નર્મદા નદી નિબંધ/ગુજરાતની જીવાદોરી નર્મદા નિબંધ/ narmada nadi essay in gujrati
મારી પ્રિય નદી નર્મદા || નર્મદા વિશે નિબંધ || નર્મદા વિશે નિબંધ ગુજરાતી || મારી પ્રિય નદી નર્મદા વિશે નિબંધ || ગુજરાતની જીવાદોરી નર્મદા નદી વિશે નિબંધ || ગુજરાતની જીવાદોરી || સરદાર સરોવર || સ્ટેચ્યુ ઓફ યુનિટ || નર્મદા નદી વિશે નિબંધ || નર્મદા નદી વિશે માહિતી || નર્મદા વિશે માહિતી || narmada vishe nibandh || narmada nadi vishe nibandh || narmada nadi vishe gujarati nibandh || narmada essay in gujarati language || gujratni jivadori narmada || gujarat ni jivadori narmada nadi vishe nibandh || narmada nadi vishe mahiti || gujratni jivadori vishe mahiti || narmada river essay in gujarati language || narmada river essay || information about narmada river || statue of unity || sardar sarovar
આપણા પુરણોમાં નદીઓનુ ખૂબ જ મહત્વ છે. નદીઓને આપણે માતા માનીએ છીએ.આપણા પુરાણોમાં કહ્યુ છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી અને નર્મદા દર્શન કરવાથી બધા તાપ ધોવાય જાય છે.કહેવાય છે કે વિશ્વની સભ્યતાઓ નદીઓના કિનારે જ વિકસી.સિન્ધુ નદીના કિનારે વસેલા આર્યોએ હિન્દુ સંસ્કૃતિ વિકસાવી.વિશ્વમાં એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જે નદીઓને લોકમાતા કહે છે.
નદીનો ઇતિહાસ પવિત્ર સ્થળ અમરકંટક ખાતે સ્થિત નર્મદા કુંડ સાથે જોડાયેલો છે. અમરકંટક અને તેની નદીઓનો ઉલ્લેખ હિંદુ પુરાણો જેમ કે મહાભારત, રામાયણ, વશિષ્ઠ સંહિયા, શતપથ બ્રાહ્મણ વગેરેમાં કરવામાં આવ્યો છે. ભારતના વૈદિક સાહિત્યમાં નદીનો ભાગ્યે જ ઉલ્લેખ છે.
નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી તરીકે ગણવામાં આવે છે કારણ કે તે કૃષિ, સિંચાઈ તેમજ આંતરદેશીય જળમાર્ગ દ્વારા પરિવહનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સહિત અનેક ધાર્મિક સ્થળો તેના કિનારે આવેલા હોવાથી નર્મદાને ખૂબ જ પવિત્ર નદી પણ માનવામાં આવે છે. તે ભારતની ત્રીજી સૌથી લાંબી નદી માનવામાં આવે છે જે ગોદાવરી અને કૃષ્ણા નદીઓ પછી તેની સીમામાં વહે છે.
નર્મદા નદી પર બંધ બાંધીને સિંચાઈ તથા વિદ્યુત ઉત્પન્ન કરવાના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશના કુલ એક લાખથી વધુ લોકોને વિસ્થાપનનો ખતરો હતો, જેમાં 58% લોકો આદિવાસી હતા તથા 37000 હેકટર ભૂમિ જળમગ્ન થતી હતી જેના વિરોધમાં નર્મદા બચાવો આંદોલન થયું.નર્મદા બચાવો આંદોલન 1980 થી 1987 થયું હતું.
ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર, આ ચાર રાજ્યો વચ્ચે નર્મદાના પાણીની વહેંચણી મામલે અગાઉ વિવાદ સર્જાયા હતા.નર્મદા કંટ્રોલ ઑથોરિટી આ ચાર રાજ્યો વચ્ચે નર્મદાનાં પાણી, વીજઉત્પાદન સહિતની બાબતો અંગે મધ્યસ્થી કરતી બૉડી છે.
નર્મદા યોજનામાં પીવાનાં પાણી માટે ફાળવેલ જથ્થા માંથી વિવિધ યોજનાઓ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનાં ૯૪૯૦ ગામડાઓમાં અને ૧૭૩ નાના શહેરોને ઘરવપરાશ અને ઔદ્યોગિક હેતુ માટે પાણી પુરૂ પાડવાનું આયોજન થયેલ છે. સરદાર સરોવર યોજના ગુજરાતના ૧૭ જીલ્લાનાં ૭૭ તાલુકાનાં ૩૧૭૭ ગામોની આશરે ૧૮ લાખ હેક્ટર જમીન ને સિંચાઇ માટે પાણી પૂરું પાડે છે; જે અંદાજે રાજ્યનાં કુલ પિયત વિસ્તારનાં પાંચમાં ભાગની છે.
સરદાર સરોવર ડેમ ભારતનાં સૌથી ઉંચા કોંક્રિટ બંધોમાં, હિમાચલ પ્રદેશનો ભાખરા (૨૨૬ મીટર) અને ઉત્તર પ્રદેશનો લખવાર (૧૯૨ મીટર) પછી ત્રીજા ક્રમે છે.નર્મદાની આ ક્ષમતા સ્વતંત્ર ભારતનાં પ્રથમ નાયબ વડાપ્રધાનશ્રી સરદાર વલ્લ્ભભાઈ પટેલ ઓળખી ગયાં હતાં.
FAQs:
(1) ગુજરાતની જીવાદોરી કઈ નદીને ગણવામાં આવે છે?
જવાબ: નર્મદા નદીને
(2) નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન ક્યુ છે?
જવાબ: અમરકંટક
0 Comments