પ્રદુષણ એક સમસ્યા નિબંધ/pradushan ek samasya essay in gujrati
"પર્યાવરણ બચાવો, પ્રદુષણ ઘટાડો"
આજના ઝડપી સમયમાં લોકો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. એમાં સૌથી મુખ્ય અને ખુબ જ વ્યાપેલી સમસ્યા હોય તો એ એક પ્રદુષણની સમસ્યા છે.પ્રદુષણની જીવનશૈલી અને રોજબરોજના જીવનમા ખુબ જ અસર જોવા મળેલ છે તેના કારણે માનવ જીવન પ્રભાવિત થાય છે.
આપણે એકવીસમી સદીમાં પ્રવેશી ચુક્યા છીએ. આ સદીમાં કદાચ આપણે વધુ સારી સુખસગવડો મેળવી શકીશું. પરંતુ તેની સાથેસાથે આપણે અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે. એમાં પ્રદૂષણની સમસ્યા આપના અસ્તિત્વ માટે સૌથી વધુ ખતરનાક સાબિત થાય તેમ છે.ઔધોગિક ક્રાંતિને પરિણામે અનેક ઉદ્યોગધંધા સ્થાપાયા છે. એમાંના અનેક ઉદ્યોગોમાં સતત ઝેરી પદાર્થો ઉત્પન્ન થયા કરે છે.ડીઝલ કે પેટ્રોલથી ચાલતાં વાહનો હવામાં કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી વાયુ ચોડતા જ રહે છે. આથી હવામાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે.રસાયણિક કારખાનાઓમાંથી ઘણી વાર ઝેરી ગેસનું ગળતર થાય છે અને તેનાથી ભયંકર દુર્ઘટના સર્જાય છે.મોટા મોટા ઉદ્યોગો, કારખાનાઓ, મિલો, દરેક પ્રકારનો રાસાયણીક કચરો. કેમિકલયુક્ત દવાઓ અને અન્ય વધેલ કચરો સીધો જ પાણીમા પધરાવી દે છે.કારખાનાં અને વધતી જતી વસ્તીને રહેઠાણો પૂરાં પાડવા માટે જંગલોનો આડેધડ નાશ કરાયો છે.કારખાનાંનું દૂષિત પાણી નદીઓ કે સાગરમાં ઠલવાતાં, જળચર પ્રાણીઓનું જીવન પણ જોખમમાં મુકાઇ ગયું છે.હવા, પાણી, અવાજ અને ઝેરી ગેસના પ્રદૂષણને લીધે આજે માનવજીવન ભયમાં મુકાઇ ગયું છે.શ્વાસ, હૃદયરોગ, એલર્જી, ફેફસાના રોગોનો નાના ભૂલકાઓ થી માંડી ને આધેડ વયના દરેક લોકો શિકાર બને છે.લોકો ચીડિયાપણું, ડીપ્રેશન જેવા માનસિક રોગોનો શિકાર બને છે.કાર્બન ડાયોકસાઈડ, સલ્ફરડાયોક્સાઈડ, નાઇટ્રોજન, હાઈડ્રોજન જેવા વાયુઓના કારણે વાતાવરણ સ્વચ્છ રહેતું નથી.5મી જૂન 'વિશ્વ પર્યાવરણદિન' તરીકે ઉજવવામાં છે.દર વર્ષે 'વૃક્ષારોપણદિન' પણ ઉજવવામાં આવે છે.પ્રદૂષણ ઘટાડવાના ઉપાયોમાં આપણે પણ સરકારને સહકાર આપીએ, નહિતર પ્રદૂષણ રૂપી રાક્ષસ આપણને વિના શસ્ત્રે મોતને ઘાટ ઉતારી દેશે.
પ્રદુષણના ઘણા પ્રકારો છે, પણ મહત્વના પ્રકારો નીચે પ્રમાણે છે.
પ્રદુષણના પ્રકારો:
(૧) હવાનું પ્રદુષણ
(૨) જમીનનું પ્રદુષણ
(૩) અવાજનું પ્રદુષણ
(૪) જળ પ્રદુષણ
હવાનું પ્રદુષણ:
માનવ દ્વારા પોતાનો સ્વાર્થ સાધવા માટે વૃક્ષોને કાપીને હવાના પ્રદુષણમાં વધારો કર્યો છે. કારખાનામાંથી નિકળતા ધુમાડા હવાનાં પ્રદુષણમાં વધારો કરે છે. વાહનોમાંથી નિકળતા ધુમાડા હવાનાં પ્રદુષણમાં વધારો કરે છે. ઝેરી ગેસ ગળતર થવાથી હવાનાં પ્રદુષણમાં વધારો થાય છે.ફ્રિજ, એસી જેવા સાધનોના વપરાશથી હવાનાં પ્રદુષણમાં વધારો થાય છે.
જમીનનું પ્રદુષણ:
રાસાયણિક ખાતરના વપરાશથી જમીનનું પ્રદુષણ થાય છે. જમીનમાં બિનજરૂરી તથા આડેધડ ખોદકામ કરવાથી પણ જમીનનું પ્રદુષણ થાય છે. પ્રદુષિત પાણી તથા કારખાનાના દુષિત પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાથી જમીનનું પ્રદુષણ થાય છે.
અવાજનું પ્રદુષણ (ધ્વનિ પ્રદૂષણ) :
બિનજરૂરી વધુ પડતા કાનને ન ગમે તેવા અવાજથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. મોટા અવાજે લાઉડસ્પીકર વગાડવાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. વાહનોના અવાજ, ટ્રેનના અવાજ, વિમાનના અવાજ, વાહનોના હૉર્ન વગેરેથી અવાજનું પ્રદુષણ થાય છે.
જળ પ્રદુષણ:
નદીમાં ગંદો કચરો ઠાલવવાથી જળ પ્રદુષણ થાય છે.કારખાનાનાં કેમિકલયુક્ત પાણી નદી, તળાવ કે દરિયામાં ઠાલવવાથી જળ પ્રદુષણ થાય છે.સ્ટીમર કે બોટના એન્જિનના ઓયલ દરિયામાં ઢોળાવથી જળ પ્રદુષણ થાય છે.
પ્રદુષણ અટકાવવાના ઉપાયો:
હવાનું પ્રદુષણ અટકાવવાના ઉપાયો:
હવાનું પ્રદુષણ અટકાવવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. હવાનું પ્રદુષણ ફેલાવતા કારખાના તથા એકમો માટે કડક નિયમો બનાવીને કડક અમલવારી કરાવવી જોઈએ. વ્યક્તિગત વાહનોના બદલે જાહેર વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ. P.U.C અંગેના નિયમો કડક બનાવવા જોઈએ.વાહનોના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવવી જોઈએ, જેથી પ્રદુષણ ના ફેલાવે.
જમીનનું પ્રદુષણ અટકાવવાના ઉપાયો:
જમીનનું પ્રદુષણ અટકાવવા માટે જમીનનું બિનજરૂરી ખોદકામ અટકાવવું જોઈએ. રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો જોઈએ. દેશી તથા છાણિયું ખાતર વાપરવું જોઈએ. કેમિકલ તથા કારખાનાના દુષિત પાણી ખુલ્લી જમીન પર ન છોડવા જોઈએ.
અવાજનું પ્રદુષણ અટકાવવા માટેનાં ઉપાયો:
અવાજનું પ્રદુષણ અટકાવવા માટે અમુક ડેસિબલ અવાજ કરતાં વધારે અવાજ કરતાં સાધનો પર પ્રતિબંધ મુકવો જોઈએ. લાઉડસ્પીકરના ઉપયોગ અંગેના નિયમો બનાવવા જોઈએ.ધ્વનિ ની તિવ્રતા ઘટાડવા માટે ધ્વનિશોષક પડદાનો ઉપયોગ કરવો જોઈએ.
જળ પ્રદુષણ અટકાવવાના ઉપાયો:
જળ પ્રદુષણ અટકાવવા માટે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કારખાનાના દુષિત પાણી નદીમાં ના ઠાલવવા જોઈએ.પાણીના પ્રદુષણ અટકાવવા માટે કડક નિયમો બનાવવા જોઈએ તથા તેનું કડક અમલીકરણ કરાવવું જોઈએ.જળ પ્રદુષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ.
કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદુષણ નિયંત્રિત કરવાની મહત્વની કામગીરી તથા નીતિઓ બનાવી અમલમાં મુકે છે. વાહનોના ધુમાડાનું પ્રદૂષણ ઘટાડવા વાહનોના એન્જિનની તપાસ કરાવી PUC સર્ટિફિકેટ મેળવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.જંગલો વધારવાના પ્રયાસો પણ કરવામાં આવે છે.વૃક્ષો કપાય નહિ તેની તકેદારી રાખવામાં આવે છે.હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ ઘટે તેવા ઉપાયો લોકોને અવારનવાર સૂચવવામાં આવે છે.પ્રદુષણને ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
FAQs:
(1) પ્રદુષણથી ક્યા ક્યા રોગો થાય છે?
જવાબ: શ્વાસ, હૃદયરોગ, એલર્જી, ફેફસાના રોગ, ચીડિયાપણું, ડીપ્રેશન, માનસિક રોગ વગેરે.
0 Comments