પુસ્તકોનું મહત્વ/પુસ્તકોની મૈત્રી નિબંધ/pustakonu mahatv essay in gujrati

પુસ્તકોનું મહત્વ/પુસ્તકોની મૈત્રી નિબંધ/pustakonu mahatv essay in gujrati


પુસ્તકનું મહત્વ ગુજરાતી નિબંધ || પુસ્તકો સાથે મૈત્રી ગુજરાતી નિબંધ || પુસ્તક વાચનનું મહત્વ || pustak nu mahtva gujarati nibandh || pustak nu mahtva || pustak ni upyogita || pustakoni maitri gujarati nibandh || book reading essay in gujarati language || benefits of books reading essay in gujarati language

“A good book is man’s friend, philosopher and guide”


સમાજમાં લોકોને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હોય છે. એક કહેવત છે કે વિદેશમાં વિદ્યા મિત્ર સમાન છે અને વિદ્યા મળે પુસ્તકો દ્વારા. માણસનો સાથ ભલેને એક માણસ છોડી દે પરંતુ પુસ્તકો તો હંમેશા તેની સાથે રહે છે. પછી ભલે ને સુખ હોય કે દુ:ખ, તડકો હોય કે છાંયડો તે હંમેશા સાચા મિત્રની જેમ આપણી સાથે રહે છે.

“હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશકેમ કે તેમનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.”લોકમાન્ય તિલક

કેટલાક મનુષ્યોના જીવનમાં પુસ્તકો મહાન પલટો આણે છે.“Vision 20-20”, “”Wings of fire” પુસ્તકોમાંથી વિદ્યાર્થીના જીવનમાં ઉત્સાહ જગાડી કામ કરવાની પ્રેરણા મળે છે. રસ્કિનના "Unto The Last" પ્રસિદ્ધ પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. ગીતા અને બાઇબલ જેવાં પુસ્તકોએ જગતના અસંખ્ય લોકોને ઉમદા માર્ગદર્શન આપ્યું છે. ઉત્તમ પુસ્તકોની મૈત્રી સાધનાર ગમે તેવી અવદશામાં પણ મૂંઝાતો કે દુઃખી થતો નથી.સમૃદ્ધ જીવનદૃષ્ટિ કેળવવા અને જીવનને સર્વથા સુખમય બનાવવા માટે ઉત્તમ પુસ્તકોની મૈત્રી સાધવી જોઈએ.સારાં પુસ્તકોના વાંચનથી સારું - નરસું અને સાચું - ખોટું પારખવાની આપણી શક્તિ ખીલે છે.જીવનની સાચી કેળવણી પામવા માટે આપણે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાંચન કરવું જોઈએ.

”સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. હું પુસ્તકોનો જેટલો અભ્યાસ કરું છું એટલાં જ તે મને મિત્રરૂપ બનીને મદદ કરે છે.”- મહાત્મા ગાંધી

મિત્રોની જેમ જ પુસ્તકોનો પણ જીવન ઘડતરમાં નિર્ણાયક પ્રભાવ પડે છે. એક સારા મિત્ર ની જેમ પુસ્તક પણ વ્યક્તિને તેના સુખ દુઃખ માં સાથ આપે છે. ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ ચીંધે છે. સહનશીલતા ધીરજ જેવા ગુણ શીખવી ને જીવન ટકાવી રાખવાનો સહારો તેમજ સાંત્વના આપે છે.ઉત્તમ પુસ્તકો ની મૈત્રી રાખનાર ક્યારેય ગમે તેવી મુસીબતમાં પણ મૂંઝાતો નથી કે દુઃખી થતો નથી. સારા પુસ્તકો થી ઘડાયેલું મહાપુરુષો નું જીવન દર્શન દુઃખના સમયે ધીરજ અને શાંતિ રાખતાં શીખવે છે તે માનવી ની વેદના ને હળવી બનાવી નાખે છે.પુસ્તકો માત્ર મનોરંજન જ નહીં પરંતુ માનવીના જીવન ઘડતરનું પણ એક ઉત્તમ સાધન બની રહેવું જોઈએ.બાળકોએ પણ નાની વયથી જ પુસ્તકો વાંચવાની ટેવ પાડી દેવી જોઈએ. બાળકોને આપણે ભેટો કે રમકડા ભલે આપીએ પણ સાથે સાથે સારા પુસ્તકો પણ વાંચવા આપવા જ જોઈએ.

વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે.

મોહમ્મદ માંકડે પણ લખ્યું છે કે: ‘ માણસને પુસ્તકો સાથે જો મહોબ્બત બંધાઈ જાય તો તે પુસ્તક સાથે હસે છે, પુસ્તક સાથે ઉદાસ થઈ જાય છે, પુસ્તક સાથે આનંદ પામે છે અને પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો પણ કરવા લાગે છે અને પોતાની જાતને પુસ્તક પાસે જ તે ખુલ્લી પણ કરે છે!'

આંખો સામે રહેતી વસ્તુઓ નાં જ્ઞાન માટે પણ પુસ્તકો વાંચવા પડે છે.- રવીન્દ્રનાથ ટાગોર

FAQs:

(1) આંખો સામે રહેતી વસ્તુઓ નાં જ્ઞાન માટે પણ પુસ્તકો વાંચવા પડે છે.- આ વાક્ય કોને કહ્યું હતું? 

જવાબ: રવીન્દ્રનાથ ટાગોરે

(2) "Unto the last" પુસ્તક કોનું છે? 

જવાબ: રસ્કિન નું

(૩) "wings of fire" આ પુસ્તક કોનું છે? 

જવાબ: ડૉ. અબ્દુલ કલામ

Post a Comment

0 Comments