મારુ ગુજરાત/ગરવી ગુજરાત/મારું રાજ્ય/ my Gujarat essay in gujrati
” ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી,
કૃષ્ણ-ચરણરજ-પુનીત ધારા આ ગાંધીગિરા ગુજરાતી.”
- ઉમાશંકર જોશી
અમદાવાદ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ છે તો કંડલા આંતરરાષ્ટ્રીય બંદર. કંડલા સિવાય 40 કરતાં વધારે અન્ય બંદર પણ ગુજરાતમાં સ્થિત છે.ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે.
સિંચાઈનું પ્રમુખ સાધન ભૂજળ અને સરદાર સરોવર પરિયોજના છે. પ્રમુખ પાકોમાં કપાસ, મગફળી, તમાકુ તેમજ અન્ય ખાદ્ય અને અનાજના પાકો છે.
ગુજરાતની પ્રમુખ ભાષા ગુજરાતી છે.અહીંની મુખ્ય વસ્તી હિંદુ ધર્મ પાળે છે અને ઇસ્લામ, જૈન, પારસી અને ખ્રિસ્તી જેવા અન્ય ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે.
ગુજરાતના પ્રમુખ મેળામાં તરણેતરનો મેળો, માધવરાયનો મેળો, મા અંબાનો મેળો તેમજ દ્વારકા અને ડાકોરનો મેળો પ્રસિદ્ધ છે.ગરબા તેમજ ડાંડિયા અને પ્રમુખ લોકનૃત્ય છે.
ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે.એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે.
જય જય ગરવી ગુજરાત!
દીપે અરુણું પ્રભાત
જય જય ગરવી ગુજરાત!
-નર્મદ
વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે.ઈ.સ. લગભગ 2100 પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણ મથુરાથી દ્વારકા ગયા હોવાનું પ્રમાણ છે.
લોથલ તથા ધોળાવીરામાંથી અને અન્ય ૫૦ સ્થળોએ સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આ.મૌર્ય ગુપ્ત તેમજ ગુર્જર પ્રતિહાર શાસકોએ અહીં શાસન કર્યું હતું તેમજ ગુર્જર પ્રતિહાર શાસકોના શાસનના લીધે તેનું નામ ગુજરાત પડ્યું.
“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત
તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે સમગ્ર ભારત માં ખુબ જાણીતી છે.કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે.પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વત યાત્રા સ્થાન માનું એક છે.
પ્રમુખ તહેવારોમાં મકરસંક્રાંતિ, દિવાળી, હોળી તેમજ નવરાત્રી ખુબ પ્રખ્યાત છે, જે બધા ધર્મના લોકો ધૂમ ધામ થી ઉજવે છે.
ખાતર અને ઉર્વરક એન્જિનિયરિંગ રસાયણ, પેટ્રો રસાયણ, ઇલેક્ટ્રૉનિક્સ તેમજ દવાઓ નો ઉદ્યોગ પ્રમુખ છે.ઔદ્યોગિક ઉત્પાદનોમાં સિમેન્ટ અને પેટ્રોલ નો સમાવેશ થાય છે.અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે.ગામડા નો લોકો રોજી રોટી માટે ખેતી અને પશુપાલ જેવા વ્યવસાય કરે છે.સુરતએ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે.મીઠાંનાં ઉત્પાદનમાં પણ ગુુજરાત આગળ પડતુ સ્થાન ધરાવે છે.
નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે.જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે.નર્મદા, તાપી, મહી માત્ર આ ત્રણ નદીઓ ભારતમાં પૂર્વથી પશ્ચિમમાં વહે છે.સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે.સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની છે.
ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે.ભારતમાં પિરસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે.ગુજરાતી ભોજન થાળીમાં રોટલી કે ભાખરી, દાળ કે કઢી, ભાત અને શાક હોય છે.
FAQ:-
(1) ગુજરાત રાજ્યની સ્થાપના કયારે થઈ?
જવાબ: 1 મે 1960
(2) ગુજરાતનું પાટનગર ક્યું છે?
જવાબ: ગાંધીનગર
(3) ગુજરાતનું સૌથી મોટું શહેર ક્યું છે?
જવાબ: અમદાવાદ
(4) ભારતનું માન્ચેસ્ટર કોને કહે છે?
જવાબ: અમદાવાદ
(5) ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે?
જવાબ: 1600 કિમી.
(6) ગુજરાતમાં ક્યાં ક્યાં અખાત આવેલા છે?
જવાબ: ખંભાતનો અખાત અને કચ્છનો અખાત
(7) ગુજરાત રાજ્યની સરહદ ક્યા દેશ સાથે જોડાયેલી છે?
જવાબ: પાકિસ્તાન સાથે
(8) ગુજરાતમાં વિધાનસભાની સીટ કેટલી છે?
જવાબ: 182 સીટ
(9) ગુજરાતમાં લોકસભાની સીટ કેટલી છે?
જવાબ: 26 સીટ
(10) ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે?
જવાબ: 1,96,0024 ચોરસ કિમી
(11) ગુજરાતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યા આવેલું છે?
જવાબ: અમદાવાદ
(12) ગુજરાતમાં ક્યુ આંતરરાષ્ટ્રીય બંદર આવેલું છે?
જવાબ: કંડલા
(13) ગુજરાતનું ક્યુ બંદર કેમિકલ પોર્ટ તરીકે જાણીતું છે?
જવાબ: દહેજ
(14) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ક્યો છે?
જવાબ: ગિરનાર
(15) ગુજરાતમાં એશિયાટિક લાયન ક્યા જોવા મળે છે?
જવાબ: ગીરના જંગલમાં
(16) કાળો ડુંગર ક્યા જીલ્લામાં આવેલો છે?
જવાબ: કચ્છ જિલ્લામાં
(17) શેત્રુંજય પર્વત ક્યા જીલ્લામાં આવેલો છે?
જવાબ: ભાવનગર જિલ્લામાં (પાલીતાણામાં)
(18) અલંગ ક્યા જીલ્લામાં આવેલું છે?
જવાબ: ભાવનગર જિલ્લામાં
(19) ગુજરાતમાં સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ ક્યા આવેલું છે?
જવાબ: અલંગમાં (ભાવનગર જિલ્લામાં)
(20) હીરાના ઉદ્યોગ માટે ગુજરાતનું ક્યુ શહેર જાણીતું છે?
જવાબ: સુરત શહેર
(21) ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?
જવાબ: નર્મદા નદી
(22) ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?
જવાબ: સાબરમતી નદી
(23) ગુજરાતમાં કઈ નદી પર રીવરફ્રન્ટ બનાવવામાં આવી છે?
જવાબ: સાબરમતી નદી પર
0 Comments