જન્માષ્ટમી નો નિબંધ/Janmashtmi essay in gujrati

જન્માષ્ટમી નો નિબંધ/Janmashtmi essay in gujrati


જન્માષ્ટમી તહેવાર નું મહત્વ || જન્માષ્ટમી વિશે માહિતી || જન્માષ્ટમી વિશે ગુજરાતી નિબંધ || જન્માષ્ટમી વિશે નિબંધ || કૃષ્ણ જન્મોત્સવ વિશે નિબંધ || મારો પ્રિય તહેવાર જન્માષ્ટમી ગુજરાતી નિબંધ || નંદ મહોત્સવ || janmashtami nibandh || janmashtami nibandh in gujarati language || janmashtami no nibandh || janmashtami nu mahtva || janmashtami essay || krishna janmotsav || jay dwarkadhish

માખણ નો કટોરો, મિશરી નો થાળ,

માટી ની ખુશ્બુ, વરસાદ ની છંટકાવ,

રાધા ની ઉમ્મીદ કન્હૈયા નો પ્રેમ,

મુબારક તમને આ જન્માષ્ટમીનો તહેવાર.



જન્માષ્ટમી નો તહેવાર શ્રાવણ વદ આઠમ ના દિવસે આવે છે. જન્માષ્ટમી એક ધાર્મિક તહેવાર છે. ભારત માં જન્માષ્ટમી ખુબ જ આનંદ અને ઉલ્લાસ થી ઉજવાય છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ. ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ શ્રાવણ વદ આઠમ ની રાત્રે મથુરા ની જેલ માં થયો હતો.

દહીં કી હાંડી, બારીશ કી ફુહાર,

માખન ચૂરાને આયે નન્દલાલ

ભગવાન શ્રી કૃષ્ણ ના પિતા નું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું. ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ થયા પછી કૃષ્ણ ને વાસુદેવ ગોકુળમાં નંદ રાજા ના ઘરે મૂકી આવ્યા અને જશોદાની દીકરી ને પોતાની સાથે લઇ આવ્યા.

ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસે અષ્ટમી હતી તેથી શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ ને “ગોકુળ અષ્ટમી” પણ કહે છે. જન્માષ્ટમી નો તહેવાર દર વર્ષે ખુબ જ ધૂમ ધામ થી ઊજવાય છે. ભારત માં ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ ખુબ જ આનંદ અને ઉલ્લાસ થી મનાવવા માં આવે છે.

જન્માષ્ટમી ના દિવસે ઘણી જગ્યા એ મેળા પણ ભરાય છે. લોકો મેળા માં જઈ ને આનંદ કરે છે. બાળકો ને તો મેળા માં જઈ ને ખુબ જ આનંદ આવી જાય છે. આ દિવસે મંદિરો ને શણગારવા માં આવે છે.

જન્માષ્ટમી ના દિવસે લોકો ઊપવાસ પણ કરે છે. રાત્રે મંદિર માં ભજન કીર્તન થાય છે. રાત ના બાર વાગે કૃષ્ણ જન્મ થાય છે. લોકો “નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી” ગાય છે. લોકો ગુલાલ ઉડાડે છે. લોકો ભગવાનને પારણાં માં ઝુલાવે છે. પછી મંદિર માં આરતી કરી ને પંજરી નો પ્રસાદ વહેંચાય છે.

દોલત છે આ અનુપમ જે ફકીરી મા મલી છે,

છે એ મારો પરમ સખા જે દ્વારિકા નો ધણી છે…!!

ભારત માં ઘણાં સ્થળો એ રાત્રે માટલી ફોડવા નો કાર્યક્રમ યોજાય છે. માટલી ફોડવા નો કાર્યક્રમ જોવા ની બાળકો ને ખુબ જ મજા આવે છે. આમ જન્માષ્ટમી આપણો એક ધાર્મિક તહેવાર છે.

જન્માષ્ટમી પૂજન વિધિ

શ્રીકૃષ્ણ ના જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કૃષ્ણ ભુમિ મથુરા માં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે અને ગુજરાત માં દ્વારકા અને ડાકોર માં ઉજવણી કરવામાં આવે છે જેને અલગ અલગ નામ થી પણ ઓળખાવવામાં આવે છે. જેમાં કૃષ્ણ અષ્ટમી, ગોકુળ અષ્ટમી, રોહિણી અષ્ટમી, કૃષ્ણ જ્યંતી વગેરે જેવા નામોથી ઓળખવામાં આવે છે.

જન્માષ્ટમીના દિવસે જલદી ઉઠીને સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યાર બાદ પૂર્વ કે ઉત્તરની તરફ જોઇને વ્રતનો સંકલ્પ કરો. માતા દેવકી અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ કે ચિત્ર પારણામાં સ્થાપિત કરો. પૂજામાં દેવકી, વાસુદેવ, બળદેવ, નંદ, યશોદા અને દેવતાઓના નામનો જાપ કરો. રાત્રે 12 વાગ્યા બાદ શ્રીકૃષ્ણનો જન્મદિવસ મનાવો. પંચામૃતથી અભિષેક કરીને ભગવાનને નવા વસ્ત્ર અર્પિત કરો અને લડ્ડૂ ગોપાલને પારણે ઝુલાવો. પંચામૃતમાં તુલસી નાખીને માખણ-મિશ્રી અને પંજરીનો ભોગ લગાવો. ત્યાર બાદ આરતી કરીને પ્રસાદ ભક્તોમાં વહેંચો.

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી

હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી

જય રણછોડ, માખણ ચોર.

FAQs:

(1) જન્માષ્ટમી ક્યારે આવે છે? 

જવાબ: શ્રાવણ વદ આઠમ ના દિવસે

(2) જન્માષ્ટમી કોનો જન્મદિવસ છે? 

જવાબ: શ્રી કૃષ્ણ ભગવાનનો

(3) શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યા થયો હતો? 

જવાબ: મથુરા ની જેલ 

(4) શ્રી કૃષ્ણ ભગવાનના માતા-પિતાના નામ શું હતા? 

જવાબ: માતાનું નામ દેવકી અને પિતાનું નામ વાસુદેવ

(5) જન્માષ્ટમીને બીજા ક્યા નામે ઓળખાય છે? 

જવાબ: ગોકુળ અષ્ટમી

(6) "મટકી ફોડ" નો કાર્યક્રમ ક્યા તહેવારમાં કરવામાં આવે છે? 

જવાબ: જન્માષ્ટમીના દિવસે

(7) જન્માષ્ટમીના દિવસે શેનો પ્રસાદ વહેચવામાં આવે છે? 

જવાબ: પંજરી

Post a Comment

0 Comments