માતૃપ્રેમ નો નિબંધ/મા તે મા/જનની matruprem, janani essay in gujrati
માતૃપ્રેમ નિબંધ ગુજરાતી || માતૃપ્રેમ નો નિબંધ ગુજરાતી ભાષામાં || માતૃપ્રેમ વિશે નિબંધ || માતૃપ્રેમ વિશે નિબંધ ગુજરાતીમાં|| માતૃપ્રેમ વિશે નિબંધ ગુજરાતી ભાષામાં || મા તે મા વિશે નિબંધ || મા તે મા નો નિબંધ || મા તે મા નો ગુજરાતી ભાષામાં નિબંધ || મા તે મા નો નિબંધ ગુજરાતીમાં || જનની વિશે નિબંધ || જનની વિશે ગુજરાતી નિબંધ || જનની વિશે ગુજરાતી ભાષામાં નિબંધ || જનની નો નિબંધ || જનની નો ગુજરાતી ભાષામાં નિબંધ || ma te ma vishe nibandh || ma te ma no nibandh || ma te ma vishe gujarati nibandh || ma te ma no nibandh gujrati bhashama || ma te ma nibandh in gujarati language || matruprem nibandh|| matruprem nibandh in gujarati language || matruprem no nibandh || matruprem no nibandh gujarati bhashama || matruprem no nibandh in gujarati language || janani no nibandh || janani vishe nibandh || janani vishe nibandh in gujarati language || janani vishe nibandh gujarati bhashama
માં તે માં બીજા બધા વગડાના વા
મા આપણું પાલનપોષણ કરવાની સાથે જ જીવનમાં માર્ગદર્શક અને શિક્ષકની ભૂમિકા નિભાવે છે.આપણા આદર્શ જીવનના નિર્માણમાં આપણને આપણી માએ આપેલી શિક્ષા ખૂબ મહત્ત્વ ધરાવે છે.આપણા પ્રારંભિક જીવનમાં આપણને આપણી મા દ્વારા ઘણું એવું જરૂરી શિક્ષણ અપાય છે જે આજીવન કામ લાગે છે.જ્યારે પણ આપણે જીવનમાં રસ્તો ભટકી જઈએ છીએ તો આપણી મા હંમેશાં આપણે સદમાર્ગે લાવવાનો પ્રયાસ કરે છે.માતા તે દુનિયા માં બધી શક્તિથી સંપન્ન છે. આ સંપૂર્ણ બ્રહ્માંડમાં કોઈ મનુષ્ય કે પ્રાણી માતા જેટલું શક્તિશાળી નથી હોતું.માતા હંમેશા તેના પુત્રને ખુશ જોવા માંગે છે. માતા પોતાના બાળકની નિસ્વાર્થ કાળજી રાખે છે.આપણે દરરોજ માતાના આશીર્વાદ લેવા જોઈએ કારણ કે જ્યારે આપણને તેના આશીર્વાદ મળે છે, ત્યારે આપણે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નથી.
‘‘જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે.’‘
દરેક પરીસ્થીમાં માતા જે બલિદાલન પોતાના બાળક માટે આપે છે તે કોઈ આપી શકતું નથી.દર વર્ષે મે મહિનાના ના બીજા રવિવારને માતૃત્વ દિવસ તરીકે ઉજવવા માં આવે છે.દુનિયા માં માતા દરેક બાળક માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ વ્યક્તિ છે.તે કરુણા અને પ્રેમથી તેના બાળકોને ઉછેર કરે છે જેથી દરેક બાળક પોતાની માતા સાથે ખૂબ ભાવનાત્મક રીતે જોડાયેલું છે.તે ઘર અને વ્યવસાય બંનેને આસાની થી સાંભળ રાખવા માટે અવિરત સહનશક્તિ ધરાવે છે.માતા પોતાના બાળકો માટે જે બલિદાન આપે છે તે અમૂલ્ય છે. માતાના પ્રેમની કોઈ કિંમત નથી.માતા એ જમીન છે જે પોતે જ ઉજ્જડ બની જાય છે, પરંતુ તેના બાળકોનું યોગ્ય રીતે પાલનપોષણ કરીને, તેમને સારી રીતે માર્ગદર્શન આપે છે.
ત્રણ જગતનો નાથ ‘મા’ વગર અનાથ
“માં” આપણો સૌથી પેહલો શિક્ષક છે અને માતૃપ્રેમ ની સરખામણી તો દુનિયા માં બીજા કોઈ સાથે ના કરી શકાય.માતાના પ્રેમની કોઈ કિંમત નથી.માતાના આ સંબંધને દુનિયામાં સૌથી વધુ સન્માન આપવામાં આવે છે.માતાનો તેના બાળક સાથે જે સંબંધ છે તે વિશ્વનો શ્રેષ્ઠ સંબંધ છે.માતાના આ સંબંધને દુનિયામાં સૌથી વધુ સન્માન આપવામાં આવે છે.માતાને પ્રેમ અને બલિદાનનું પ્રતીક પણ માનવામાં આવે છે.માતા પ્રેમ અને સ્નેહની મૂર્તિ છે, કોઈ પણ બાળકનું પ્રથમ વિશ્વ માતાનો ખોળો છે, તેના ખોળામાં બેસીને તે દુનિયાના બધા રંગો જુએ છે.માતા એક નદી જેવી છે, જે શુદ્ધ અને પરોપકારી ભાવનાને આધીન સતત વહેતી રહે છે.માં આજીવન આપણી સેવા કરતી રહે છે, જ્યારે આપણને નાની મોટી ઈજા થાય કે બીમાર પડીએ ત્યારે તે ચિંતિત થઈ જાય છે.
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ
માતા આપણને દરેક સુખ અને દુ: ખમાં સાથ આપે છે, જ્યારે આપણે બીમાર હોઈએ છીએ, ત્યારે તે આખી રાત આપણા માટે જાગતી રહે છે.દુનિયા માં પ્રેમ અને સ્નેહનું બીજું નામ માતા છે. કોઈપણ વ્યક્તિના સારા ભવિષ્ય માટે તેની માં ખૂબ મહત્વની છે.માતા ભગવાનનું બીજું સ્વરૂપ છે કારણ કે ભગવાન આપણને દરેક જગ્યાએ મદદ કરવા માટે ન હોઈ શકે, તેથી જ તેણે માતાની રચના કરી છે.માતા આપણા પ્રથમ ગુરુ છે, તે આપણને સારું શિક્ષણ આપે છે અને આપણને સમાજના સારા નાગરિક બનાવે છે.માતાનો વિશ્વાસ અને આશીર્વાદ હંમેશા આપણા પર રહે છે.
દુનિયાની બધી ભાષાઓમાં ‘મા’ નો અર્થ ‘મા’ જ થાય છે. – રવિન્દ્રનાથ ટાગોર
માતા એ ભગવાનનું બીજું સ્વરૂપ છે જેમણે આપણને પૃથ્વી પર જીવન આપ્યું છે.મહાન પુરુષોના જીવન ઘડતરમાં પણ માતાનો ફાળો વિશેષ રહેલો હતો. મા વિનાનો સંસાર ગોળ વિના ના કંસાર જેવો હોય છે.
હતો હુ સુતો પારણે પુત્ર નાનો, રડુ છેક તો રાખતુ કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતુ, મહા હેતવાળી દયાળી જ ‘મા’ તું – કવિ દલ૫ણરામ
FAQs:
(1) "દુનિયાની બધી ભાષાઓમાં ‘મા’ નો અર્થ ‘મા’ જ થાય છે."-આ વાક્ય કોને કહયુ હતું?
જવાબ: રવિન્દ્રનાથ ટાગોરે
(2) "હતો હુ સુતો પારણે પુત્ર નાનો, રડુ છેક તો રાખતુ કોણ છાનો"-આ કાવ્ય પંક્તિ કોની છે?
જવાબ: કવિ દલપતરામ
(3) "જનનીની જોડ સખી નહી જડે રે લોલ"- આ કાવ્ય પંક્તિ કોની છે?
જવાબ: કવિ બોટાદકર
0 Comments