નારી તુ નારાયણી/સ્ત્રી સશક્તિકરણ/nari Tu narayani essay in gujrati

નારી તુ નારાયણી/સ્ત્રી સશક્તિકરણ/nari Tu narayani essay in gujrati

નારી તું નારાયણી ગુજરાતી નિબંધ || નારી તું નારાયણી નિબંધ || નારી વિશે નિબંધ || નારી તું ન હારી ગુજરાતી નિબંધ || નારી તું ન હારી નિબંધ || સ્ત્રી સશક્તિકરણ || સ્ત્રી સશક્તિકરણ વિશે માહિતી || સ્ત્રી સશક્તિકરણ વિશે નિબંધ || સ્ત્રી સશક્તિકરણ નો નિબંધ|| નારી તું ન હારી નો ગુજરાતી નિબંધ || nari vishe nibandh || nari vishe gujarati nibandh || nari Tu narayani gujrati nibandh || nari Tu narayani gujrati essay || nari Tu narayani essay in gujarati language || strisashaktikaran niband || strisashaktikaran ni mahiti

‘એક માતા સો શિક્ષકની ગરજ સારે છે’

સ્ત્રીઓ સાથે હિંસા અને બળાત્કારના કિસ્સા દિવસે ને દિવસે વધતા જાય છે. ‘જેન્ડર ઇક્વાલિટી’ જેટલી કાગળ પર છે, તેટલી સમાજમાં નથી!સ્ત્રી જન્મે દુર્બળ નહોતી,પરંતુ પુરુષપ્રધાન સમાજે એના માટે ઘડી રાખેલાં આદર્શો,રૂઢિઓએ એને દુર્બળ બનાવી દીધી છે.તેની ફરતે આદર્શોની એવી જાળ ગૂંથવામાં આવી કે સ્ત્રીરાજીખુશીથી એ જાળમાં ફસાતી ગઈ.જયારે સ્ત્રીને શિક્ષણ દ્વારા નવજાગૃતિ મળી.



यत्र नार्यस्तु पूज्नयंते रमंते तत्र देवता આ ભાવનાથી ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી-સન્માનનો આદર્શ મૂર્તિમંત બન્યો, હતો.મહિલાઓ એમના હક્કો માટે આજે જાગૃત બની છે.આપણા પુરાણોમાં નારીને નારાયણી કહી છે અને સતી તરીકે પૂજા પણ કરાય છે. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે એમ કહેવાય છે.સતીઓ, સન્નારીઓ અને સાધ્વીનો એક જ્વલંત ઈતિહાસ ભારતે જગતને પૂરો પાડ્યો છે.વેદ ઉપનિષદ કાળમાં સ્ત્રી પુરૂષનો સમાન દરજ્જો હતો. એટલું જ નહિ ગાર્ગી અને લોપામુદ્રા વિદુષીઓએ સ્ત્રીજક્તિના પ્રભાવને પૂર્ણ કળાએ પ્રગતાવ્યો હતો. વિશેષ કરીને જૈનકાળમાં તો સ્ત્રી પુરૂષની બરાબરીના નાતે આધ્યાત્મિક અધિકાર પણ પામી હતી.

‘નવરે દી નાથે ઘડી, નારી નમણી જાણ;
રીઝે તો રમણે ચડે, ખીજે મારે લાત’

ભારતીય નારી સારા અર્થમાં "નારાયણી" બને પુરૂષ સમોવડી બને અને આદર્શ માતા બને એમાં જ એની એકલીનું નહિ આખા સમાજનું ને રાષ્ટ્રનું કલ્યાણ સમાયેલું છે. ભારતને પોતાની આગવી , અનન્ય અને અનોખી સંસ્કૃતિ વારસો પરાપૂર્વથી મળેલો છે.

હે નારી તું નારાયણી ,
નારી છે રતનની ખાણ ;
નારીથી નરની પ્રજાત રે,
જણ્યા ધ્રુવ પ્રહલાદ સમા

આઘુનિકમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈદુર્ગાવતીપદ્માવતી વિગેરે નારીઓની ગાથા આપે સાંભળી જ હશે. આજે સમાજનું કોઇ એવુ ક્ષેત્ર નથી કે જયાં નારીએ પોતાના ઓજસના અજવાળા પાથર્યા ના હોય.નારી આજે અડધી વસ્તીનો હિસ્સો માનવામાં આવે છે, પરંતુ તે ખૂબ જ દુ:ખની વાત છે કે આજના આધુનિક યુગમાં, માનવ ભાવનાઓનું સ્થાન ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યું છે. સ્ત્રીઓ વિશે જુદી જુદી અવઘારણાઓ ઉભી થવા માંડી છે, સ્ત્રી અને પુરૂષ એ તો સંસારરૂપી રથના બે પૈંડા છે.નારીનું જીવન સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે.ભારતીય નારી એ સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને વ્યવસાય એમ દરેક ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ સાઘી છે.

8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ United Nations Organisation (UNO) અર્થાત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાની શક્તિને ઉજાગર કરવા, તેની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા આ દિવસ ઉજવાય છે.આજે મહિલા શિક્ષણ મેળવવા જિજ્ઞાસુ છે. પુરુષોની બરોબરી કરી રહી છે અથવા તો તેથીય આગળ વધી છે.મહિલાઓની સફળતાને આંકડામાં જોઈએ તો વિશ્વના ૨૦ ટકા અને એશિયામાં ૨૬ ટકાથી વધારે વ્યવસાય મહિલાઓના નિયંત્રણ હેઠળ છે.દેશમાં આશરે ૭૦૨ અબજ રૂપિયાથી વધારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉધોગ મોટા પાયે બહેનો જ સંભાળી રહી છે.સ્ત્રી-સશક્તિકરણ’ એ શબ્દ મને કાનમાં ખૂંચે છે. સ્ત્રી પોતે શક્તિનું જ સ્વરૂપ છે, તો એને બહારથી કોણ શક્તિ આપવાનું? આ તો ભારેલો અગ્નિ છે. તેને તો ફક્ત થોડો વાયરો આપવાનો છે.સ્ત્રીને, દીકરીને એટલું તો જરૂર ભણાવો ને કમાતી કરો કે જેથી તે પોતાના ગુજરાન માટે કોઈના ઉપર આધાર રાખતી ન હોય. જ્યારે દીકરી, સ્ત્રી, સ્વતંત્ર હશે ત્યારે તેને પોતાની શક્તિનો અનુભવ થશે, તેને સ્વતંત્રતાનો અહેસાસ થશે.

FAQs:

(1) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

જવાબ: દર વર્ષે 8 માર્ચે

Post a Comment

0 Comments