વૃક્ષો આપણા મિત્રો/વૃક્ષો નું મહત્વ નિબંધ/vruksho nu mahatv essay in gujrati

વૃક્ષો આપણા મિત્રો/વૃક્ષો નું મહત્વ નિબંધ/vruksho nu mahatv essay in gujrati

વૃક્ષોના ફાયદા || વૃક્ષોનું મહત્વ || વૃક્ષોના ઉપયોગ || વૃક્ષ વિશે નિબંધ || વૃક્ષ વિશે માહિતી || વૃક્ષનો નિબંધ || વૃક્ષનો ગુજરાતીમાં નિબંધ || ઝાડના ફાયદા || ઝાડ વિશે નિબંધ || ઝાડ વિશે નિબંધ || ઝાડ વિશે માહિતી || ઝાડનું મહત્વ || વૃક્ષો આપણા મિત્રો ગુજરાતી નિબંધ || tree vishe nibandh || zaad vishe nibandh || tree benefits essay in gujarati language || vruksho aapna mitro nibandh || vruksho nu mahtva gujarati essay

વૃક્ષો વાવો, જીવન બચાવો 

પ્રાચીનકાળથી વનસ્પતિ-વૃક્ષ સાથે મનુષ્યનો નાડીપ્રાણસંબંધ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિ વનોના પારણામાં ઉછરી છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ભારતીય સંસ્કૃતિને “તપોવનની સંસ્કૃતિ” તરીકે ઓળખાવી છે. માનવે વૃક્ષ-વનસ્પતિની પૂજા શરૂ કરીને એને જીવનના મહાન તત્વ રૂપે આદર આપ્યો છે. વૃક્ષો માત્ર ઉપયોગી વસ્તુ ન રહેતા દેવતા રૂપ બન્યા હતા. તેથી આપણા અનેક પર્વોમાં વૃક્ષ પૂજાને આગવું સ્થાન મળ્યું છે.



વૃક્ષોનું જતન, આબાદ વતન

આપણા જીવનને આગળ વધારવા માટે આપણને કુદરત તરફથી ઘણી કિંમતી ભેટ આપવામાં આવી છે, તેમાંથી એક સૌથી મહત્વપૂર્ણ ભેટ વૃક્ષો અને વનસ્પતિ પણ છે. તે પૃથ્વી પર મનુષ્ય જાતિ, પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુ બધા માટે ખોરાક અને ઘર પ્રદાન કરવા માટેનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. વૃક્ષો અને જંગલ ઘણા માણસો અને ઘણી પ્રાણીઓ ની પ્રજાતિઓનું એક પ્રાકૃતિક અને સલામત ઘર છે, તેમજ તમામ પક્ષીઓ વૃક્ષો પર જ વસવાટ કરે છે.

વૃક્ષો વાવો, ૫ર્યાવરણ બચાવો

મનુષ્ય જીવનમાં વૃક્ષનું સ્થાન અત્યંત મહત્વનું છે. પારણા થી લઇને ચિતાનાં લાકડાં સુધી અને બાળકના રમકડાથી દાદાજીની લાકડી સુધી વૃક્ષની હકુમત છે. પ્રાચીન કાળમાં વૃક્ષનો મહિમા વર્ણવતા કહ્યું છે. ”વૃક્ષ ધરતીનું સંગીત છે, ઋતુઓનું સૌંદર્ય છે, આકાશમાં વ્યાપેલી કવિતા છે.” શ્વેતાશ્વતર ઉપનિષદમાં વૃક્ષને વિશ્વ પુરુષનું ઉપમાન આપેલુ છે. અથર્વવેદમાં પીપળાના વૃક્ષ ઉપર દેવતાઓનો નિવાસ છે એમ કહી એનું ગૌરવ કર્યું છે. એના પરથી માનવજીવન સાથે વૃક્ષોનું અંતરંગ સંબંધ સૂચવાય છે. વૃક્ષો મનુષ્યને આંખનો આરામ આપે છે અને હૃદયની તૃપ્તિનો અનુભવ કરાવે છે.

વૃક્ષો વાવો, વરસાદ લાવો

આપણે બીજા લોકો સાથે મળીને વૃક્ષોને બચાવવા અંગે જરૂરી જાણકરી પ્રદાન કરવી જોઈએ અને ફરજીયાત અમુક વૃક્ષો વાવવા અંગે ચર્ચા વિચારણા કરવી જોઈએ. હાલ લોકો ને વૃક્ષ થી થતા ફાયદા વિષે સમજવા જોઈએ જેથી લોકો વૃક્ષ ને ઓછું નુકશાન પહોંચાડે અને નવા વાવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે. જામને કદાચ ખબર જ હશે પાણી, ઓક્સિજન અને ઝાડને કારણે પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. અને વૃક્ષો એ પૃથ્વી પર ઓક્સિજન અને પાણી માટેનું મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે.

એક બાળ, એક ઝાડ

વૃક્ષો આપણને ઘણા પ્રકાર ની ઔષધિઓ પૂરી પાડે છે અને અનેક રોગોથી રોગોથી લાડવામાં આપણને મદદ પણ કરે છે. વૃક્ષો પૃથ્વી ના દરેક જીવ માટે એક મહત્વપૂર્ણ કુદરતી સંપત્તિ છે, જે દરેક જીવ ને અનેક રૂપે મદદરૂપ થાય છે અને જમીનના ધોવાણને પણ અટકાવે છે. પ્રાણીઓ અને જીવજંતુ ની જાતિઓ માટે જંગલ અને વૃક્ષો એક સુરક્ષિત ઘર માનવામાં આવે છે. જોકે શહેરીકરણ થી જંગલી પ્રાણીઓ અને જીવજંતુ ના ઘર આપણે છીનવી રહ્યા છીએ.

વૃક્ષો વાવો, પર્યાવરણને બચાવો, વિશ્વને બચાવો

આપણા પર્યાવરણ માટે અને માનવ સુખાકારી માટે વૃક્ષો અમૂલ્ય મહત્વના છે. તેઓ આપણને પીવા માટે શુધ્ધ પાણી, શ્વાસ લેવા માટે હવા, શેડ અને મનુષ્ય, પ્રાણીઓ અને છોડને ખોરાક આપે છે. તેઓ પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિની અસંખ્ય જાતિઓ, રસોઈ અને ગરમી માટેના લાકડા, મકાનો માટેની સામગ્રી અને આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને મનોરંજક મહત્વના સ્થળો માટે નિવાસસ્થાન પ્રદાન કરે છે. વૈશ્વિક વાતાવરણ અને ત્યાં રહેતી પ્રજાતિઓના સ્વાસ્થ્ય માટે વૃક્ષો એટલા મહત્વપૂર્ણ છે, અને તેમને આપણી બિનશરતી સંભાળ અને સુરક્ષાની જરૂર છે.

વૃક્ષ વગરની ધરતીની આપણે કલ્પના કરીએ તો? વૃક્ષ વગરની ધરતી કેવી લાગે ? કયારેય કલ્પના કરી છે ? વૃક્ષ વગરની ઘરતીની કલ્પના માત્રથી જ આ૫ણા મનમાં કેવુ વિચિત્ર દ્રષ્ય દેખાય છે,  માનવજીવન માટે વૃક્ષો, હવા અને પાણી જેટલા જ મહત્વના છે.

વૃક્ષો આપણા મિત્રો જ નહીં સંત પણ છે. તે મૌન રહીને પણ આપણને ઉપદેશ આપે છે. વૃક્ષ તેના પર પથ્થર ફેંકનારને પણ ફળ આપે છે. તે આપણને ઉપદેશ આપે છે કે આપણું બૂરું કરનારનું પણ આપણે ભલું કરવું જોઈએ. વૃક્ષોના ઠંડા છાયામાં રમતા બાળકો કયારેક ઘોઘાટ અને ઝઘડો પણ કરે છે. લોકો પોતાના નજી સ્વાર્થ ખાતર વૃક્ષોને કાપી નાખે છે. પરંતુ વૃક્ષો તેમના પર તે રોશ કે અણગમો પ્રગટ કરતા નથી. આમ તે આપણને ગમે તેવી પરિસ્થિતિમાં શાંતિ જાળવવા નો ઉપદેશ આપે છે. કુદરતે બનાવેલી ગરણીયો છે તે હવામાં ભેજ અને અવરોધે છે અને તેને શુદ્ધ કરે છે વાયુ રૂપે રહેલા પ્રદેશ કોને ગાળવાનું કામ પણ વૃક્ષો કરે છે.વૃક્ષો અશુદ્ધ હવા સોશી લઈને આપણને શુદ્ધ હવા આપે છે. આમ તે આપણને જગતના ઝેર પીને અમૃત આપવાનો ઉપદેશ આપે છે. તેથી જ તો વૃક્ષો આપણા મિત્રો છે.

FAQs:

(1) વૃક્ષો આપણને ક્યો વાયુ આપે છે? 

જવાબ: ઓકસીજન વાયુ

(2) કોણે ભારતીય સંસ્કૃતિને "તપોવનની સંસ્કૃતિ" તરીકે ઓળખાવી?

જવાબ: રવીન્દ્રનાથ ટાગોરે

(3) વનસ્પતિ હવામાંથી ક્યો વાયુ લે છે? 

જવાબ: કાર્બન ડાયોક્સાઇડ

Post a Comment

0 Comments