મારો દેશ ભારત નિબંધ/maro desh bharat essay in gujrati
પાવન છે આ ધરતી, દર્શન અહી મહાન છે
આ છે બહાદુર સૈનિકોની નગરી, તેથી ભારત દેશ મહાન છે.
ભારત મારો દેશ છે. મને એ કહેતા ગર્વ થાય છે કે હું ભારતીય છું. ભારત ખ્યાતિના ઘણા દાવાઓ કરે છે. ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી.પ્રાચીન ભારતમાં અસંખ્ય નોંધપાત્ર વિશેષતાઓ હતી. વિશ્વની પ્રથમ ભાષા ‘સંસ્કૃત’નો જન્મ ભારતમાં થયો હતો.ભારતમાં આજે ૧૮ સંવૈધાનિક ભાષાઓ છે.
ભારત દેશનું લોકજીવન "વિવિધતામાં એક્તા" સૂત્રને આત્મસાત કરતું દેખાય છે. જુદા જુદા પ્રાંતના લોકોનો પોષાક, ખાણીપીણી, ભાષા જુદા જુદા હોવા છતા તેઓ એક ભારત દેશની છત્રછાયામાં રહે છે.ધર્મની બાબતમાં ભારત પૌરાણીક કાળથી વિવિધતા ધરાવતો દેશ છે. ભારતીય વ્યાખ્યા પ્રમાણે ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ વગેરે જુદા-જુદા સંપ્રદાયો છે.ભારતના મૂળ પ્રાચીન ધર્મને સનાતન ધર્મ તરીકે ઓળખવામાં આવે છે.
ભારતનો દક્ષિણ ભાગ ત્રણ તરફ સમુદ્રથી ઘેરાયેલો છે. દક્ષિણ ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલો છે.ભારતની પશ્ચિમે કચ્છ નુ નાનુ ,મોટુ રણ્ અને થારના રણો આવેલા છે.ભારતની પૂર્વમાં અરૂણાચલ પ્રદેશ વગેરે સીમાડાના રાજ્યો અને મ્યાનમાર ને જોડતા પ્રદેશોમાં ગીચ જંગલો આવેલા છે.હિમાલયમાંથી નીકળતી નદીઓ તેની દક્ષિણમાં અને ભારતની મધ્યમાં આવેલા મેદાન પ્રદેશમાંથી વહે છે અને અંતે ભારતીય મહાસાગરના ઉપસાગરો - અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર - માં મળી જાય છે.ભારતની જીવાદોરી સમાન ગણાતી નદીઓ જેવી કે ગંગા, યમુના, સિંધુ (અત્યારે પાકિસ્તાનમાં), બ્રહ્મપુત્રા વગેરે હિમાલયમાંથી નીકળે છે. 'અનેકતામાં એકતા' અને વિવિધતા એ ભારતની આગવી ઓળખ છે.
FAQs:
(1) ભારત ક્યારે આઝાદ થયો?
જવાબ: 15 મી ઓગષ્ટ 1947 ના રોજ
(2) ભારતમાં કેટલી સંવૈધાનિક ભાષા છે?
જવાબ: 18 ભાષા.
0 Comments