ગરીબી વિશે નિબંધ/garibi vishe essay in gujrati
ગરીબી વિશે નિબંધ || ગરીબી વિશે ગુજરાતી નિબંધ || ગરીબી વિશે નિબંધ ગુજરાતી ભાષામાં || ગરીબી વિશે માહિતી || garibi vishe nibandh || garibi vishe mahiti || garibi no nibandh || garibi nibandh gujrati ||garibi nibandh in gujarati language || garibi essay in gujarati language || garibi || garibi vishe mahiti || garibi no gujarati bhasha ma nibandh
પંચતંત્રમાં લખ્યું છે કે "ગરીબી કરતાં તો મરણ સારું "ગણાય .તેમ કહેવાની પાછળનો આશય એ છે કે ગરીબી માનવીને શાંતિ અને સ્વમાનપૂર્વક જીવવા દેતી નથી .ગરીબી એ કુદરતી ઘટના નથી , પરંતુ માનવસર્જિત સમસ્યા છે .તે અનેક આર્થિક -સામાજિક પાસાં ધરાવે છે . એક વ્યક્તિ રસ્તા પર જન્મે અને બીજો વ્યક્તિ બંગલામાં જન્મે કે એક વ્યક્તિને ભરપેટ ભોજન મળે અને બીજાને સૂકો રોટલોયે દુર્લભ હોય તો તેને નસીબ નહિ પરંતુ અર્થવ્યવસ્થાની ખામી ગણવી વધારે યોગ્ય કહેવાય .
ગરીબી ભ્રષ્ટાચારનું મૂળ છે.ગરીબીથી કુપોષણ વધે છે તેથી સરકાર પર આરોગ્યનું આર્થિક ભારણ વધે છે.ગરીબી મૂળ સમસ્યા જો ગરીબી દૂર થઈ જાય તો મોટા ભાગે કોઈ સમસ્યા રહેતી નથી.જો ભ્રષ્ટાચાર દૂર કરવો હશે તો પહેલાં ગરીબી દૂર કરવી પડશે. ઘર મળતા ઉત્પાદકતા વધશે, ઉત્પાદન પણ વધશે તેથી માથાદીઠ આવક પણ વધી જશે.
ગરીબી એટલે જીવન માટે જરૂરી વસ્તુઓ જેમ કે, આહાર, રહેઠાણ, વસ્ત્ર પ્રાપ્ય ન હોય તેવી સ્થિતિ.ગરીબીના બે ખ્યાલો છે: સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી.નિરપેક્ષ ગરીબીનો અંદાજ મેળવવા માટે ‘ગરીબીરેખા’ નક્કી કરવામાં આવે છે.જ્યારે માણસોને જીવતા રહેવા માટે અનિવાર્ય ગણાય તેટલું લઘુતમ પોષણ આપનાર ખોરાક, લઘુતમ વસ્ત્રો અને સામાન્ય રહેઠાણની સગવડ મેળવવા માટે પૂરતાં નાણાં મળતાં ન હોય ત્યારે નિરપેક્ષ ગરીબી કહેવાય છે.વિકાસશીલ ભારતમાં નિરપેક્ષ ગરીબીની સમસ્યા છે.આહાર, રહેઠાણ, પોષાક, વગેરે પાયાની જરૂરીયાતોને લક્ષમાં રાખીને એક ન્યૂનતમ જીવન ધોરણની કસોટી તૈયાર કરવામાં આવે છે જેને ‘ગરીબીરેખા’ કહેવામાં આવે છે.જેનાથી નીચી આવક ધરાવતાં લોકોને ગરીબ ગણવામાં આવે છે.‘ગરીબીરેખા’ એક મનસ્વી રેખા છે.1999 માં ગરીબીની આવી એક આંતરરાષ્ટ્રીય રેખા નક્કી કરવામાં આવી હતી.1999 માં ભારતમાં ગરીબીનું પ્રમાણ 44.2% જોવા મળ્યું હતું.ભારતના આયોજનપંચે ગરીબીના પ્રમાણનો અંદાજ મેળવવા માટે કેલરીનું ધોરણ અપનાવ્યું છે.ગરીબીનું માપ મેળવવા માટે લઘુત્તમ જરૂરી આવક કે વપરાશ નક્કી કરવામાં આવે છે.
દેશમાં બેરોજગારી અને તેના પરિણામે ગરીબીના ગંભીર પ્રશ્નો છે.ગરીબીની સમસ્યા એ માત્ર વ્યક્તિને જ ગરીબ બનાવતી નથી. પરંતુ દેશને પણ વિકાસના માર્ગે આગળ જતો અટકાવે છે.
ગરીબ લોકોને વિવિધ રીતે સહાય પૂરી પાડવા માટે સરકાર ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરે છે . જેના થકી લોકોને સાઇકલ ,વિવિધ ખેતીના ઓજારો ,આર્થિક સહાય વગેરે આપવામા આવે છે . ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ ઘણા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેના દ્વારા લોકોને જરૂર મદદ મળી હશે .વિકાસની સાથે વિતરણની પુન:વ્યવસ્થા દ્વારા ગરીબીને હળવી બનાવી શકાય તેવા ઘણા કાર્યક્રમો છેલ્લા 60 વર્ષમાં સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે.
FAQs:
(1) ગરીબીના કેટલા ખ્યાલો છે? ક્યા ક્યા?
જવાબ: ગરીબીના બે ખ્યાલો છે. 1. સાપેક્ષ ગરીબી 2. નિરપેક્ષ ગરીબી
(2) ગરીબી રેખા કોને કહે છે?
જવાબ: આહાર, રહેઠાણ, પોષાક, વગેરે પાયાની જરૂરીયાતોને લક્ષમાં રાખીને એક ન્યૂનતમ જીવન ધોરણની કસોટી તૈયાર કરવામાં આવે છે જેને ‘ગરીબીરેખા’ કહેવામાં આવે છે.
0 Comments