકે સૌના હૃદયમાં આદરભર્યુ સ્થાન પામ્યો.અસહકારની ઝુંબેશમાં સરકારી શાળા – કોલેજો છોડી દેવાની હાકલ ગાંધીજીએ કરી હતી. હજારો વિદ્યાર્થીઓએ તેને વધાવી લીધી.ઈ. સ. ૧૯૨૫ ના ઓગસ્ટની ૯ મી તારીખે દસ ક્રાંતિકારી યુવાનોએ એક સાહસભર્યું ષડયંત્ર રચ્યું. તેને આઝાદીના ઈતિહાસમાં ” કાકોરી કાવતરા ” (કાકોરી કાંડ) તરીકે ઓળખાવવામાં આવે છે. તેના સેનાપતિ ચંદ્રશેખર આઝાદ હતા.કાકોરી કાવતરા કેસમાં તેમના કેટલાક સાથીઓને પાંચથી પંદર વર્ષ સુધીની લાંબી સજાઓ થઈ હતી. અને કેટલાકને ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા. આથી ચંદ્રશેખર આઝાદનું લોહી ઉકળી રહ્યું હતું.ઈ. સ. ૧૯૨૮ માં સાઈમન કમિશન હિન્દુસ્તાનમાં આવ્યું. મહાત્મા ગાંધીજી અને દેશના મોટા નેતાઓએ તેનો બહિષ્કાર કરવાની હાકલ કરી. વિરોધમાં વિશાળ સરઘસો નીકળ્યાં , સભાઓ થઈ. લાહોરમાં લાલા લજપતરાયની આગેવાની નીચે નીકળેલા સરઘસ ઉપર પોલીસે અમાનુષી લાઠીમાર ચલાવ્યો. લાલાજી સખત ઘાયલ થયા. અને તેમનું દુઃખદ અવસાન થયું.ભગતસિંહને ફાંસી અપાયા બાદ ચંદ્રશેખર આઝાદ પોતાનું બલિદાન આપવા અધીરા બન્યા હતા.

એકવાર સરઘસ ઉપર પોલીસે અમાનુષી લાઠીમાર કર્યો. તેમાં સ્ત્રીઓ અને બાળકો પણ હતાં. જોઈને આઝાદનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે પોલીસના હાથમાંથી લાઠી ખૂંચવી લીધી અને પોલીસને સખત માર માર્યો. તેની ધરપકડ કરવામાં આવી. અદાલતમાં મેજિસ્ટ્રેટ પાસે તેને ખડો કરવામાં આવ્યો , ત્યારે મેજિસ્ટ્રેટને આપેલ જવાબમાં ચંદ્રશેખર સંસ્કૃત શ્લોકો બોલવા લાગ્યો એટલે મેજિસ્ટ્રેટે એને પાગલ ગણીને છોડી મૂક્યો !

ચંદ્રશેખર આઝાદ આખર સુધી ન પકડાયા તે ન જ પકડાયા. તેની તો પ્રતિજ્ઞા હતી : ” ગમે તેમ થાય પણ જ્યાં સુધી દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી હું જીવતો શત્રુના હાથમાં કદી નહીં આવું. સરકાર ભલે મારા મૃતદેહને ગિરફતાર કરે પણ મને જીવતો તો કદી નહિ જ પકડી શકે. 

એકવાર આઝાદ આલ્ફ્રેડ પાર્કમાં એક વૃક્ષ નીચે પોતાના મિત્ર સાથે નિરાંતે વાત કરી રહ્યા હતા.પછી ચારે બાજુથી તેની ઉપર ગોળીઓનો વરસાદ વરસ્યો.પોલીસોની ગોળીઓથી વીંધાઈને ચાળણી જેવો બની ગયો.પોતાની પ્રતિજ્ઞા પાળવા પોતાની પિસ્તોલની છેલ્લી ગોળી પોતાને લમણે રાખી ટ્રીગર દબાવી દીધુ. તેના પ્રાણ ઉડી ગયા.27 ફેબ્રુઆરી, 1931ના રોજ ચંદ્રશેખર આઝાદનું નિધન થયું.

FAQs:

(1) ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યારે અને ક્યા થયો હતો? 

જવાબ: મધ્યભારતના અલિરાજપુર રિયાસતના ભાવરા નામના નાનકડા ગામમાં ઇ. સ. ૧૯૦૫ માં ચંદ્રશેખરનો જન્મ થયો હતો.

(2) ચંદ્રશેખર આઝાદના માતા-પિતાના નામ જણાવો. 

જવાબ: પિતાનું નામ સીતારામ તિવારી અને માતાનું નામ જગરાનીદેવી

(3) સાઈમન કમિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું? 

જવાબ: ઈ.સ.1928 માં

(4) ચંદ્રશેખર આઝાદનું નિધન ક્યારે થયું? 

જવાબ:27 ફેબ્રુઆરી, 1931ના રોજ ચંદ્રશેખર આઝાદનું નિધન થયું. 

Post a Comment

0 Comments